-બીજી ભૂમિકામાં સર્વ પ્રકારનાં દુઃખો ની નિવૃત્તિ થાય છે,ત્યાર પછી આ દુનિયામાંની આંતરિક કે બાહ્ય -
કોઈ પણ વસ્તુ આપણ ને દુઃખી કરી શકશે નહિ.
-ત્રીજી ભૂમિકા છે-પૂર્ણ જ્ઞાન ની પ્રાપ્તિ.આપણામાં સર્વજ્ઞતા આવશે.
-ચોથી ભૂમિકા માં વિવેક-દ્વારા સઘળાં કર્તવ્યો ની સમાપ્તિ નો અનુભવ થશે.
-પાંચમી ભૂમિકામાં જેને "ચિત્ત નો મોક્ષ" કહે છે તે અવસ્થા આવે છે-જેમાં અનુભવ થાય છે કે-
જેવી રીતે પર્વતના શિખર પરથી પથ્થર ગબડીને ખીણમાં પડી જાય તે ફરી પાછો કદી ઉપર આવતો નથી.
તેવી રીતે આપણી સઘળી મુશ્કેલીઓ અને મથામણો અને મન ની અનિશ્ચિતતાઓ જતા રહ્યા છે.
-છઠ્ઠી ભૂમિકામાં ચિત્ત ને પોતાને જ એવો અનુભવ થશે કે-જયારે જયારે આપણે ઈચ્છા કરીએ ત્યારે ત્યારે
તે ચિત્ત તેના કારણોમાં લય પામી જાય છે.
-સાતમી (છેલ્લી) ભૂમિકામાં આપણને જણાશે કે આપણે આત્મામાં પ્રતિષ્ઠિત થયા છીએ.
સમસ્ત વિશ્વમાં એક માત્ર આપણે જ છીએ.દેહ કે મન નો આપણી સાથે કોઈ સંબંધ હતો જ નહિ.તો પછી,
તેમની સાથે જોડવાની વાત જ ક્યાં રહી?
શરીર અને મન તેમની પોતાની રીતે કાર્ય કરતાં હતા,અને આપણે અજ્ઞાન ને લીધે તેમની સાથે જોડાયેલા
માનતા હતા.પરંતુ આપણે તો એકાકી જ,સર્વશક્તિમાન,સર્વવ્યાપી અને સદા ધન્ય છીએ.
આપનો પોતાનો આત્મા એટલો બધો શુદ્ધ,પવિત્ર અને પૂર્ણ હતો કે આપણને બીજા કશાની જરૂર જ નહોતી.
આપણ ને સુખી કરવા માટે બીજા કોઈની યે ગરજ નહોતી,કારણકે આપણે પોતે જ આનંદ-સ્વ-રૂપ છીએ.
એ વખતે આપણ ને જણાશે કે આ "જ્ઞાન" બીજી કોઈ વસ્તુ પર આધાર રાખતું નથી.
વિશ્વ આખામાં એવી કોઈ વસ્તુ નહિ હોય કે જે આપણા જ્ઞાન થી પ્રકાશિત થઇ ના શકે.
અને આ છે છેલ્લી ભૂમિકા-અને ત્યાં પહોંચીને યોગી શાંત અને સ્થિર થશે,પછી તેને પીડાનો
અનુભવ નહિ થાય,તેને કદી ભ્રાંતિ નહિ થાય,તેને દુઃખ નો સ્પર્શ પણ નહિ થાય.
એણે અનુભવ થશે કે-પોતે સદા ધન્ય.સદા પૂર્ણ અને સર્વશક્તિમાન છે.
- योगाङ्गानुष्ठानाद् अशुद्धिक्षये ज्ञानदीप्तिरा विवेकख्यातेः (૨૮)
યોગના અંગોના અનુષ્ઠાન દ્વારા અશુદ્ધિ નો નાશ થવાથી જ્ઞાનનો પ્રકાશ થાય છે,
અને છેવટે વિવેક (સદ-બુદ્ધિ) આવે છે. (૨૮)
હવે જે આવે છે તે અભ્યાસ ને આચરણ માં મુકવાની વાત.
હમણાં આગળ જે વાત કહી,તે ઘણા ઉંચા પ્રકારની છે,એ છે ઘણી ઉંચી અને આપણી મગજ-શક્તિ થી
પણ ખૂબ દૂર ઉંચે છે.પણ એ આદર્શ છે.
શારીરિક અને માનસિક સંયમ મેળવવો એ પહેલું અને જરૂરી છે. અને ત્યાર પછી આપણી અનુભૂતિ
એ આદર્શમાં દૃઢ થશે.આદર્શ નુ એક વાર જ્ઞાન થાય પછી તે આદર્શ સુધી પહોંચવા -
સાધના નો અભ્યાસ કરવાનું બાકી રહે છે.
- यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टाव अङ्गानि (૨૯)
યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ-એ યોગ ના આઠ અંગ છે. (૨૯)