- समानजयात् प्रज्वलनम् (૪૦)
નાડીના "સમાન" પ્રવાહ પર જય મેળવવાથી,તે યોગી પ્રકાશ-મય ઝાળ થી ઘેરાયેલો જણાય.(૪૦)
- श्रोत्राकाशयोः संबन्धसंयमाद् दिव्यं श्रोत्रम् (૪૧)
શ્રવણેન્દ્રિય (કાન) અને આકાશ ના સંબંધ પર સંયમ કરવાથી દિવ્ય શ્રવણ-શક્તિ આવે છે. (૪૧)
- कायाकाशयोः संबन्धसंयमाल् लघुतूलसमापत्तेश्चाकाशगमनम् (૪૨)
શરીર અને આકાશ ના સંબંધ પર સંયમ કરવાથી યોગી રૂ જેવો હળવો બનીને
આકાશ-ગમન કરી શકે છે. (૪૨)
આકાશ એ શરીર નું ઉપાદાન છે,એ આકાશ જ એક-રૂપે શરીર બન્યું છે.જો યોગી તેના શરીરના અને
આકાશ ના સંબંધ પર સંયમ કરે-તેઓ તેનામાં આકાશ જેટલી વિશાળતા આવે અને તે-
આકાશમાં ગમે ત્યાં ફરી શકે.
- बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः (૪૩)
શરીર ની બહાર રહેલી મન ની ખરી-વૃત્તિ (કે જેને મહા-વિદેહા કહે છે) તેના પર સંયમ કરવાથી,
જ્ઞાન-પ્રકાશ પર જે આવરણ થયું હોય તે આવરણ નો નાશ થાય છે. (૪૩)
મન પોતાની મૂર્ખતા ને લીધે માની લે છે કે-તે આ શરીરમાં કાર્ય કરે છે,
જો મન સર્વ-વ્યાપી હોય તો શા માટે મનુષ્યે "એક જ પ્રકારના જ્ઞાનતંતુ" વડે બંધાઈ ને "એક જ શરીર"માં
"અહં-ભાવના" કરવી જોઈએ? એક જ શરીર માં બંધાઈ રહેવાનું કોઈ કારણ નથી.!!!!
યોગી તો પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યાં "હું-પણા" નો અનુભવ કરવા માગે છે.
પોતાના શરીર સાથેના "હું-પણા ના "અભાવ"ને લીધે ઉત્પન્ન થતી-વૃત્તિઓને
"ખરી-વૃત્તિઓ" (મહા-વિદેહા-અવસ્થા) કહેવામાં આવે છે.
યોગી જયારે આ "વૃત્તિઓ" પર સંયમ -સિદ્ધ કરવામાં સફળ થાય-ત્યારે-
"જ્ઞાન" (પ્રકાશ) ની આડે આવતાં સર્વ આવરણો દૂર થઇ,સર્વ અંધકાર (અજ્ઞાન) નાશ પામી જાય છે,
અને દરેક વસ્તુ "જ્ઞાન-મય" દેખાય છે.
- स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः (૪૪)
સ્થૂળ અને સૂક્ષ્મ ભૂતો (પંચ-ભૂતો) પર,તેમના સ્વરૂપ ઉપર,અન્વય ઉપર,અને આત્મા ને ભોગ આપવાની,
તેમની શક્તિ પર,સંયમ કરવાથી "ભૂત-જય" (પંચ-ભૂત-જય) થાય છે. (૪૪)
- ततोऽणिमादिप्रादुर्भावः कायसंपत् तद्धर्मानभिघातश्च (૪૫)
તેમાંથી અણિમા-વગેરે સિદ્ધિઓ ,"કાય-સંપત" (રૂપ,લાવણ્ય,બળ અને દૃઢતા))
અને શરીરના ગુણો નું અભેદ-પણું આવે છે (૪૫)
જયારે યોગી અષ્ટ-સિદ્ધિઓ મેળવે ત્યારે તે -પોતાને એક કણ જેટલો બારીક કે પર્વત જેટલો વિશાળ,
અથવા,પૃથ્વી જેટલો ભારે કે હવા જેવો હળવો -બનાવી શકે.તે ધારે ત્યાં જઈ શકે,તે ધારે તેને કાબૂમાં લઇ શકે,
તે ઈચ્છે તે વસ્તુ પર વિજય મેળવી શકે અને તેની સઘળી ઈચ્છાઓ તેની મરજી મુજબ પુરી થાય.(45)