- स्वाध्यायाद् इष्टदेवतासंप्रयोगः (૪૪)
"સ્વાધ્યાય" (અહીં મંત્ર-જપ-વગેરે) થી ઇષ્ટ-દેવતા કે દેવો નો સાક્ષાત્કાર થાય છે. (૪૪)
જેટલા વધુ ઉચ્ચ કોટિના દેવતાના દર્શન ની ઈચ્છા- તેટલી સાધના વધુ કઠણ.(દેવ-એ "બ્રહ્મ" નથી)
- समाधिसिद्धिरीश्वरप्रणिधानात् (૪૫)
પણ- ઈશ્વર (બ્રહ્મ) ને સર્વ "સમર્પણ" કરવાથી સમાધિ પ્રાપ્ત થાય છે,અને
ઈશ્વર ને આત્મ-સમર્પણ કરવાથી સમાધિમાં સિદ્ધ થવાય છે. (૪૫)
- स्थिरसुखम् आसनम् (૪૬)
જે સ્થિતિમાં સ્થિર થઈને સુખ-પૂર્વક બેસી શકાય તે "આસન". (૪૬)
જ્યાં સુધી આસન સ્થિર નાં થાય ત્યાં સુધી આગળ ની પ્રાણાયામ,ધ્યાન -વગેરે બીજી ક્રિયાઓ ના થઇ શકે.
"આસન ની સ્થિરતા" નો અર્થ એ છે કે-શરીર નું ભાન જરાય થાય નહિ. (રહે નહિ)
સામાન્ય રીતે આપણે થોડીક મિનિટ બેસીએ -કે તરત જ શરીરમાં તરેહ-તરેહ ની ચંચળતા ઉભી થવા માંડે છે.
યોગીઓ કહે છે કે-
પણ જયારે સ્થૂળ શરીરના ભાન થી પર થવાય તો શરીર નો સઘળો ખ્યાલ જ જતો રહે છે.અને
પછી સુખ-કે દુઃખ નો અનુભવ થતો નથી.અને જયારે દેહભાન પાછું આવે,ત્યારે સાધક ને એમ લાગે છે કે
તેના શરીર ને ખૂબ આરામ મળ્યો છે.શરીર ને આપી શકાય તેવો સંપૂર્ણ માં સંપૂર્ણ આરામ આ જ છે.
જયારે શરીર પર વિજય મેળવવામાં સફળ થવાય ત્યારે સર્વ-ક્રિયા સ્થિર થાય.પણ જો શરીર ની ચંચળતા
ખલેલ પાડે તો ત્યારે જ્ઞાનતંતુઓ ક્ષુબ્ધ થાય અને મનને એકાગ્ર કરી શકાય નહિ.
એટલે શરૂઆતમાં શરીર ને અનુકૂળ આવે તેવું આસન ધારણ કરવું જોઈએ કે જે આસનમાં લાંબા સમય
સુધી બેસવા છતાં શરીર ને આળસ કે કોઈ દુખાવા ન થાય.(અમુક જ આસન ની મુદ્રા જોઈએ તે જરૂરી નથી)
- प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् (૪૭)
સ્વાભાવિક (ચંચળતાની) વૃત્તિ ને નરમ પડવાથી તથા અનંત નું ધ્યાન કરવાથી,
આસન સ્થિર અને આરામ-દાયક બને છે. (૪૭)
અનંત નું ધ્યાન કરવાથી આસન સ્થિર થઇ શકે છે,શરૂઆતમાં ભલે,કોનાથી, અનંત-પરમાત્મા નું
ધ્યાન થઇ શકતું ના હોય,પણ અનંત આકાશ નું ધ્યાન તો સર્વ કોઈ કરી શકે !!
- ततो द्वन्द्वानभिघातः (૪૮)
આસન-જય (આસન પર વિજય) થયો -એટલે દ્વંદો વિઘ્નો કરી શકતાં નથી. (૪૮)
દ્વંદો-એટલે-સારું-નરસું,ઠંડી-ગરમી,સુખ-દુઃખ-વગેરે જેવા એકબીજા થી ઉલ્ટી વસ્તુઓનાં જોડકાં.
આસન-સ્થિર બને એટલે આ દ્વંદો -કોઈ પણ ખલેલ (વિઘ્ન) કરી શકતાં નથી.