- अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः (૩૦)
- जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम् (૩૧)
અહિંસા,સત્ય,અસ્તેય,બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-ને "યમો" કહેવામાં આવે છે. (૩૦)
આ યમો જયારે જાતિ,દેશ,કાળ અને પરિસ્થિતિ થી બંધાયા વિના લાગુ પાડવામાં આવે-
ત્યારે તે "મહાવ્રત" કહેવાય છે.
- शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः (૩૨)
(બાહ્ય અને આંતર) શુદ્ધિ,સંતોષ,તપ,સ્વાધ્યાય અને ઈશ્વર-પૂજન -એ "નિયમો" છે. (૩૨)
- वितर्कबाधने प्रतिपक्षभावनम् (૩૩)
યોગમાં પ્રતિબંધક વિચારો ને અટકાવવા માટે તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવું. (૩૩)
"નિયમો" તરીકે જે સદગુણો નો ઉલ્લેખ કર્યો,તેમનો અભ્યાસ કરવાનો રસ્તો એ છે કે-
તેમના વિરોધી વિચારો નું ચિંતન કરવું.
દાખલા તરીકે-મનમાં ગુસ્સો આવ્યો હોય તો તે ગુસ્સાનો વિરોધી વિચાર-તરંગ -એટલેકે પ્રેમ ની ભાવના
મનમાં લાવવો. તે જ પ્રમાણે ચોરી કરવાનો વિચાર આવે તો અસ્તેય નો વિચાર મનમાં લાવવો,અને
દાન લેવાનો વિચાર આવે તેને અપરિગ્રહ ની ભાવના થી દાબી દેવો જોઈએ.
- वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका
मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् (૩૪)
યોગમાં આવતા પ્રતિબંધો-એટલે કે -હિંસા ,અસત્ય-વગેરે -માં -દાખલા તરીકે-હિંસા,
જો પોતે કરી હોય,કે બીજા પાસે કરાવી હોય કે બીજું કોઈ કરતુ હોય તેને અનુમોદન આપ્યું હોય,
તો તે પણ અનંત દુઃખ અને અજ્ઞાન લાવે છે.
જે પ્રતિબંધો,લોભથી,ક્રોધથી કે મોહ થી ઉત્પન્ન થયા હોય તે ભલે ધીમા,મધ્યમ કે જોરદાર હોય,
તો તે પણ અનંત દુઃખ અને અજ્ઞાન લાવે છે,અને
એવી ભાવનાઓ ને વિરોધી વિચારો નું ચિતવન કહે છે. (૩૪)
- अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः (૩૫)
"અહિંસા" માં પ્રતિષ્ઠિત (દૃઢ) થવાથી,તે(યોગી)ની હાજરીમાં સૌ કોઈમાંથી વેરભાવ નીકળી જાય છે.(૩૫)
જે યોગી બીજો પ્રત્યે અહિંસા ના આદર્શ માં દૃઢ થાય તો તેની પાસે હિંસક પ્રાણીઓ પણ શાંત થઇ જાય છે,
એવા યોગી ની પાસે વાઘ અને ઘેટું એક સાથે રમશે.
- सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् (૩૬)
"સત્ય" માં પ્રતિષ્ઠિત થવાથી યોગી કર્મો કર્યા વિના કર્મો ના ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવે છે (૩૬)
જયારે યોગીમાં "સત્ય" ની શક્તિ દૃઢ થશે,ત્યારે તે સ્વપ્નમાં યે જુઠ્ઠું નહિ બોલે,અને મન-વચન-કાયાથી
સત્ય નું જ આચરણ કરશે.અને ત્યારે તે જે કંઈ બોલાશે તે સાચું પડે છે.
જેમ કે તે કોઈને આશીર્વાદ આપે કે-"તમારું કલ્યાણ થાઓ' કે "તારો રોગ મટી જાઓ" તો
તે મનુષ્ય નું જરૂર કલ્યાણ થાય છે કે તેનો રોગ મટી જાય છે.