- ध्रुवे तद्गतिज्ञानम् (૨૮)
ધ્રુવ-તારા પર સંયમ કરવાથી તારા ઓની ગતિનું જ્ઞાન થાય છે. (૨૮)
- नाभिचक्रे कायव्यूहज्ञानम् (૨૯)
નાભિ-ચક્ર પર સંયમ કરવાથી શરીર ની રચના નું જ્ઞાન મળે છે.(૨૯)
- कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः (૩૦)
કંઠ ના પોલાણ પર સંયમ કરવાથી ભૂખ-તરસ મટી જાય છે.(૩૦)
- कूर्मनाड्यां स्थैर्यम् (૩૧)
કૂર્મનાડી પર સંયમ કરવાથી શરીર ની સ્થિરતા આવે છે. (૩૧)
- मूर्धज्योतिषि सिद्धदर्शनम् (૩૨)
મસ્તકમાં રહેલી જ્યોતિ ઉપર સંયમ કરવાથી-
સિદ્ધો (દેવ અને માનવ વચ્ચે ની એક શ્રેણી ના જીવો) ના દર્શન થાય છે. (૩૨)
- प्रातिभाद् वा सर्वम् (૩૩)
અથવા પ્રતિભા વડે સર્વ જ્ઞાન મળે છે.(૩૩)
જે મનુષ્યમાં "પ્રતિભા" એટલે કે પવિત્રતા ને પરિણામે આવતો સ્વાભાવિક જ્ઞાન-પ્રકાશ હોય-
તેનામાં "સંયમ-વિના" પણ આ બધી સિદ્ધિઓ આવે છે.
"પ્રતિભા" ના જ્ઞાન-પ્રકાશ આગળ બધી બાબતો તેની પાસે દીવા જેવી થઇ જાય છે.અને
સર્વ વસ્તુઓ નું જ્ઞાન તેને "સંયમ" કર્યા વિના પણ આવી જાય છે.
- हृदये चित्तसंवित् (૩૪)
હૃદય પર સંયમ કરવાથી બીજાના મન નું જ્ઞાન થાય છે. (૩૪)
- सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः परार्थत्वात् स्वार्थसंयमात् पुरुषज्ञानम् (૩૫)
પરસ્પર સંપૂર્ણ રીતે જુદાં -એવા- "બુદ્ધિ અને આત્મા" ના ભિન્નતા (તે જુદા છે-તેમ) ના જ્ઞાન ના અભાવે-
"વિષયો" નો ભોગ થાય છે.બુદ્ધિ ની "પુરુષ ને ભોગ આપનારી" (પરાર્થ) અવસ્થા થી જુદી-
એટલે "પુરુષ ને જ વિષય કરનારી" અવસ્થા (સ્વાર્થ) પર સંયમ કરવાથી "પુરુષ" નું જ્ઞાન થાય છે. (૩૫)