(૩) વિભૂતિ-પાદ (૫૫-સુત્રો)-યોગ-સિદ્ધિઓ નું વર્ણન
- देशबन्धश्चित्तस्य धारणा (૧)
ધારણા એટલે અમુક ખાસ વસ્તુ (કે-વિષય) પર ચિત્તને સ્થિર કરવું. (૧)
મન જયારે કોઈ "એક વસ્તુ" પર (પછી તે "વસ્તુ" ભલે શરીર ની અંદર ની હોય કે શરીર ની બહારની હોય)
પર સ્થિર થાય અને તે અવસ્થામાં ચોંટી (સ્થિર) રહે ત્યારે તેને "ધારણા" કહેવામાં આવે છે.
દાખલા તરીકે-શરીર નો કોઈ એક ખાસ ભાગ-જેવો કે-મસ્તક ની ટોચ કે કપાળ ની મધ્યમા કે હૃદય પર -
મન સ્થિર રહેવાનો પ્રયાસ કરે અને મન જો તે એક ભાગ -દ્વારા જ સંવેદનો લેવામાં સફળ થાય-સ્થિર થાય.
(બીજા કોઈ ભાગ દ્વારા નહિ) તો તે "ધારણા" કહેવાય છે.
- तत्र प्रत्ययैकतानता ध्यानम् (૨)
એ વસ્તુ (કે વિષય) સાથે એકતાનતા થઇ તે વસ્તુના જ્ઞાન નો અખંડ પ્રવાહ વહે -તેનું નામ ધ્યાન. (૨)
જયારે મન એ સ્થિતિમાં "અમુક સમય સુધી" સ્થિર રહેવામાં સફળ થાય તે-"ધ્યાન"
- तद् एवार्थमात्रनिर्भासं स्वरूपशून्यम् इव समाधिः (૩)
તે "ધ્યાન" જયારે તે વસ્તુ (કે વિષય) નાં બાહ્ય-રૂપો ને છોડી દઈને કેવળ અર્થ ને જ પ્રકાશિત કરે,
ત્યારે તેને "સમાધિ" કહેવામાં આવે છે. (૩)
જયારે ક્રમે-ક્રમે મન ને કોઈ વસ્તુ પર એકાગ્ર કરવામાં સફળતા મેળવી,અને પછી તે વસ્તુ ના માત્ર
સંવેદનો ને જ (તેના આકાર રૂપે નહિ) અનુભવવી,એટલે કે-તે વસ્તુ ના કોઈ પણ આકાર રૂપે વ્યક્ત થયા વિના,તે વસ્તુ ના અર્થ નો જ અનુભવ કરવામાં આવે તો-તે ધ્યાન ની અવસ્થાને "સમાધિ" કહેવામાં આવે છે.
- त्रयम् एकत्र संयमः (૪)
ઉપરની ત્રણેય ક્રિયાઓ (ધારણા-ધ્યાન-સમાધિ) જયારે એક જ વસ્તુ પર કરવામાં આવે -
ત્યારે તેને "સંયમ" એવું નામ આપવામાં આવે છે. (૩)
જયારે કોઈ મનુષ્ય પોતાના મનને કોઈ ખાસ વસ્તુ (કે વિષય) પર લગાડીને તેને ત્યાં ચોંટાડી શકે,
અને પછી તે વસ્તુ (કે વિષય) ના આંતરિક વિભાગ થી તેના બાહ્ય આકાર ને અલગ પાડીને,
તે આંતરિક વિભાગ (અર્થ) પર લાંબા સમય સુધી સ્થિર રાખી શકે -તેને "સંયમ" કહેવામાં આવે છે.
અથવા,ધારણા,ધ્યાન અને સમાધિ-એ ત્રણેય ક્રિયાઓ જયારે એક બીજી ને અનુસરીને એક-રૂપ થઇ જાય-
ત્યારે તેને "સંયમ" કહેવામાં આવે છે.કે જેમાં વસ્તુ કે વિષય નો બાહ્ય આકાર અદૃશ્ય થઇ જાય,અને
ફક્ત તેનો "અર્થ" જ મનમાં રહે છે.