Aug 14, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-13

મનુષ્યના શરીરમાં આ "પ્રાણ-શક્તિ"નું સ્પષ્ટ સ્વરૂપ-એ ફેફસાંઓની "ગતિ" છે.(જો એ (ગતિ) અટકી જાય-તો એક સામાન્ય નિયમ મુજબ -શરીરમાંના એ ગતિને લીધે દેખાતાં બીજાં (જીવનનાં) ચિહ્નો તરત જ બંધ થઇ જાય.અને મનુષ્ય મરેલો જાહેર થાય.પરંતુ એવા ય કેટલાક યોગીઓ  છે જેઓ પોતાની જાતને એવી રીતે કેળવી શકે છે કે-આ ફેફસાંની ગતિ બંધ પડી ગઈ હોય છતાં તેમનું શરીર જીવ્યા કરે છે)

એટલે પ્રાણાયામ નો ખરો અર્થ અહીં "ફેફસાંની ગતિ -પર કાબૂ મેળવવો" -એમ કહી શકાય.
અને આ ગતિનો શ્વાસ સાથે સંબંધ છે.પણ એવું નથી કે શ્વાસ -એ ગતિ ઉત્પન્ન કરે છે.
હકીકતમાં તો-તે "ગતિ" (શક્તિ) એ શ્વાસને ઉત્પન્ન કરે છે.
---આ ફેફસાંની ગતિ પંપની જેમ કામ કરીને,હવાને અંદર ખેંચે છે.(પણ ફેફસાંને ગતિમાં કોણ મૂકે છે?)
---"પ્રાણ" કે  "પ્રાણ-શક્તિ" ફેફસાંને ગતિમાં મૂકે છે.

એટલે પ્રાણાયામ -એ શ્વાસ લેવાની  "ક્રિયા" નથી,પણ ફેફસાંને ચલાવનારી અને તેને
"ગતિ આપનારી -માંસ-પેશી" પર કાબૂ મેળવવો -તે પ્રાણાયામ છે.
જે માંસ-પેશીની "શક્તિ" ફેફસાંને ઉંચા-નીચા કરનાર સ્નાયુઓમાં જઈ ને તેમને (ફેફસાને)
અમુક પ્રકારે "ગતિ" માં મૂકે છે-તે છે-"પ્રાણ"
અને પ્રાણાયામ ની સાધનામાં આપણે તેના પર (પ્રાણ-શક્તિ) કાબૂ મેળવવાનો છે.

જયારે પ્રાણશક્તિ પર કાબૂ આવી જાય,ત્યારે શરીરમાંની પ્રાણની સઘળી  "ક્રિયાઓ" પર કાબૂ આવે છે.
એવા યોગીઓ પણ હોય છે -જેમણે શરીરની લગભગ બધીજ માંસ-પેશીઓ પર કાબૂ મેળવ્યો હોય છે.
પણ હાલના સમયમાં સામાન્ય મનુષ્યનો માંસ-પેશી પરનો કાબૂ નથી,અને ગતિ સ્વયં-સંચાલિત
થઇ ગઈ છે.દાખલા તરીકે-આપણે આપણી ઈચ્છા-અનુસાર કાનને હલાવી શકતા નથી,પણ આપણે
જાણીએ છીએ કે -પશુઓ પોતાનો કાન હલાવી શકે છે.
આપણામાં એ કાન હલાવવાની શક્તિ નથી તેવું નથી,પણ આપણે એ શક્તિનો ઉપયોગ કરતા નથી.
"એટેવિઝમ" એટલે કે -"ઉપયોગ ના અભાવે શક્તિ નો નાશ"-તે આનું કારણ છે.

વળી,આપણે જાણીએ છીએ કે-જે ગતિ અક્રિય થઇ ગઈ હોય,તેણે પછી સક્રિય બનાવી શકાય છે.
શરીરની અમુક ગતિઓ કે જે -તદ્દન અક્રિય થઇ ગઈ હોય તેને સખત પરિશ્રમ અને તાલીમ વડે-પાછી-
સંપૂર્ણ-પણે કાબૂમાં લાવી શકાય છે.
અને આ રીતે જ જો તર્ક આગળ ચલાવીએ તો-જણાશે કે-કોઈ પણ જાતની અશક્યતા તો નથી જ.
પણ ઉલટાની દરેક શક્યતા છે કે-શરીરનો એકેએક ભાગ સંપૂર્ણ કાબૂમાં લાવી શકાય.
અને આ -સંપૂર્ણ કાબૂ- એ યોગી પ્રાણાયામ વડે સિદ્ધ કરે છે.

શરીરનો એકેએક ભાગ -યોગી-જયારે પ્રાણથી (પ્રાણ-શક્તિથી) ભરી દે છે -
અને આમ કરી ને તે શરીર પર કાબૂ ધરાવી શકે છે.અને ત્યારે
શરીરમાં અંદર જણાતી સર્વ માંદગી અને દુઃખ પણ -સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જાય છે.
આવું જયારે બને છે ત્યારે યોગી માત્ર પોતાના શરીર પર જ નહિ -પણ-
બીજાના શરીર પર પણ કાબૂ કરી શકે એટલો શક્તિમાન થઇ જાય છે.

દુનિયાને હલાવી નાખનારા,મહાન પુરુષો,પોતાની પ્રાણ-શક્તિને કંપનની એક ઉચ્ચ સ્થિતિએ લાવી શકે છે,અને તે એટલી મહાન અને પ્રબળ હોય છે કે-તે બીજાને એક ક્ષણની અંદર ઝડપી લે છે,અને આમ,
હજારો-લાખો-મનુષ્યો તેમના તરફ આકર્ષાય છે.અને તેમના વિચારો પ્રમાણે વિચાર કરતા થઇ જાય છે.

દુનિયાના મહાન પયગમ્બરોનો અંદરની પ્રાણ-શક્તિ પરનો -ઘણો અદભૂત કાબૂ હતો-કે જેને લઈને-
તેમનામાં પ્રચંડ "ઈચ્છા-શક્તિ" (વિલ પાવર) પેદા થયેલી અને દુનિયાને હલાવી નાખેલી.
તેઓ પોતાની પ્રાણ-શક્તિને,ગતિની સર્વોચ્ચ સ્થિતિએ લઇ ગયા હતા અને જગત પર હકૂમત
ફેલાવવાની તાકાત તેમનામાં આવી હતી.
કોઈ મનુષ્યો તેનું રહસ્ય ભલે જાણતા ના હોય,પણ આનો ખુલાસો આ એક જ છે.

એવું બને કે-કોઈ વાર,આપણા શરીરમાં કોઈ એક ભાગમાં પ્રાણશક્તિનો પુરવઠો વધારે પડતો
ઓછો થઇ જાય છે (કે વધી જાય છે) અને જેથી પ્રાણશક્તિની સમતુલા (બેલેન્સ)નો ભંગ થાય છે.
-જેને આપણે "રોગ" કહીએ છીએ.
ત્યારે ઓછી થઇ ગયેલી પ્રાણ-શક્તિની ઉણપ પૂરી કરવી (કે વધારાનીને હટાવી લેવી)
અને પ્રાણ-શક્તિની સમતુલા કરવી-એનું નામ "રોગ મટી ગયો" એમ કહી શકાય.

વળી,ક્યારે શરીરના એક ભાગમાં જેટલી જોઈએ તેના કરતાં વધુ કે ઓછી,પ્રાણ-શક્તિ છે?
તે જાણવું તે પણ પ્રાણાયામનું જ કાર્ય છે.
પ્રાણના આ કાબૂથી "સંવેદન-શક્તિ" (સેન્સ પાવર) એટલી બારીક થઇ જાય છે,મનને અનુભવ થાય છે કે-
શરીરના કયા અંગુઠા કે આંગળીમાં (કે શરીર ના કોઈ ભાગમાં) પ્રાણશક્તિ વધારે કે ઓછી છે!!!
અને તે પૂરી કરવાની શક્તિ પણ (પ્રાણાયામથી) ત્યાં આવી જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE