એટલે કે-જો કોઈ મનુષ્યે આ પ્રાણ વિશેનું પૂરેપૂરું "જ્ઞાન" મેળવ્યું અને તે "પ્રાણ" પર "કાબૂ" મેળવ્યો,
તે સૂર્ય અને તારાઓને તેમના સ્થાનમાંથી ખેસવી નાખવાને શક્તિમાન થઈ શકે, અરે,
ક્ષુદ્ર અણુઓથી લઇ મોટા મોટા સૂર્યો (મોટા ગ્રહો-તારાઓ) સુધી-સર્વ કંઈ પર તે કાબૂ મેળવી શકે.
કારણ કે તે "પ્રાણ" પર કાબૂ ધરાવતો હોય છે!!!! પ્રાણાયામ નો ધ્યેય અને હેતુ -એ આ છે.
જયારે યોગી પૂર્ણ બને છે -ત્યારે કુદરતમાં એવું કંઈ બાકી રહેતું નથી કે જે તેના કાબુ હેઠળ ના આવે.
જો તે દેવતાઓને (કે પ્રેતાત્માઓને) પણ હુકમ કરે તો તે આવી ને હાજર થાય.યોગીઓની
આવી "સિદ્ધિ" ઓને જયારે અજ્ઞાની અને સામાન્ય મનુષ્ય જુએ છે ત્યારે તેઓ તેને "ચમત્કાર" કહે છે.
હિંદુ (માનસ) શાસ્ત્રો ની એક વિશેષતા છે કે-
તે છેલ્લામાં છેલ્લું (અંતનું કે છેવટનું)-કે જે શક્ય હોય તે-સામાન્યીકરણ (કોમન) સત્યને શોધી કાઢે છે,
અને તે પામવા માટેની વિગતોને પાછળથી ઘડી કાઢવા માટે છોડી દે છે.
એટલે વેદોમાં એવો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો છે કે-
"એવું શું છે કે જે જાણવાથી,સર્વ વસ્તુને જાણી શકાય છે?"
જે બધાં શાસ્ત્રો અને દર્શનો -રચાયાં છે -તે બધાં-જે "એક ને -એક તત્વ ને" સિદ્ધ કરવા જ રચાયાં છે.
મનુષ્ય જો સર્વ વસ્તુને -સર્વ વિશ્વને જાણવા ઈચ્છે -તો તેની પાસે અનંત સમય જોઈએ !!!
અને તેમ છતાં પણ તે વિશ્વના કણેકણને તો જાણી શકે કે નહિ તે સવાલ છે.
તો પછી એ સર્વનું -કણેકણ નું -જુદુજુદું-જ્ઞાન મેળવીને સર્વજ્ઞ થવું,એક મનુષ્ય-જીવનમાં સંભવિત નથી.
માટે યોગીઓ કહે છે કે-આ જુદીજુદી વસ્તુઓ ની પાછળ એક સર્વ-સામાન્ય (કોમન) સત્તા રહેલી છે,
બધા જુદાજુદા ભાવોની પાછળ એક નિર્વિશેષ "તત્વ" રહેલું છે તેને પકડવામાં આવે તો તે સર્વને
પકડ્યા બરાબર થશે.અને જે આ "સત્-તત્વ" ને જાણે છે તેને આ સમગ્ર વિશ્વને જાણ્યું છે.
બસ બરાબર આજ રીતે,સઘળાં બળો (શક્તિ)નું સર્વ સામાન્ય "તત્વ" છે "પ્રાણ"
અને જેણે આ પ્રાણને કાબૂ માં લીધો છે,તેના કાબૂમાં વિશ્વનાં સઘળાં બળો (માનસિક-કે-ભૌતિક) આવે છે.
એટલે-જેણે પોતાના પ્રાણ પર કાબૂ મેળવ્યો છે, તેના કાબૂમાં સકળ વિશ્વનો પ્રાણ આવી જાય છે.
અને આમ જેણે પોતાના પ્રાણ પર કાબૂ મેળવ્યો છે,તેણે પોતાના મન પર કે શરીર પર કાબૂ મેળવ્યો છે,
તથા સાથે સાથે તેણે જગતના સર્વ મન અને શરીર પણ કાબૂ મેળવ્યો છે.તેમ કહી શકાય,
કારણ કે "પ્રાણ" એ સર્વ બળોમાં "સર્વ -સામાન્ય (કોમન) બળ-તત્વ"ની અભિવ્યક્તિ છે.
પ્રાણ પર કેમ કાબૂ મેળવવો? એ જ પ્રાણાયામનો એક માત્ર ઉદ્દેશ છે.
અને પ્રાણાયામ બાબતની બધી તાલીમ અને ક્રિયાઓ -એ એક માત્ર ઉદ્દેશને માટે છે.
દરેક વ્યક્તિએ -પોતે ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ અને તે માટે કહે છે કે-
પોતાની નજીકમાં નજીક જે વસ્તુઓ હોય છે,તેમના પર કેવી રીતે કાબૂ મેળવવો ? તે શીખવું જોઈએ.
આપણું શરીર અને મન -બહારના જગતમાંની,કોઈ પણ વસ્તુ કરતાં,આપણી સહુથી નજીક છે.
વિશ્વના અંદરના સમસ્ત "પ્રાણ" કરતાં,જે "પ્રાણ" આ મન અને શરીર ચલાવે છે,તે આપણી સહુથી નજીક છે.
આપણી પોતાની,માનસિક અને શારીરિક શક્તિઓ ના પ્રતિક-રૂપ જે આ પ્રાણ શક્તિનો નાનકડો
તરંગ (શરીર-મન) છે તે-અનંત સાગરના (વિશ્વના) સર્વ તરંગો કરતાં -આપણી વધુ નજીક છે.
અને જો આપણે એ નાનકડા તરંગ (શરીર-મન) પર કાબૂ મેળવવામાં સફળ થઇ શકીએ-તો-જ-
આપણે સમગ્ર પ્રાણ પર કાબૂ મેળવવાની આશા રાખી શકીએ.
અને જે યોગી આમ કરી શકે છે તે "પૂર્ણત્વ" ને પામે છે.
પછી તે કોઈ શક્તિને આધીન નથી.અને તે સર્વ-શક્તિમાન થાય છે.સર્વજ્ઞ થાય છે.
આ પ્રાણને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હોય,તેવા અનેક સંપ્રદાયો -દરેક દેશોમાં છે.
અને પ્રાણ-શક્તિ ને કાબૂમાં લેવાથી મળતી સિદ્ધિઓનો ઉપયોગ કરનારા પણ જોવા મળે છે.
જેમ કે-મનોબળ કે શ્રદ્ધાથી રોગ મટાડનારા,પ્રેતાવાહન વિદ્યા-વાળા,સંમોહન વિદ્યાવાળા-
એ દરેકને -તેઓ (આ વિજ્ઞાન) જાણતા હોય કે ના હોય -પણ તેઓ આ બળ (શક્તિ) ને
ઉપયોગમાં લઇ રહ્યા છે,કે જે ઘણી વખત તો જાણ્યા વગર જ અચાનક તેમને હાથ લાગી ગઈ છે.
અને તેનું સ્વરૂપ જાણ્યા વગર જ તેઓ તે શક્તિનો ઉપયોગ કરી રહ્યા હોય છે.
તે જ-બળ (શક્તિ) કે-જેને જાણીને અને પામીને- યોગી જેનો ઉપયોગ કરે છે,
અને જે "શક્તિ" -પ્રાણ-માંથી આવે છે.અને આ "પ્રાણ" જ પ્રત્યેક પ્રાણીમાં "પ્રાણ-શક્તિ" છે.