પ્રત્યેક આત્મા એ અપ્રગટ-રૂપે પરમાત્મા છે,અને (મનુષ્ય નું) એ ધ્યેય છે કે-
બાહ્ય તેમજ આંતર-પ્રકૃતિ પર કાબુ મેળવી ને આ (આત્માના) પરમાત્મ-ભાવ ને પ્રગટ કરવો.
ચાહે-તો તે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ કે પછી-તત્વજ્ઞાન દ્વારા-તેમાંના -કોઈ એક સાધન થી કે
આ બધાં યે સાધન થી પ્રકૃતિ પર કાબૂ મેળવીને "મુક્ત" થઇ શકાય છે.ધર્મ નું સમગ્ર "તત્વ" આ છે.
કર્મ-કાંડ,શાસ્ત્ર-ગ્રંથો,મંદિરો કે મૂર્તિઓ -એ બધાં તો ગૌણ "વિગત-માત્ર" છે.
અહીં પતંજલિ ચિત્તના નિરોધ ના દ્વારા આ ધ્યેયે પહોંચવાનું શીખવે છે.
જ્યાં સુધી આપણે પોતાને પ્રકૃતિના બંધનમાંથી મુક્ત કરી શકીએ નહિ ત્યાં સુધી આપણે તે પ્રકૃતિના
ગુલામ છીએ અને તે પ્રકૃતિ જેમ નચાવે તેમ આપણે નાચવું પડે જ છે.
યોગી કહે છે કે-જે મનુષ્ય મન (ચિત્ત) પર કાબૂ મેળવે છે તે જડ પદાર્થ પર પણ કાબૂ મેળવે છે.
આંતર-પ્રકૃતિ એ બાહ્ય-પ્રકૃતિ કરતાં ઘણા ઉંચા દરજ્જા ની છે.અને તેની સાથે લડવું,તે વધારે મુશ્કેલ છે,
તેના પર કાબૂ મેળવવો તે વધારે કઠિન છે,પણ જેને એક વખત આંતર-પ્રકૃતિ પર કાબૂ મેળવ્યો તે -
સમસ્ત જગત પર કાબૂ ધરાવે છે.જગત તેનું ગુલામ બની જાય છે.
"રાજયોગ" એ આ કાબૂ મેળવવાની રીતો (સાધનો) બતાવે છે.
શરીર એ તો "મન" નું માત્ર બહારનું પડ છે,જો કે એ બે જુદીજુદી વસ્તુઓ નથી.
અંદરના સૂક્ષ્મ બળો કે જેને "મન" કહેવામાં આવે છે,તે બહારથી સ્થૂળ દ્રવ્ય ને લે છે, અને બાહ્ય શરીર બને છે.
એટલે જો આપણી અંદરની વસ્તુ "મન" પર કાબૂ હોય,તો બાહ્ય શરીર પર કાબૂ મેળવો સહેલો છે.
- विवेकख्यातिरविप्लवा हानोपायः (૨૬)
અજ્ઞાન ના નાશ નો ઉપાય છે -નિરંતર વિવેક નો અભ્યાસ. (૨૬)
અભ્યાસ નું ખરું ધ્યેય એ છે કે-આ પુરુષ (આત્મા) એ પ્રકૃતિ નથી,જડ દ્રવ્ય નથી,અને મન પણ નથી,
એટલા માટે તે પરિવર્તન પામી શકે નહિ,એમ જાણી ને "સત્ અને અસત્" નો વિવેક કરવો.
અને નિરંતર અભ્યાસ ને પરિણામે જયારે આપણે એ વિવેક કરતાં શીખીશું,ત્યારે અજ્ઞાન નો નાશ થશે અને
પુરુષ (આત્મા) પોતાના સર્વજ્ઞ-સર્વશક્તિમાન-સર્વવ્યાપી-સ્વ-રૂપમાં પ્રકાશવા લાગશે.(જ્ઞાન)
- तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा (૨૭)
તેની (આત્માની) પ્રજ્ઞા (જ્ઞાન) સાત પ્રકારની સર્વોચ્ચ ભૂમિકાઓની છે. (૨૭)
જયારે આ જ્ઞાન આવે છે ત્યારે જાણે કે એક પછી એક એમ સાત ભૂમિકાઓ આવે છે,અને આમાંની એકની
શરૂઆત થાય ત્યારે આપણને જણાય છે કે-આપણ ને જ્ઞાન થવા લાગ્યું છે.
-પ્રથમ-ભૂમિકાએ એમ લાગશે કે -જે આપણે જાણવાનું છે તે જાણી ચુક્યા છીએ.મન નો અસંતોષ દૂર થાય છે,
જયારે આપણને જ્ઞાન ની તૃષા લાગે છે ત્યારે આપણે અહીં-તહીં-જ્યાં પણ આપણ ને લાગે કે કંઈક સત્ય-જ્ઞાન
મળી શકશે ત્યાં આપણે જ્ઞાનની શોધ શરુ કરીએ છીએ.અને ત્યાં જ્ઞાન ના મળે તો અસંતોષ થાય છે.અને
વળી પાછી કોઈ બીજી દિશામાં શોધ શરુ કરીએ છીએ.
પણ એ બધી શોધ વ્યર્થ પુરવાર થઇ છેવટે આપણ ને અનુભવ થવા લાગે છે કે-જ્ઞાન તો આપણી અંદર જ રહેલું છે.બીજું કોઈ આપણને મદદ કરી શકે તેમ નથી.અને આપણે પોતે જ પોતાને મદદ કરવાની છે.
અને જયારે આ વિવેક નો અભ્યાસ શરુ કરીએ છીએ,ત્યારે આપણે સત્ય ની નજીક જઈએ છીએ.
તેની પહેલી નિશાની એ છે કે-આપણી અસંતોષ ની લાગણી ચાલી જશે.અને આપણ ને ચોક્કસ ખાતરી
થશે કે-આપણ ને સત્ય લાધ્યું છે.અને જે સત્ય લાધ્યું છે તે સત્ય સિવાય બીજું કશું હોઈ શકે નહિ.અને
ત્યારે આપણ ને જણાય છે કે-આ જે સૂર્ય ઉગે છે,સવાર થાય છે-તે બધું આપણા માટે જ છે.
એટલે હવે હિંમત હાર્યા વગર ખંત-પૂર્વક માંડ્યા રહી ને ધ્યેયે પહોંચવાનું છે,બીજું કશું નહિ.