આ સૃષ્ટિમાંના સર્વ શરીરો તન્માત્રા (પરમાણુ) માંથી બનેલાં છે.પણ તેમના શરીરો જુદાજુદા છે,
જુદા જુદા આકારના છે,તે ભેદ (તફાવત) તેમની અંદર રહેલા તે પરમાણુ ની ગોઠવણી નો છે.
અને જો કોઈ તાકાત-વર-યોગી પોતે જ એ ગોઠવણી પોતાની રીતે કરી શકતો હોય -તો-તે-
તેની ઈચ્છા મુજબ એક કે બીજા- એવા કોઈ પણ નવા શરીર ની રચના કરી શકે.
સામાન્ય રીતે જોવામાં આવે તો, આપણે ખોરાક ખાઈએ છીએ અને આપણે જ આપણું શરીર બનાવીએ છીએ
બીજું કોઈ ખોરાક ખાય (અને આપણે ના ખાઈએ) તો આપણે લાંબુ જીવી શકીએ નહિ.
આપણે ખાધેલ ખોરાકમાંથી આપણે જ (આપણું શરીર જ ) લોહી બનાવે છે,તેને નસોમાં વહેવડાવીએ છીએ,
અને તે લોહી ને સાફ પણ કરીએ છીએ.આપણે જ આપણા શરીર ના માલિક છીએ.અને આપણે જ તે
શરીર ની અંદર રહીએ છીએ.
માત્ર તેને "પુનર્જીવન" કેમ આપવું તે "જ્ઞાન" આપણે ભૂલી ગયા છીએ. "યંત્ર-વત" બની ગયા છીએ.
જો આ શરીરને પુનર્જીવન આપવાના જ્ઞાન ને સમજણ-પૂર્વક (યોગ-વિજ્ઞાન થી) કરવામાં આવે,
અને શરીર ની રચનાને નિયમિત નિયમમાં કરવામાં (સમજવામાં) આવે તો-
જેવું આપણે આમ કરી શકીએ કે -આપણે જ આપણા શરીર ની નવ-રચના કરી શકીએ છીએ.
અને ત્યારે નહિ હોય-શરીર ને કોઈ રોગ,કે નહિ હોય શરીર ને જન્મ -કે- મૃત્યુ.
- सति मूले तद्विपाको जात्यायुर्भोगाः (૧૩)
સંસ્કાર-રૂપી મૂળ હોવાથી,તેના પરિપાક-રૂપે જન્મ,આયુષ્ય અને સુખ-દુઃખના ભોગો આવી મળે છે.(૧૩)
મૂળ-એટલે કે સંસ્કાર-રૂપી "કારણો" હોય, અને તે પ્રગટ થાય તો તે "કાર્ય" ને ઉત્પન્ન કરે છે.
જે,બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થઈને પરંપરા ચાલ્યા કરે છે-તેમ,
કારણ નો નાશ થતા તે કાર્ય-રૂપે ઉત્પન્ન થાય,અને તે કાર્ય સૂક્ષ્મ થાય એટલે તેના પછીના "કાર્ય" ના
"કારણ-રૂપ" બને છે.
અત્યારનાં આપણાં બધાં કાર્યો એ ભૂતકાળ ના સંસ્કારો નુ પરિણામ છે.તેમ,
પાછાં અત્યારનાં કાર્યો -એ-સંસ્કારરૂપ થઈને ભવિષ્ય ના કાર્યોના કારણ-રૂપ બનશે.એમ પરંપરા ચાલવાની.
તેથી આ સૂત્ર કહે છે કે-"કારણ" (સંસ્કાર-રૂપી) હોય એટલે "કાર્ય" થવાનું જ.
મૂળ હોય એટલે તેનું ફળ -જાતિ કે જન્મ ના રૂપમાં આવવાનું જ.
કોઈ-મનુષ્ય તો કોઈ પશુ,કોઈ દેવ તો કોઈ દાનવ- થાય છે.
તેવી જ રીતે જિંદગી પર કર્મ ની જુદુજુદી અસર પડે છે.કોઈ પચાસ તો કોઈ સો વર્ષ જીવે,તો
કોઈ તો વળી જન્મતાં જ કે બે ચાર વર્ષ માં મરી જાય.
આ બધી જીવન ની વિવિધતાઓ પૂર્વના કર્મ વડે થાય છે.
કોઈ એક મનુષ્ય જાણે ભોગો ભોગવવા જ જન્મ્યો હોય છે,અને જો એ જંગલમાં જઈને બેસે તો ત્યાં પણ ભોગો તેની પાછળ જ જવાના.તો બીજો મનુષ્ય જ્યાં જાય ત્યાં તેની પાછળ દુઃખો જ પડેલાં હોય છે.
આ બંને ના પૂર્વ ના કર્મો નુ ફળ છે.
યોગીઓ કહે છે કે-સઘળાં શુભ કર્મો નુ ફળ શુભ અને અશુભ કર્મો નુ ફળ દુઃખ છે.
જે કોઈ પાપ નુ આચરણ કરે તેને તેના ફળ-રૂપે દુઃખ ભોગવવાં જ પડશે.