- व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः (૯)
જયારે વ્યુત્થાન સંસ્કારો (મન ની ચંચળતા) દબાઈ જાય અને (મનના) નિરોધ-સંસ્કારો ની ઉત્પત્તિ થાય,
ત્યારે તે સમયમાં -ચિત્ત ની સ્થિતિ ને "નિરોધ-પરિણામ" (નિરોધ નું પરિણામ) કહેવામાં આવે છે, (૯)
સમાધિ ની આ પ્રથમ ભૂમિકામાં મન ની વૃત્તિઓ દબાઈ ગઈ હોય છે,પણ પૂરેપૂરી રીતે નહિ.
કારણકે જો તે સંપૂર્ણ રીતે દબાઈ ગઈ હોત તો,તે વૃત્તિઓ -તે પછી-જરાય ઉઠત નહિ.
જો ઇન્દ્રિયો દ્વારા મન ને બહાર દોડી જવા પ્રેરે તેવી કોઈ વૃત્તિ ઉઠે-અને -જો યોગી તેનો નિરોધ કરવાનો
પ્રયત્ન કરે -તો તે નિરોધ પોતે જ-એક "વૃત્તિ-રૂપ" હોય,એટલે એક મોજાં ને બીજા મોજાં થી દબાવવા
જેવું જ થાય,અને જો આમ થાય તો તે સાચી સમાધિ ના કહેવાય (કે જેમાં બધી વૃત્તિઓ શમી જાય છે)
કારણકે "નિરોધ" પોતે જ એક મોજું છે.
અમ છતાં પણ,આ નીચલા (પ્રથમ) કોટિ ની સમાધિ,એ મનમાં વૃત્તિઓ ઉછળતી હોય તેના કરતાં તો
વધુ સારી છે અને જેથી તે (નીચલા કોટીની સમાધિ) ઉચ્ચ કોટીની સમાધિની વધુ નજીક છે.
- तस्य प्रशान्तवाहिता संस्कारात् (૧૦)
તે (સંયમ) નો પ્રવાહ,(સતત-સાધનાની) ટેવ ને પરિણામે સ્થિર થાય છે. (૧૦)
મનના " નિરંતર સંયમ" નો પ્રવાહ,તેની (તે સમાધિની) રોજ રોજ સાધના કરવાથી, સ્થિર થાય છે,
અને મનમાં અખંડ ધ્યાન ની શક્તિ આવે છે.
- सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः (૧૧)
ચિત્ત ની "સર્વ વિષયો" ને એકી સાથે ગ્રહણ કરવાની શક્તિ અટકી જાય અને "એક જ વિષય" પર,
એકાગ્ર થવાની શક્તિ પ્રગટે,ત્યારે તે સ્થિતિને ચિત્તની "સમાધિ-અવસ્થા" થઇ એમ કહેવાય. (૧૧)
મન ની ચંચળ અવસ્થા એવી છે કે તે વિવિધ વિષયો ને એકી સાથે પકડે છે,અને તરેહતરેહ વસ્તુઓમાં
દોડ્યા કરે છે,આ તેની નીચામાં નીચી અવસ્થા છે,પણ,મન ની એક એવી ઉંચી અવસ્થા કે--જયારે-
તે (મન) બીજા બધા વિષયોને બાદ કરી દઈને માત્ર એક જ વિષય પર સ્થિર થાય તેને સમાધિ કહે છે.
- ततः पुनः शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः (૧૨)
જયારે શમી ગયેલી,અને,વર્તમાનમાં (હાલમાં) ઉત્પન્ન થયેલી વૃત્તિ (એકાગ્રતા)
એકસરખી રીતે અનુભવવામાં આવે ત્યારે તેને "ચિત્ત નું પરિણામ" કહેવાય (૧૨)
મન એકાગ્ર થયું છે કે નહિ તે જાણવું શી રીતે?
મન એકાગ્ર થાય એટલે સમય નો ખ્યાલ ચાલ્યો જાય,અને ખ્યાલ રહ્યા વગર જેટલો વધુ સમય
ચાલ્યો જાય તેટલી એકાગ્રતા વધારે.
દાખલા તરીકે આપણને કોઈ પુસ્તક વાંચવામાં રસ પડે છે,ત્યારે આપણને સમયનો બિલકુલ ખ્યાલ રહેતો નથી,અને જયારે આપણે પુસ્તક મુકીએ ત્યારે કેટલા કલાક ચાલ્યા ગયા તે જોઈને આપણ ને નવાઈ લાગે છે,અને તેટલો સમય જાણે એક "વર્તમાન" થઈને ઉભો રહી જાય છે.
એટલે વ્યાખ્યા આપવામાં આવી છે-કે-ભૂતકાળની અને વર્તમાન ની વૃત્તિઓ એકજ સમય પર ઉભી રહે,
ત્યારે તે મન એકાગ્ર થયું કહેવાય.