- कृतार्थं प्रति नष्टम् अप्यनष्टं तदन्यसाधारणत्वात् (૨૨)
જેનું ધ્યેય (સાક્ષાત્કાર) સિદ્ધ થઇ ગયું છે,તેવા મનુષ્ય ને માટે પ્રકૃતિ નાશ પામી ગઈ છે,
તેમ છતાં બીજો માટે તે (પ્રકૃતિ) સર્વ-સામાન્ય હોવાથી,તેનો નાશ થતો નથી. (૨૨)
પ્રકૃતિ ની સઘળી પ્રવૃત્તિ -એ આત્માને પોતે પ્રકૃતિ થી અલગ છે એવો અનુભવ કરાવવા માટે છે,અને,
જયારે આત્મા તે જાણે છે,ત્યાર પછી તેને પ્રકૃતિ તરફ આકર્ષણ રહે નહિ,એટલે જ જે પુરુષ મુક્ત થયો છે,
તેને જ માટે સમસ્ત-પ્રકૃતિ લોપ (નાશ) પણે છે,જયરે બીજા અસંખ્ય જીવો તો બંધન માં રહેવાના જ,
અને તેમને માટે પ્રકૃતિ પોતાનું કાર્ય કરે જવાની.
- स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः संयोगः (૨૩)
દૃશ્ય (પ્રકૃતિ) અને દ્રષ્ટા (આત્મા) એ બંને ની "શક્તિ" ના અનુભવ નું કારણ તેમનો "સંયોગ" છે. (૨૩)
પુરુષ અને પ્રકૃતિ નો જયારે સંયોગ હોય છે ત્યારે દૃશ્ય જગતની શક્તિઓ નો આવિર્ભાવ થાય છે.અને
સર્વ દ્રશ્યો પ્રગટ થાય છે.અને આ સંયોગ નું કારણ "અવિદ્યા" છે.
આપણે રોજ જોઈએ છીએ કે આપણા સુખ કે દુઃખ નું કારણ એ-આપણું દેહ સાથે નું તાદામ્ય છે.
આ શરીર એક સંયોજીત વસ્તુ છે. સમસ્ત વિશ્વ એ "જડ-દ્રવ્યો" (શરીર જેવા) નો જાણે મહાસાગર છે.
એમાંના એક પરમાણું નું નામ આપણે છીએ.તો બીજા પરમાણું નું નામ -સૂર્ય-ચંદ્ર-વગેરે છે.
આ જડ દ્રવ્યો નો સમૂહ નિરંતર પરિવર્તન પામતો રહે છે,
જે જડ દ્રવ્ય આજે સૂર્ય-રૂપે ઉત્પન્ન થયું છે તે બીજે સમયે આપણા શરીરનું ઉપાદાન દ્રવ્ય બની શકે.
- तस्य हेतुरविद्या (૨૪)
સંયોગ (પુરુષ અને પ્રકૃતિ ના) નું કારણ છે અવિદ્યા (૨૪)
આપણે અવિધા (માયા) ને લીધે જ એક-અમુક શરીર સાથે જોડાઈ ગયા છીએ.અને એ રીતે દુઃખ ને નોતર્યું છે.
હકીકતમાં આ શરીરનો ખ્યાલ -એ કેવળ વહેમ-કે-ભ્રમ છે,અને આ વહેમ જ આપણને સુખી-દુઃખી કરે છે.
આ વહેમ થી પર થવું તે આપણું કામ છે,અને તેમ કેવી રીતે કરી શકાય તે યોગી બતાવે છે.
એવું પુરવાર થયેલું છે કે-અમુક પ્રકારની માનસિક-અવસ્થાઓમાં -મનુષ્ય કદીક દાઝી જાય તો પણ તેને
પીડાનો જરાય અનુભવ થતો નથી.અને એવી માનસિક-અવસ્થા જો કેળવી શકાય તો-
આપણે આત્મા ને શરીરમાંથી કાયમ ને માટે મુક્ત કરી શકીએ.
પણ મુશ્કેલી એ છે કે-મન ની આ અવથા નો ઓચિંતો ઉછાળો -એક વંટોળિયા ની પેઠે એક ક્ષણે આવે છે,
અને બીજી ક્ષણે ચાલ્યો જાય છે.
- तदभावात् संयोगाभावो हानं तद्दृशेः कैवल्यम् (25)
યોગ-શાસ્ત્ર પ્રમાણે આત્મા એ અવિદ્યાને કારણે પ્રકૃતિ ની સાથે જોડાયેલો છે.એટલે-
આપણા પર પ્રકૃતિએ જે કાબૂ ધરાવી લીધો છે,તે- "પ્રકૃતિ" ના કાબૂને દૂર કરવો એ મનુષ્ય નુ "ધ્યેય" છે.