Dec 7, 2014

પતંજલિના યોગસૂત્રો-55-Yogsutra of Patanjali-Gujarati

  • रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत् (૪૬)

"કાય-સંપત" એટલે રૂપ,લાવણ્ય,બળ અને વજ્ર જેવી દૃઢતા. (૪૬)

યોગીનું શરીર અવિનાશી બને છે,કોઈ વસ્તુ તેને ઈજા પહોંચાડી શકે નહિ,તેનું રૂપ-લાવણ્ય ને બળ ખીલે છે,
અને તે યોગીમાં વજ્ર જેવી દૃઢતા આવે છે.અને તેની પોતાની ઈચ્છા ના થાય ત્યાં સુધી,
કોઈ પણ ચીજ તેનો નાશ કરી શકે નહિ.કાળ-દંડ નો ભંગ કરી તે શરીર ને ટકાવી રાખે છે.

  • ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमाद् इन्द्रियजयः (૪૭)

ઇન્દ્રિયો ની--વિષયાભિમુખતા,તેમની પ્રકાશક શક્તિ,હું-પણું,ગુણો નું ઇન્દ્રિયોમાં રહેવા-પણું,અને
આત્મા ને ભોગ આપવા-પણું--એ બધાં પર સંયમ કરવાથી ઇન્દ્રિયો પર જય મળે છે. (૪૭)

ઇન્દ્રિયો,મનમાંથી બહાર વિષયો (બહાય-પદાર્થો) તરફ દોડે છે,એટલે તે બાહ્ય-પદાર્થ નું જ્ઞાન થાય છે,
અને આ જ્ઞાન-મળવાની ક્રિયા માં "હું-પણું" સામેલ હોય છે.
યોગી જયારે (૧) જ્ઞાન-ક્રિયા (૨) જ્ઞાન-રૂપી-ફળ અને (૩) અહંકાર-ઉપર ક્રમે-ક્રમે સંયમ કરે છે,
ત્યારે તે ઇન્દ્રિયો પર વિજય મેળવે છે.

  • ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च (૪૮)

ઇન્દ્રિયો પર જય થવાથી -શરીરની જરૂર વિના પણ-ઇન્દ્રિયોની- વિષયોનો અનુભવ કરવાની શક્તિ અને
પ્રકૃતિ પર જય મળે છે. (૪૮)

  • सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च  (૪૯)

બુદ્ધિ અને પુરુષ (આત્મા) વચ્ચેના ભેદ પર સંયમ કરવાથી સર્વ-શક્તિ-માન-પણું અને સર્વજ્ઞ-પણું મળે છે.

  • तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम्  (૫૦)

પણ,એ શક્તિઓ નો ત્યાગ કરવાથી -દોષોનાં બીજ સુધ્ધાં નો નાશ થાય છે,અને તેથી-
"કૈવલ્ય-પદ" ની પ્રાપ્તિ થાય છે. (૫૦)

યોગી-જયારે કૈવલ્ય અને સ્વાતંત્ર્ય મેળવા છે ત્યારે તે મુક્ત થાય છે.
જયારે મનુષ્ય સર્વશક્તિમાનપણા નો અને સર્વજ્ઞ-પણા નો પણ ખ્યાલ છોડી દે છે,ત્યારે-
ભોગોનો અને દેવતાઓ તરફ થી આવતા પ્રલોભનો નો સંપૂર્ણ ત્યાગ થઇ જાય છે,
જયારે યોગી અ સઘળી અદભૂત સિદ્ધિઓ ને જોઈ ચુક્યો હોય છે -અને તેમનો ત્યાગ કરી તે ધ્યેયે પહોંચે છે.

આખરે આ બધી શક્તિઓ છે શું?  તો કહે છે કે-માત્ર-"આભાસ"
સ્વપ્ન થી  તેમનું મુલ્ય જરાયે વધાર નથી.સર્વ-શક્તિમાન-પણું પણ એક સ્વપ્નું જ છે.
તેનો બધો આધાર મન છે,જ્યાં સુધી મન નું અસ્તિત્વ છે ત્યાં સુધી તેનો અનુભવ થાય છે.

  • स्थान्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनः अनिष्टप्रसङ्गात्  (૫૧)

દેવતાઓના પ્રલોભનો થી લલચાઈ જવું નહિ,કે ખુશ થઇ જવું નહિ,કારણકે-
તેમાંથી વળી અનિષ્ટ આવવાનો ભય છે. (૫૧)

બીજા વધારાના ભયો બતાવતાં કહે છે કે-દેવતાઓ યોગીને લલચાવવા આવે છે,તેઓ ઇચ્છતા નથી કે-
કોઈ સંપૂર્ણ-પણે મુક્ત થાય,તેઓ પણ સામાન્ય મનુષ્ય ની જેમ જ અદેખા હોય છે.
તેમણે પોતાના સ્થાન અને અધિકાર ગુમાવવાની બહુ બીક હોય છે.
જે યોગી-પુરુષો પૂર્ણત્વે પહોંચતા નથી,તેઓ મરીને દેવતા થાય છે.
જે યોગીઓ સીધો રસ્તા (ધ્યેય) ને છોડીને આડ-ગલીમાં પહોંચી ને બધી સિદ્ધિઓ મેળવે અને તેનો
દુરુપયોગ કરે તેમને બીજો જન્મ લેવો પડે છે.પણ-
જે આ લાલચો સામે ટકી રહેવા જેટલો મનનો મજબૂત હોય,
અને સીધો ધ્યેય ના રસ્તે જ જાય તે મુક્ત બને છે.



   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE