Nov 27, 2014

પતંજલિના યોગસૂત્રો-45-Yogsutra of Patanjali-Gujarati

  • धारणासु च योग्यता मनसः  (૫૩)

અને મન "ધારણા" ને માટે યોગ્ય બને છે.(આ આવરણ દૂર થતાં મન ને એકાગ્ર કરી શકાય છે) (૫૩)

  • स्वस्वविषयासंप्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः (૫૪)

"પ્રત્યાહાર" એટલે ઇન્દ્રિયોનો -તેમના પોતપોતાના વિષયો નો ત્યાગ અને જાણે કે-ચિત્ત નો આકાર ધરવો.

ઇન્દ્રિયો એ જે કંઈ (વિષય) તેની સામે આવે ત્યારે તેમાં તદ્રુપ ના થતાં તેનો ત્યાગ કરે તો કોઈ પણ
તરંગ મન ને ના મળતાં તે શાંત રહેશે-તેનું નામ "પ્રત્યાહાર" (પાછા વળવું)

  • ततः परमा वश्यतेन्द्रियाणाम्  (૫૫)

તેથી ઇન્દ્રિયો પર નો સંપૂર્ણ કાબૂ આવે છે.  (૫૫)

જયારે યોગી ઇન્દ્રિયો ને બાહ્ય-વિષયો નો આકાર લેતી અટકાવે,ત્યારે મન શાંત થઇ ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ આવે છે.અને જયારે ઇન્દ્રિયો કાબૂમાં હોય ત્યારે દરેક માંસ-પેશી અને દરેક જ્ઞાન-તંતુ પણ કાબૂમાં આવે છે,
કારણકે-ઇન્દ્રિયો જ સઘળાં સંવેદનો (જ્ઞાનેન્દ્રિયોથી) અને સઘળી ક્રિયાઓ (કર્મેન્દ્રિયોથી) ના કેન્દ્ર છે.
એટલે જયારે ઇન્દ્રિયો પર કાબૂ આવે ત્યારે -તે યોગી-સઘળી લાગણીઓ (સંવેદનો) અને ક્રિયાઓ ને
કાબૂમાં કરી ને આખા શરીર પર કાબૂ કરે છે,અને ત્યારે તે-ધન્ય બની જીવન ધારણ કરવા નો આનંદ મેળવે છે.અને તે વખતે-તેને શરીર ની અદભૂતતા નો ખ્યાલ આવી જાય છે.





સાધનપાદ -સમાપ્ત





   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE