- शब्दार्थप्रत्ययानाम् इतरेतराध्यासात् संकरः तत्प्रविभागसंयमात् सर्वभूतरुतज्ञानम् (૧૭)
શબ્દ-અર્થ અને જ્ઞાન કે-જે ત્રણે પરસ્પર સેળભેળ (મિશ્રિત) થઈને રહેલા છે તેમના અલગ અલગ-
સ્વરૂપ પર "સંયમ" કરવાથી સર્વ પ્રાણીઓ ની ભાષાનું જ્ઞાન થાય છે. (૧૭)
શબ્દ એટલે બહારનું કારણ (કંપન),અર્થ એટલે ઇન્દ્રિયો દ્વારા મગજ સુધી જતું અંદરનું સ્પંદન,
(કે જે બાહ્ય સંવેદન ને મન સુધી પહોંચાડે છે )
અને જ્ઞાન એટલે મન ની પ્રતિક્રિયા કે જે થવાની સાથે જ અનુભવ થાય છે.
અને આ ત્રણે નું મિશ્રણ એટલે આપણા ઇન્દ્રિય-ગોચર "વિષયો"
એટલે એમ પણ કહી શકાય કે-શબ્દ કે જેનું આપણને જ્ઞાન થાય છે તે-કંપન-સંવેદન અને પ્રતિક્રિયા-
એ ત્રણે નું મિશ્રણ છે કે જે સામાન્ય રીતે છૂટાં પાડી ના શકાય તેવાં છે.
પરંતુ અભ્યાસ (સંયમ) ને પરિણામે યોગી તેમણે અલગ-અલગ કરી શકે છે.અને સિદ્ધિ મેળવે છે,
કે જેનાથી તે કોઈ પણ "અવાજ" પર તેના સંયમ (સિદ્ધિ) નો પ્રયોગ કરે તો -તે અવાજ -પરથી-
તે-તેના વ્યકત થવાના અર્થ ને સમજી શકે છે,પછી ભલે ને તે અવાજ મનુષ્ય નો હોય કે પશુ નો...(સિદ્ધિ)
- संस्कारसाक्षत्करणात् पूर्वजातिज्ञानम् (૧૮)
સંસ્કારો નો સાક્ષાત્કાર કરવાથી પાછલા જન્મો નું જ્ઞાન થાય છે. (૧૮)
આપણ ને થતો એકેએક અનુભવ એ ચિત્તમાં ઉઠતા તરંગ ના રૂપમાં આવે છે.અને તે શમી જઈને
વધુ ને વધુ સૂક્ષ્મ થઇ જાય છે પણ સંપૂર્ણ પણે નાશ પામતો નથી.અને અતિ-સૂક્ષ્મ સ્વરૂપમાં ચિત્તમાં
સંઘરાઈ રહે છે,હવે જો તે સૂક્ષ્મ- તરંગ ને આપણે ફરીથી ઉભો કરી શકીએ,તો તે "સ્મૃતિ-રૂપ" બને છે.
એટલે યોગી જો મનમાં રહેલા ભૂતકાળના સંસ્કારો પર "સંયમ" નો પ્રયોગ કરી શકે તો-
તેણે તેના સઘળાં પાછલા જન્મો ની સ્મૃતિ આવવા લાગશે. (સિદ્ધિ)
- प्रत्ययस्य परचित्तज्ञानम् (૧૯)
બીજાના શરીર પરનાં ચિહ્નો પર "સંયમ" કરવાથી તેના મનના સ્વભાવ નું જ્ઞાન થાય છે, (૧૯)
દરેક મનુષ્ય ના શરીર પર ખાસ-ખાસ ચિહ્નો હોય છે,કે જેનાથી તે બીજા મનુષ્ય થી જુદો તરી આવે છે,
જયારે યોગી આ ચિહ્નો પર "સંયમ" નો પ્રયોગ કરે -ત્યારે તે વ્યક્તિના મન નો સ્વભાવ જાણી શકે.(સિદ્ધિ)
- न च तत् सालम्बनं तस्याविषयीभूतत्वात् (૨૦)
પણ યોગી તે વ્યક્તિના મનની અંદરની બાબતો જાણી શકતો નથી,કારણકે તે સંયમ નો વિષય નથી (૨૦)
મન ની અંદરની બાબતો જાણવા બે પ્રકારના સંયમ ના પ્રયોગ ની જરૂર પડે છે.
એક તો શરીરના ચિહ્નો પર નો સંયમ અને બીજો ખુદ ના મન પર નો સંયમ.
અને ત્યાર પછી યોગી એ મન ની અંદર હોય તે સઘળું જાણી શકે છે. (સિદ્ધિ)