- सुखानुशयी रागः (૭)
સુખ પ્રત્યે મનનું ખેંચાણ તે "રાગ" (આસક્તિ) (૭)
અમુક વસ્તુઓમાં આપણ ને સુખ લાગે છે એટલે મન એક પ્રવાહ ની જેમ તેમના તરફ વહેવા લાગે છે.
અને આ સુખ ના કેન્દ્ર તરફ મન નું ખેંચાણ -તે જ -રાગ કે આસક્તિ કહેવાય છે.
જ્યાં આપણને સુખ મળતું નથી ત્યાં આપણે કદી આસક્ત થતા નથી.અને એવું પણ બને છે કે-
ઘણીવાર તો-ઘણી વિચિત્ર વસ્તુઓમાં આપણને સુખ લાગે છે,અને આસક્ત થઇ જઈએ છીએ.
- दुःखानुशयी द्वेषः (૮)
દુઃખ પ્રત્યે મન નો અણગમો તે "દ્વેષ" (૮)
જે આપણ ને દુઃખ આપે છે,તેનાથી આપણે અણગમો કરીએ છીએ અને ત્યાંથી તરતજ દૂર ભાગીએ છીએ.
- स्वरसवाही विदुषोऽपि तथारूढो भिनिवेशः (૯)
પોતાના સ્વભાવ માં ઓતપ્રોત થઈને રહેલી અને વિદ્વાનોમાં પણ દૃઢ થઈને રહેલી,
જીવવાની જે સ્વાભાવિક આસક્તિ-તે "અભિનિવેશ" (૯)
- ते प्रतिप्रसवहेयाः सूक्ष्माः (૧૦)
એ સૂક્ષ્મ સંસ્કારોને તેમની "કારણ-અવસ્થા"માં પહોંચાડી તેમનો નાશ કરવાનો છે.(૧૦)
સૂક્ષ્મ સંસ્કારો ની એવી સૂક્ષ્મ અસરો છે કે-જે આગળ ઉપર સ્થૂળ રૂપ માં પ્રગટ થાય છે.
મોટા ભાગના મનુષ્યોને જે સૂક્ષ્મ અવસ્થાઓ (સૂક્ષ્મ સંસ્કારો) માંથી (અચેત મનમાંથી) વૃત્તિઓ
ઉપર આવે છે તે સૂક્ષ્મ અવસ્થાઓ નું ભાન હોતું નથી.
પરપોટો જયારે તળાવના તળિયેથી નીકળે છે ત્યારે (સૂક્ષ્મ હોવાને લીધે) આપણે તેને દેખી શકતા નથી,
અરે,તે સપાટી પર આવી જાય ત્યાં સુધી પણ ઘણી વખત દેખતા નથી પણ,જેવો તે સપાટી પર આવીને
ફૂટે છે અને તરંગ ઉપજાવે છે,ત્યારે જ આપણને તે (પરપોટો હતો તેવી) ખબર પડે છે.
આ તરંગો ની ઝપાઝપીમાં આપણે ત્યારેજ સફળ થઇ શકીએ કે જયારે આપણે તેમને તેમની-
"કારણ-અવસ્થા" માં જ (તે સ્થૂળ થાય તે પહેલાં) ઝડપી શકીએ.તેના બીજ ને પકડીએ....
વિકારો પર કાબૂ મેળવવા તેમને મૂળ (બીજ) માંથી જ દાબવાના છે.
આ સૂક્ષ્મ સંસ્કારો પર કાબૂ કેવી રીતે મેળવવો? તો કહે છે કે-"કાર્ય" નો તેના "કારણ" માં લય કરવાથી.
ચિત્ત (મન) કે જે એક "કાર્ય-રૂપ" છે,તેનો તેના "કારણ-રૂપ" જેવાકે "અસ્મિતા" (હું-પણું) માં લય કરવામાં આવે,
ત્યારે અને ફક્ત ત્યારે જ "સૂક્ષ્મ-સંસ્કારો" નાશ પામે છે. "ધ્યાન" થી તેનો નાશ થઇ શકતો નથી.