યોગીઓના મત પ્રમાણે-મેરુદંડ (કરોડ) માં "ઈડા" અને "પિંગલા" નામના જ્ઞાનતંતુઓના બે પ્રવાહો છે.અને કરોડની મધ્યમા "સુષુમણા" નામની એક "પોલી નાડી" છે.આ પોલી સુષુમણા નાડી ને નીચેને છેડે-ત્રિકોણાકાર "કુંડલિની-પદ્મ" આવેલું છે.
અને...."યોગીઓની "રૂપક" ભાષા પ્રમાણે" તેની અંદર "કુંડલિની" નામની શક્તિ ગૂંચળું વાળીને પડી છે.
જયારે આ કુંડલિની (શક્તિ) જાગે છે,ત્યારે તે પોલી નાડી (સુષુમણા) માં થઈને બળ-પૂર્વક ઉપર ચડવાનો
પ્રયત્ન કરે છે.અને ક્રમે ક્રમે તે જેમ જેમ ઉપર ચડતી જાય છે-તેમ તેમ જાણે કે મનના એક પછી એક થર
ખુલ્લા થતા જાય છે.અને યોગીને વિવિધ પ્રકારનાં દર્શનો અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
જયારે આ કુંડલિની શક્તિ મગજમાં પહોંચે છે-ત્યારે યોગી શરીર અને મનથી સંપૂર્ણપણે અળગો થઇ જાય છે.
અને પોતાને મુક્ત થયેલો અનુભવે છે.
આપણે જાણીએ છીએ કે-કરોડની રચના-વિશિષ્ટ પ્રકારની છે.
અંગ્રેજી આંકડા -8- ને આડો કરીએ તો એના બે ભાગ (બે-૦) છે અને જે વચ્ચેથી જોડાયેલા છે.
આવા આડા પાડેલ અંગ્રેજી આઠડાને એકની ઉપર બીજો એમ ખડકાતા જઈએ તો તે આકૃતિ
કરોડરજ્જુ જેવી થશે.
તેમાં ડાબી બાજુએ ઈડા અને જમણી બાજુએ પિંગલા.અને
મધ્યમા જે-પોલી નાડી પસાર થાય છે તે -સુષુમણા.
મેરુદંડની નીચેને છેડે એ જ્યાં પુરી થાય છે -ત્યાં એક "બારીક તંતુ" નીચેની બાજુએ જાય છે.
અને તે પોલી નાડી એ તંતુની અંદરથી પણ જાય છે.(માત્ર-થોડો વધારે બારીક થઈને)
અને આ પોલી નાડી નીચેને છેડે બંધ હોય છે
.
એ છેડો-- જેને નાડી-જાળ (sacral plexus) કહેવામાં આવે છે-અને જે-
આધુનિક વિજ્ઞાન-શાસ્ત્ર મુજબ -પણ-ત્રિકોણાકાર છે -તેની પાસે તે (છેડો) આવેલો છે.
આ નાડી-જાળનાં જે જુદાંજુદાં કેન્દ્રો -કરોડરજ્જુમાં રહેલા છે-
તેમને યોગીઓના મત મુજબનાં જુદાંજુદાં "પદ્મ" (ચક્ર) ગણી શકાય.
કરોડના નીચેના છેડે-આવેલા મૂળાધાર (ચક્ર) થી શરુ કરીને મગજમાં રહેલા સહસ્ત્રાર (ચક્ર) સુધી,
કેટલાંક કેન્દ્રોની "કલ્પના" યોગીઓ કરે છે.
તેથી,જો આપણે આ જુદીજુદી નાડીજાળોના કેન્દ્રોને -આ પદ્મો (ચક્રો) તરીકે ગણીએ-તો-
યોગવિદ્યાનો આ સિદ્ધાંત "શરીર-શાસ્ત્ર" ની ભાષામાં ઘણો સહેલાઈ થી સમજી શકાય.
આધુનિક શરીરશાસ્ત્ર મુજબ આપણે જાણીએ છીએ કે-
કરોડરજ્જુના જ્ઞાનતંતુઓના પ્રવાહોમાં બે પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય છે-
એક તો સંવેદનાત્મક (કે-અંતરાભિમુખ-કે-કેન્દ્રગામી) -કે જે સંવેદનો નો સંદેશો મગજ સુધી લઇ જાય છે,
અને બીજી ક્રિયાત્મક (કે-બહિર્મુખ-કે-કેન્દ્રોત્સરી) કે જે મગજનો સંદેશો પ્રતિક્રિયા રૂપે શરીરમાં પહોંચાડે છે.
(અને આ બધાં સંવેદનો લાંબે ગાળે મગજ સાથે જોડાયેલાં રહે છે !!)
હવે પછી નું-આગળ- (યોગીઓનું) જે સ્પષ્ટીકરણ આવશે-તેને માટે બીજી થોડી હકીકતો પણ
યાદ કરવી જરૂરી બને છે.
ઉપર મગજની બાજુએ આ કરોડરજ્જુને છેડે એક "ગાંઠના આકાર નું -નાનું મગજ" રહેલું છે.
કે જે મોટા મગજ સાથે જોડાયેલું નથી.પણ,
મગજ માંહેના એક પ્રકારના પ્રવાહીમાં તરતું રહેલું છે (કે જેથી માથા ને ફટકો લાગે તો તે ફટકા નો આઘાત -
તે પ્રવાહીમાં સમાઈ જાય અને મગજને નુકસાન પહોંચે નહિ)
આ એક વાત યાદ રાખવાની છે અને બીજી એ વાત જાણીને યાદ રાખવાની છે કે-
બીજાં બધાં કેન્દ્રો (ચક્રો) માંથી -ખાસ કરીને -
મૂળાધાર (કરોડના નીચલા છેડાનું) -સહસ્ત્રાર (મગજમાં આવેલું-સહસ્ત્ર-દલ) અને
મણિપુર (નાભિ-કમળમાં રહેલું) એ ત્રણ કેન્દ્રો (ચક્રો ને) યાદ રાખવાના છે.