આહારનો અર્થ શરીર-શાસ્ત્ર ની દ્રષ્ટિએ એવો થાય છે કે-સૂર્યમાંથી આવતી શક્તિ ને પચાવી એક-રસ કરવી.
સૂર્ય ની એ શક્તિ વનસ્પતિ (ધાન્ય) માં આવે છે અને તે વનસ્પતિ મનુષ્ય ખાય છે,એટલે-
વિજ્ઞાન ની રીતે તેનો અર્થ એ થયો કે-એટલી શક્તિ આપણે સૂર્યમાંથી (આહાર-વાટે) લઈએ છીએ,
અને તે સૂર્ય ને આપણે પોતાનો અંશ બનાવીએ છીએ.
વસ્તુ-સ્થિતિ જો આમ હોય,તો પછી એ (સૂર્ય) શક્તિ ને પોતાનામાં એક-રૂપ કરવાનો -
એ એક જ રસ્તો શા માટે હોવો જોઈએ?
એ સૂર્ય શક્તિને પોતાનામાં પચાવવાની વનસ્પતિ કે પૃથ્વી ની રીત એ કંઈ આપણા જેવી નથી!!
તેમની પ્રક્રિયા આપણી પ્રક્રિયા કરતાં કંઈક જુદી જ છે,પરંતુ,બધા જ કોઈ એક કે બીજી રીતે
તે સૂર્ય શક્તિને પોતાનામાં પચાવે છે.
યોગીઓ કહે છે કે-તે-સૂર્ય-શક્તિને કેવળ મનની શક્તિ દ્વારા પચાવી શકાય છે.અને તેથી જ તેઓ,
સર્વ-સામાન્ય પદ્ધતિનો આધાર લીધા વિના,તેઓ ઇચ્છાનુસાર એ શક્તિને પોતાનામાં ખેંચી શકે છે.
જેવી રીતે કરોળિયો,પોતાની લાળ થી જાળું રચે છે, અને તેનાથી બંધાઈ જાય છે,
એટલે કે જાળ ના તાંતણાના આધાર સિવાય એ બીજે ક્યાંય જઈ શકતો નથી,
તેવી રીતે આ જ્ઞાન-તંતુઓ ની જાળ આપણે આપણા પોતાનામાંથી જ રચી છે,અને એ
જ્ઞાન-તંતુઓ ના સહારા વગર આપણે કોઈ કાર્ય કરી શકતા નથી.
પણ યોગી કહે છે કે-તેનાથી (જ્ઞાન-તંતુથી) બંધાઈ રહેવાની કોઈ જરૂર નથી.
વીજળી (ઈલેક્ટ્રીસીટી) ને દુનિયાના કોઈ પણ ભાગમાં મોકલવા,તાર ના દોરડા નું સાધન જોઈએ છે,
પણ કુદરત તો વીજળી ના (શક્તિના) વિરાટ જથ્થાને બિલકુલ તાર વગર જ મોકલી શકે છે.
તો આપણે પણ કુદરત ની જેમ -કેમ ના કરી શકીએ?
માનસિક વીજળી (શક્તિ) ને આપણે (ટેલીપથી-દ્વારા)મોકલી શકીએ છીએ.
જેને આપણે મન કહીએ છીએ તે ઘણે અંશે વીજળી ને મળતું આવે છે.
અને એ સ્પષ્ટ છે કે-આ જ્ઞાનતંતુ ઓના પ્રવાહો અમુક અંશે વીજળી જેવા છે.
અને વિજ્ઞાન મુજબના વીજળી ના નિયમો ને અનુસરે છે.
આપણે આપણી આ માનસિક વીજળી (માનસિક વિદ્યુત) "ફક્ત" આ જ્ઞાન-તંતુઓ ના માધ્યમ (સાધન)
દ્વારા જ મોકલી શકીએ છીએ.પણ-
આ (જ્ઞાનતંતુઓ ની) વીજળી ને શું આ સાધન (જ્ઞાનતંતુઓ) સિવાય મોકલી શકાય?
યોગીઓ કહે છે કે-એ પૂરેપૂરું શક્ય છે અને વ્યવહારુ પણ છે,અને આમ કરી પણ શકાય છે.
અને જયારે યોગીઓ આમ કરે છે ત્યારે,તે વિશ્વમાં બધે કાર્ય કરી શકે છે.
કોઈ પણ વ્યક્તિ ની સાથે,કોઈ પણ સ્થળે,જ્ઞાનતંતુઓ ની જાળ ની મદદ વિના કાર્ય કરી શકે છે.
સામાન્ય રીતે જયારે જીવાત્મા,આ જ્ઞાનતંતુઓ ની પ્રવાહ-નળીઓ દ્વારા કાર્ય કરતો હોય છે,
ત્યારે આપણે કહીએ છીએ કે -તે માનવ "જીવે છે" પણ જયારે-
આ જ્ઞાનતંતુઓ કાર્ય કરતા અટકી જાય -એટલે આપણે કહી છીએ કે-તે માનવ "મરી ગયો"
પણ,જયારે એ માનવ જ્ઞાનતંતુઓ ની પ્રવાહ-નળીઓ ની સહાય થી -કે-સહાય વગર,કાર્ય કરવાને
શક્તિમાન થાય ત્યારે,જન્મ-કે-મૃત્યુ નો કોઈ અર્થ રહેતો નથી.