Dec 1, 2014

પતંજલિના યોગસૂત્રો-49-Yogsutra of Patanjali-Gujarati

  • एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः (૧૩)

આમ,પંચભૂતો માં અને ઇન્દ્રિયોમાં "ધર્મ-લક્ષણ અને અવસ્થા" રૂપી પરિણામની વ્યાખ્યા થઇ જાય છે.(૧૩)
આગળ સૂત્ર-૯-૧૧-૧૨ માં જણાવ્યા પ્રમાણે -
ચિત્ત -નિરોધ વૃત્તિમાં પરિણામ પામે છે,તે ધર્મ-પરિણામ.
તે ચિત્ત કાળ (ભૂત-ભવિષ્ય-વર્તમાન) માં થઈને પસાર થાય તે-લક્ષણ-પરિણામ,અને
આ વૃત્તિઓ એક જ કાળ (ધારોકે વર્તમાન કાળ)માં જ તેમની તીવ્રતા કે મૃદુતા પ્રમાણે-
જે પરિણામ પામે તે-અવસ્થા પરિણામ.

આ સૂત્રો ના આગળ ના સૂત્રોમાં જે "એકાગ્રતા" નો ઉપદેશ આપવામાં આવ્યો છે,તે યોગીને પોતાના
ચિત્ત ની વૃત્તિઓ પર સ્વેચ્છા-પૂર્વક નો કાબૂ મેળવવા માટે નો છે,અને એ સ્વેચ્છા-પૂર્વકના કાબૂ વડે જ
યોગી "સંયમ" (પ્રકરણ-૩-સૂત્ર-૪) કરવાને શક્તિમાન થાય છે.

  • शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी  (૧૪)

ભૂતકાળનાં (શાંત) વર્તમાનકાળનાં (ઉદિત) અને ભવિષ્યકાળનાં (અવ્યપદેશ) -
પરિવર્તનો (ધર્મો) જેનામાં થાય તે "ધર્મી"  (૧૪)

"ધર્મી" એટલે કે એક એવું તત્વ-કે જેના પર કાળ અને સંસ્કારો ની ક્રિયા (પરિવર્તનો) થતાં રહે,
અને જે હંમેશાં નવે જ રૂપે વ્યક્ત થતું રહે.

  • क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः  (૧૫)

પરિણામો (ઉપર જણાવેલ ત્રણ -ધર્મ-લક્ષણ-અવસ્થા) માં થતા
પરિવર્તનો નું કારણ- એ  ક્રમ માં થતું પરિવર્તન છે (૧૫)

  • परिणामत्रयसंयमाद् अतीतानागतज्ञानम्  (૧૬)

આ ત્રણ પ્રકારનાં પરિણામો પર "સંયમ" (નો પ્રયોગ) કરવાથી,
ભૂતકાળ અને ભવિષ્યકાળ નું જ્ઞાન થાય છે. (૧૬)

અહીં ફરીથી એકવાર "સંયમ" ની વ્યાખ્યા યાદ કરવી જરૂરી બને છે.આગળ આવી ગયા મુજબ-
મન જયારે એવી અવસ્થામાં આવે કે-જેમાં તે બાહ્ય-આકાર ને છોડી દઈને તેના અંદરના "સંસ્કાર" સાથે,
તદ્રુપ થઇ જાય,અને લાંબા કાળ ના અભ્યાસ ને પરિણામે તે "સંસ્કાર" જ મનમાં પકડાઈ રહે, વળી,
મન જો એક જ ક્ષણ માં તે સ્થિતિમાં આવી જઈ શકે-તે સ્થિતિ ને "સંયમ" કહેવાય.

આ અવસ્થા (સંયમ) માં આવી ગયેલ મનુષ્ય-જો બુતકાળ અને ભવિષ્યકાળ ને જાણવાની સિદ્ધિ ઈચ્છે-
તો-તેણે "સંસ્કારો"માં થતા પરિવર્તનો (પ્રકરણ-૩-સૂત્ર-૧૩) પર સંયમ કરવો પડે.
કેટલાક સંસ્કારો અત્યારે વર્તમાન માં ક્રિયાશીલ છે,કેટલાકની ક્રિયા ભૂતકાળમાં પુરી થઇ ગઈ છે,અને
કેટલાક ક્રિયાશીલ થવાના બાકી છે, અને તેથી આ "સંસ્કારો" (ત્રણ પ્રકારનાં પરિણામો) પર "સંયમ" કરવાથી
યોગી ભૂતકાળ અને ભવિષ્યકાળ ને જાણી શકે છે. (સિદ્ધિ)



   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE