તેનો જવાબ મેળવવા આપણે બુદ્ધિથી પર તો જવું જ પડશે.અને આમ કરવા -રાજયોગની વૈજ્ઞાનિક પદ્ધતિએ ધીરે ધીરે અને અભ્યાસ-પૂર્વક જવાનું છે.
આપણે એ "ઇન્દ્રિયાતીત" અવસ્થાનો અભ્યાસ -જેમ બીજા કોઈ વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ-
તેની પેઠે જ -કરવો જોઈએ.એટલે કે-
સૌ પ્રથમ બુદ્ધિની ઉપર જ આપણે પાયો નાખવો જોઈએ,બુદ્ધિ જ્યાં સુધી દોરી જાય ત્યાં સુધી
આપણે તેને અનુસરવું જ જોઈએ -
અને જયારે બુદ્ધિ અટકશે-ત્યારે બુદ્ધિ પોતે જ સર્વોચ્ચ ભૂમિકાએ જવાનો માર્ગ બતાવશે.
જયારે જયારે કોઈ મનુષ્ય ને એમ કહેતો સાંભળવામાં આવે કે-તેને પ્રેરણા થઇ છે.અને પછી તે જ -
મનુષ્ય જો -બુદ્ધિની વિરુદ્ધની વાતો કરે તો -તે વાતો સ્વીકારવી સારી નથી-
કારણકે-આ ત્રણ અવસ્થાઓ અચેતન (સહજ-વૃત્તિ) સચેતન (તર્ક-બુદ્ધિ) અને અતિચેતન (અતીન્દ્રિય પ્રેરણા)
એ એક જ મન ની ત્રણ અવસ્થાઓ છે.મનુષ્ય માં કંઈ-ત્રણ જુદાજુદા મન નથી હોતા. પણ,
મનની એક અવસ્થાનો વિકાસ થઇ ને બીજી અવસ્થામાં પરિણામે છે.
તેથી આમાંની એક પણ અવસ્થા- એ-બીજી કોઈ અવસ્થાની વિરોધી નથી.
સાચી દિવ્ય પ્રેરણા કદી પણ બુદ્ધિનો વિરોધ કરતી નથી-પણ,તે બુદ્ધિને પરિપૂર્ણ કરે છે.
દિવ્ય પ્રેરણા -હંમેશાં-બુદ્ધિની પૂર્તિ કરવા આવે છે અને તેની સાથે સંવાદી હોય છે.
અહીં એક બીજો અતિ-મહત્વનો મુદ્દો સમજવાનો જરૂરી છે -કે-
દિવ્ય-પ્રેરણા જેટલી તે મહાપુરુષોના સ્વભાવમાં હતી,તેટલી જ દરેક મનુષ્યના સ્વભાવમાં રહેલી છે.
એ મહાપુરુષો અસાધારણ નહોતા,પણ આપણા જેવા મનુષ્યો જ હતા.
પણ,કોઈ અસાધારણ મનની તાલીમને પરિણામે તેઓએ અતીન્દ્રિય કે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી હતી.
અને તે જ રીતે -દુનિયાનો કોઈ પણ મનુષ્ય પણ તે અવસ્થા પ્રાપ્ત કરી શકે જ છે.
જો કોઈ એક મનુષ્ય એ અવસ્થાએ -કોઈ કાળે પહોંચ્યો-તો તે હકીકત સાબિત કરે છે કે-
દરેક મનુષ્ય ને ત્યાં પહોંચવું શક્ય છે,અને-એટલું જ નહિ-પણ-દરેક મનુષ્યે તે અવસ્થાએ પહોંચવું જ પડશે.
અને આ માટે અનુભવ કરવો પડશે,કારણકે અનુભવ એ જ એક માત્ર આપનો શિક્ષક છે.
આપણે ભલે આખી જિંદગી સુધી વાતો કર્યા કરીએ કે દલીલો કર્યા કરીએ,પણ જ્યાં સુધી,અનુભવ નહિ કરીએ,ત્યાં સુધી,"સત્ય" એ શબ્દનો અર્થ પણ સમજાવાનો નથી.
કોઈ મનુષ્યને શરીરની વાઢકાપનાં (સર્જરીનાં) કેટલાંક પુસ્તકો વાંચવા આપીને,તેની પાસેથી -
તેને-કુશળ સર્જન બનાવવાની આશા રાખી શકાય નહિ,કે-
માત્ર કોઈ એક દેશનો નકશો બતાવીને -તે દેશ દેખી (જોઈ) લીધો-કે તે દેશ જોવાની કુતુહુલતાને સંતોષી
ના શકાય, નકશો તો માત્ર-સંપૂર્ણ જ્ઞાન (તે દેશ વિશેનું) મેળવવાની કુતૂહલ-વૃત્તિ જાગ્રત કરી શકે,
એથી વધારે તેની કશી જ કિંમત નથી.
માત્ર-પુસ્તકોને જ વળગી રહેવાથી-માનવ-મનનું અધઃપતન થાય છે.
ઈશ્વર વિશેનું જ્ઞાન "આ ગ્રંથમાં છે કે-પેલા ગ્રંથમાં સમાયેલું છે" એવું કહેવું એનાથી વધારે ઈશ્વરની નિંદા
બીજી શી હોઈ શકે? ઈશ્વર -તો અનંત છે અને તે અનંતને પુસ્તકના બે પૂંઠા વચ્ચે મુકવાની હિંમત
કેમ કરી ને કરી શકાય ?
છતાં પણ ઈશ્વર અને તેનું જ્ઞાન -એ પુસ્તકમાં સમાયું છે -(એમ ઈશ્વર ને પુસ્તકમાં પુરીને) -એમ-
એ ઈશ્વરને ના જોઈને-કે "પુસ્તકો જે કહે છે તેમાં હું માનતો નથી" એવું કહીને-કે-
માત્ર-પુસ્તકો પર જ -તર્કથી તેનું વિચિત્ર વિશ્લેષણ કરીને-અંધ-શ્રદ્ધા રાખીને-
દુનિયામાં હત્યાકાંડ ચાલી રહ્યો છે,અને લાખો મનુષ્યોનો સંહાર થાય છે.