- अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् (૩૭)
"અસ્તેય" (ચોરી નહિ કરવી તે) માં દૃઢ થવાથી સર્વ રત્નો યોગી પાસે આવે છે. (૩૬)
પ્રકૃતિ થી જેટલા દૂર ભાગવામાં આવે તેટલી તે વધુ પાછળ પડે છે,પણ જો તેની બિલકુલ પરવા
કરવામાં ના આવે તો તે ગુલામ થઈને રહે છે.
- ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः (૩૮)
"બ્રહ્મચર્ય" માં સ્થિર થવાથી "શક્તિ" મળે છે. (૩૮)
બ્રહ્મચર્ય દ્વારા પ્રબળ મગજ-શક્તિ ખીલે છે.અને અણનમ ઈચ્છા-શક્તિ વિકસે છે.બ્રહ્મચર્ય વડે માનવજાતિ પર અદભૂત પ્રભાવ મેળવી શકાય છે.આધ્યાત્મિક આચાર્યો બ્રહ્મચર્ય-પરાયણ હતા.
- अपरिग्रहस्थैर्ये जन्मकथंतासंबोधः (૩૯)
"અપરિગ્રહ" (દાન ન સ્વીકારવું) માં દૃઢ થવાથી પાછલા જન્મો ની સ્મૃતિ થાય છે. (૩૯)
મનુષ્ય જયારે બીજા પાસેથી કંઈ (જેમ કે દાન) સ્વીકારતો નથી,ત્યારે તે બીજાઓના ઉપકાર નીચે આવતો નથી.અને તેથી તે સ્વતંત્ર અને મુક્ત રહે છે.તેનું મન પવિત્ર થાય છે.
જયારે જયારે દાન લેવામાં આવે છે ત્યારે ત્યારે લેનારનું મન દેનાર ના ખરાબ સંસ્કારો થી ખરડાય છે.
અપરિગ્રહ થી પાછલા જન્મ ની સ્મૃતિ ની સિદ્ધિ મળે છે.
- शौचात् स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः (૪૦)
"શૌચ" (બાહ્ય અને આંતરિક-શુદ્ધિ) દૃઢ થવાથી પોતાના શરીર પ્રત્યે ધૃણા ઉપજે છે,
અને બીજા સાથે સંસર્ગ નહિ રાખવાની વૃત્તિ પેદા થાય છે. (૪૦)
- सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च (૪૧)
(તેમજ) શૌચ થી ચિત્ત ની શુદ્ધિ,મન ની પ્રસન્નતા,એકાગ્રતા,ઇન્દ્રિય-જય (ઇન્દ્રિયો પર વિજય) તથા,
આત્મ-દર્શન માટે ની યોગ્યતા-વગેરે ગુણો આવે છે. (૪૧)
- संतोषाद् अनुत्तमः सुखलाभः (૪૨)
"સંતોષ" થી સર્વોત્તમ સુખ ની પ્રાપ્તિ થાય છે. (૪૨)
- कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात् तपसः (૪૩)
"તપ" વડે અશુદ્ધિ નો નાશ થવાથી શરીર અને ઇન્દ્રિયો ની સિદ્ધિઓ આવે છે. (૪૩)
તપનાં પરિણામ તરત જ નજરે ચડે છે-જેવાકે-દૂર-દર્શન, દૂર-શ્રવણ....વગેરે.