- तज्जयात् प्रज्ञालोकः (૫)
આ "સંયમ" માં સિદ્ધ થવાથી "જ્ઞાન" નો પ્રકાશ થાય છે. (૫)
યોગી જયારે આ "સંયમ" સિદ્ધ કરવામાં સફળ થાય છે-ત્યારે સર્વ વિભૂતિઓ તેને સ્વાધીન થાય છે.
અને આમ આ "સંયમ" એ જ યોગી નું મહાન સાધન છે.
જ્ઞાન ના વિષયો અનંત છે,અને તેઓ- (1) સ્થૂળ,વધુ સ્થૂળ અને સૌથી સ્થૂળ-અને-
(2) સૂક્ષ્મ,વધુ,સૂક્ષ્મ અને સૌથી સૂક્ષ્મ-એવા વિભાગોમાં વહેંચાયેલા છે.
એટલે-આ "સંયમ" પ્રથમ સ્થૂળ વિષયો પર કરવો જોઈએ,અને જયારે સ્થૂળ વસ્તુઓનું જ્ઞાન પ્રકાશિત
થવા લાગે,પછી ક્રમે-ક્રમે તેનો પ્રયોગ વધુ સૂક્ષ્મ વસ્તુ પર કરવો જોઈએ.
- तस्य भूमिषु विनियोगः (૬)
એ "સંયમ" નો ઉપયોગ -ક્રમે-ક્રમે કરવાનો છે. (૬)
અતિ ઝડપથી આગળ વધી જવાનો -પ્રયત્ન કરવો નહિ-(આ ચેતવણી છે.)
- त्रयम् अन्तरङ्गं पूर्वेभ्यः (૭)
પહેલાંની ક્રિયાઓ (આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર) કરતાં આ ત્રણ ક્રિયાઓ (ધારણા-ધ્યાન-સમાધિ)
એ વધુ અંતરંગ (સાધનો ) છે. (૭)
પહેલાં આવી ગયેલ આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-યમ-નિયમ- તે બધાં -
આ ત્રણ અંતરંગ (ધારણા-ધ્યાન-સમાધિ) ના બાહ્ય વિભાગો છે.
જયારે મનુષ્ય આ ત્રણ (ધારણા-ધ્યાન-સમાધિ) માં સિદ્ધ થાય ત્યારે તેને સિદ્ધિઓ મળી -સર્વ-શક્તિમાન
થાય ખરો,પણ તે મુક્તિ નથી. આ ત્રણે મન ને નિર્વિકલ્પ -વૃત્તિ રહિત-કે પરિવર્તનરહિત -બનાવી શકતા નથી.પણ ફરી-પાછું શરીર ધારણ કરવું પડે તેવાં "વાસના-બીજો"ને અંદર રહેવા દે છે.
યોગી ની ભાષામાં કહીએ તો -જો તે બીજો "શેકાઈ" જાય તો પાછો અંકુર ફૂટવાની શક્યતા રહેતી નથી.
પણ આ સિદ્ધિઓ તે બીજો (વાસના-બીજો) ને શેકી શકતી નથી.(એટલે બીજું શરીર ધારણ કરવું પડે છે)
- तद् अपि बहिरङ्गं निर्बीजस्य (૮)
(આમ) આ ત્રણ (ધારણા-ધ્યાન-સમાધિ) પણ "નિર્બીજ-સમાધિ" ની સરખામણીમાં "બાહ્ય" છે. (૮)
એટલે કે યોગી હજુ ખરી (સર્વોચ્ચ) સમાધિએ પહોંચ્યો નથી.પણ હજુ તે નીચેની ભૂમિકા માં જ છે,
એમ કહેવાય કે જેમાં આ વિશ્વ આપણે જેવું જોઈએ છીએ તેવું જ હયાતી ધરાવે છે,અને
જેમાં (જે આ અવસ્થામાં) બધી "સિદ્ધિઓ" રહેલી છે.