Dec 8, 2014

પતંજલિના યોગસૂત્રો-56-Yogsutra of Patanjali-Gujarati

  • क्षणतत्क्रमयोः संयमादविवेकजं ज्ञानम्  (૫૨)
સમયની એક ક્ષણ અને તેની આગળ-પાછળ ના સંયમ પર "સંયમ" કરવાથી-
સત્-અસત્ નું વિવેક-જ્ઞાન આવે છે.(અને વિવેક થી સિદ્ધિઓ-દેવતાઓ વગેરે થી દૂર રહી શકાય છે)  (૫૨)

  • जातिलक्षणदेशैरन्यताऽनवच्छेदात् तुल्ययोस्ततः प्रतिपत्तिः (૫૩)
જે બે વસ્તુઓની ભિન્નતા-જાતિ,લક્ષણ અને સ્થળ-વડે જાણી શકાય નહિ,અને જે એક-સરખી દેખાતી હોય,
તેમની વચ્ચેનો તફાવત,પણ આ સંયમ વડે જાણી શકાય  (૫૩)

આપણે જે દુઃખ ભોગવીએ છીએ તે-સત્ અને અસત્ નો ભેદ ના જાણવાને લીધે (અજ્ઞાન ને લીધે) આવે છે.
આપણે અસત્ ને સત્ તરીકે અને સ્વપ્ન ને વાસ્તવ તરીકે ગણીએ છીએ.
આત્મા-એ જ એકમાત્ર સત્ય છે તે આપણે ભૂલી ગયા છીએ.અને શરીર એ એક મિથ્યા સ્વપ્ન છે,
છતાં આપણે માનીએ છીએ કે આપણે બધા શરીર છીએ.
આત્મા સત્ય છે -તે વિવેક-જ્ઞાન નો અભાવ એ જ દુઃખ નું મૂળ છે.

આ જાત નો અવિવેક એ અજ્ઞાન થી ઉત્પન્ન થાય છે-પણ  જયારે વિવેક-જ્ઞાન આવે છે,
ત્યારે તેનાથી બળ આવે છે,અને જેથી આપણે જુદા જુદા પ્રકારના ખોટા ખ્યાલો ને ટાળી શકીએ છીએ.

આ અજ્ઞાન ની ઉત્પત્તિ થાય છે-જાતિ,લક્ષણ અને સ્થળ વડે ભિન્નતા કરવાથી.
દાખલા તરીકે-ગાય એ કૂતરાથી "જાતિ" વડે જુદી પડે છે,પણ એક ગાય એ બીજી ગાય થી "લક્ષણો" થી
જુદી પડે છે.પણ જો બે પદાર્થો બિલકુલ સરખા હોય -તો તેમને જુદેજુદે સ્થળે રાખવાથી ઓળખી શકાય.

પરંતુ કોઈ-પદાર્થો એવી રીતે સેળભેળ થઇ ગયા હોય કે ભિન્નતા દર્શાવનારા સાધનો (જાતિ,લક્ષણ,સ્થળ)
વડે પણ તેમની વચ્ચે નો તફાવત ન દર્શાવી શકે-ત્યારે-
ઉપર દર્શાવેલી સાધના વડે મેળવેલી-વિવેક-શક્તિ -તેમને અલગ-અલગ ઓળખવાની શક્તિ આપે છે.

યોગ નો સર્વોચ્ચ "તત્વ-સિદ્ધાંત" આ હકીકત પર આધારિત છે.કે-
પુરુષ (આત્મા) શુદ્ધ અને પૂર્ણ છે,અને તે એક જ આ વિશ્વમાં "અમિશ્રીત તત્વ" છે.
શરીર અને મન એ મિશ્રણ છે.અને છતાં આપણે સદા તેમની (આત્મા અને શરીર) ની તાદામ્યતા માની
રહ્યા છીએ.તે મોટી  ભૂલ છે.દેહ અને આત્મા વચ્ચેનો ભેદ ભૂલાઈ  ગયો છે.(સેળભેળ થઇ ગઈ છે)

પણ જ્યારે એ બંને ને જુદા-જુદા માનવાની વિવેક-શક્તિ આવે છે-ત્યારે
મનુષ્ય ને દેખાય છે કે-આ જગતની અંદરની સર્વ વસ્તુઓ,શારીરિક અને માનસિક મિશ્રણ જ છે,
અને તે કારણસર-તે સર્વ વસ્તુઓ પુરુષ (આત્મા) હોઈ શકે નહિ.

  • तारकं सर्वविषयं सर्वथाविषयम् अक्रमं चेति विवेकजं ज्ञानम्  (૫૪)
જે વિવેક-જ્ઞાન સર્વ વસ્તુઓ ને તેમની સર્વ અવસ્થાઓમાં એકી સાથે આવરી શકે છે,તેને,
"સંસારમાં થી તારનારું જ્ઞાન" (તારક-જ્ઞાન) કહેવામાં આવે છે. (૫૪)
"તારક-જ્ઞાન" કહેવાનું કારણ એ છે-કે-એ જ્ઞાન યોગીને જન્મ-મરણ ના સાગર ના પેલેપાર (તરાવીને)
લઇ જાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ -સર્વ પ્રકારની -અવસ્થાઓ સહિતની સમસ્ત પ્રકૃતિ આ જ્ઞાન ની પકડમાં છે,
આ જ્ઞાન દ્વારા થતા અનુભવમાં કોઈ ક્રમ હોતો નથી-
એ સર્વ વસ્તુઓ ને એકી સાથે -એક જ દ્રષ્ટિમાં સમાવી લે છે.

  • सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम् इति (૫૫)
સત્વ (બુદ્ધિ) અને પુરુષ (આત્મા) એ બંને ની શુદ્ધિ એક સમાન થાય ત્યારે "કૈવલ્ય-પ્રાપ્તિ" થાય.(૫૫)

જયારે આત્મા ને ભાન થાય કે-
આખા વિશ્વમાં-દેવતાઓ થી લઇ ને ક્ષુદ્રમાં ક્ષુદ્ર અણું સુધી-કોઈનો ય પોતે પરાધીન નથી,
ત્યારે તે સ્થિતિ ને "કૈવલ્ય અને પૂર્ણત્વ" કહેવામાં આવે છે.અને
આ પૂર્ણત્વ ત્યારે જ થાય છે કે જયારે આ શુદ્ધિ-અશુદ્ધિ ના મિશ્રણ-રૂપ સત્વ (બુદ્ધિ) ને -
પુરુષ (આત્મા) ના જેટલી જ શુદ્ધ કરવામાં આવે.અને -ત્યારે-
એ બુદ્ધિ પવિત્રતા ના નિર્ભેળ સત્વ ને જ પ્રતિબિમ્બિત કરે છે-અને-
તે નિર્ભેળ સત્વ છે-પુરુષ.

વિભૂતિપાદ -સમાપ્ત



   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE