Aug 23, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-20

જેઓ દિવસમાં બે વાર -આ પ્રાણાયામનો અભ્યાસ કરશે-તેમનામાં શરીર અને મનની શાંતિ આવશે,અવાજની મધુરતા -વગેરે આવશે-પણ જે આ પ્રાણાયામની ક્રિયામાં આગળ વધશે-તેમની જ કુંડલિની જાગ્રત થશે, તેમની સમગ્ર પ્રકૃતિમાં પરિવર્તન થવા લાગશે અને તેમના જ્ઞાનનો ગ્રંથ ખુલ્લો થઇ જશે.પછી તેમને જ્ઞાન મેળવવા પુસ્તકો પાસે દોડી જવાની જરૂર નહિ રહે.તેમનું પોતાનું મન જ -
એક અનંત જ્ઞાનનો ભંડાર બની જશે.

સાધારણ રીતે સામાન્ય મનુષ્યમાં "સુષુમ્ણા-નાડી" નીચેથી બંધ હોય છે,કેવળ યોગીમાં જ ખુલ્લી હોય છે.
જયારે આ સુષુમ્ણા નાડી ઉઘડે અને કુંડલિની ઉપર ચડવા માંડે ત્યારે આપણે ઇન્દ્રિયોથી પર થઇ જઈએ છીએ.
આપણું મન ઇન્દ્રિયાતીત થાય છે અને બુદ્ધિથી પણ પર થઇ જઈએ છીએ.અને એક એવી અતિ-ચેતન
અવસ્થાએ પહોંચીએ છીએ કે-જ્યાં તર્ક-શક્તિ પહોંચી શકતી નથી.

યોગીના મત મુજબ,આ સુષુમ્ણાની અંદર-૬- કેન્દ્રો-કે-પદ્મો-કે-ચક્રો આવેલા (કલ્પેલા)છે.
સૌથી નીચે,મૂળાધાર  અને તે પછી,સ્વાધિષ્ઠાન,મણિપુર,અનાહત,વિશુદ્ધ,આજ્ઞા અને છઠ્ઠું-કે જે મગજમાં આવેલું છે,તેણે સહસ્ત્રાર (હજાર પાંખડીઓ વાળું) આવેલું કહેવામાં આવે છે.
અહીં સૌથી નીચેનું મૂળાધાર અને સહુથી ઉપરનું-સહસ્ત્રાર -ચક્રનો વિચાર કરવામાં આવે તો-
સઘળી શક્તિને મૂળાધાર રહેલા તેના સ્થાનમાંથી સૌથી ઉપરના સહસ્ત્રાર ચડાવવાની છે.

યોગીઓનો એવો દાવો છે કે-મનુષ્ય શરીરમાં જે બધી શક્તિઓ રહેલી છે,તેઓમાંથી સૌથી ઉંચામાં ઉંચી
શક્તિ કે જેને "ઓજસ" કહે છે તે મગજમાં સંઘરાઈ રહેલ છે.
અને મનુષ્યના મગજમાં જેમ ઓજસ વધુ તેમ તે વધુ બળવાન,બુદ્ધિવાળો અને આધ્યાત્મિક શક્તિવાળો
હોય,દરેક મનુષ્યમાં આ ઓજસ ઓછે-વત્તે અંશે સંઘરાયેલું જ હોય છે.
શરીરનાં જે બધાં બળો કાર્ય કરી રહ્યા છે,તે બધાં તેમની સર્વોચ્ચ કક્ષા એ ઓજસ-રૂપે બને છે.
એટલે અહીં પ્રશ્ન ખાલી રૂપાંતરનો જ છે.(બળોમાંથી ઓજસમાં રૂપાંતર)

જે બળ બહાર વીજળી કે ચુંબક-રૂપે કાર્ય કરતુ હોય છે તે જ બળ,પરિવર્તન પામીને આંતરિક બળ બને છે.
જે સ્નાયુ-શક્તિ રૂપે કાર્ય કરતું હોય છે તે જ  બળ (શક્તિ) ઓજસમાં રૂપાંતર પામે છે.

યોગીઓ કહે છે કે-મનુષ્યની શક્તિનો જે ભાગ "પ્રજનન-શક્તિ" રૂપે કે "મૈથુન-વિચારો" રૂપે વ્યક્ત થાય છે,
તેને જયારે રોકી ને, કાબૂમાં રાખવામાં આવે ત્યારે તે સહેલાઈથી ઓજસમાં રૂપાંતર પામે છે.અને-
આ બંનેની દોરવણી મૂળાધાર કેન્દ્ર કરતુ હોવાથી યોગી એ કેન્દ્ર પર ખાસ ધ્યાન આપે છે.
યોગી તે સઘળી પ્રજનન શક્તિને ઉર્ધ્વગામી કરીને તેનું ઓજસમાં રૂપાંતર કરવા માગે છે.
માત્ર,બ્રહ્મચર્યનું પાલન કરનારા નર અને નારી જ -એ શક્તિને ઉર્ધ્વગામી કરીને તેનું ઓજસમાં
રૂપાંતરણ કરીને મગજમાં સંઘરી શકે છે.
અને એ જ કારણે બ્રહ્મચર્ય ને સર્વોચ્ચ સદગુણ કહેવામાં આવ્યો છે.

એટલે જ,જગતના જે બધા સંપ્રદાયો,કે જેમાં  વિરાટ વ્યક્તિત્વ વાળા પુરુષો થઇ ગયા છે-તે બધામાં
જોવામાં આવે છે કે-બ્રહ્મચર્ય પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.અને
આ જ કારણોસર લગ્નનો ત્યાગ કરનાર સાધુઓની પ્રથા અસ્તિત્વમાં આવી છે.

વિચાર-વાણી અને વર્તનમાં બ્રહ્મચર્યનું પાલન થવું જોઈએ,તેના વિના રાજયોગની સાધના જોખમકારક છે.
અને કોઈ વખત તે દિવાના-પણું (ગાંડપણ) પણ લાવી મૂકે છે !!!
મનુષ્ય જો એક બાજુ રાજયોગની સાધના કરે અને જો સાથેસાથે અપવિત્ર જીવન ગાળે તો પછી -
યોગી બનવાની આશા તે કેમ રાખી શકે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE