Nov 9, 2014

પતંજલિના યોગસૂત્રો-27-Yogsutra of Patanjali-Gujarati

  • अविद्या क्षेत्रम् उत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् (૩)

હવે પછી આવનારા "ક્લેશો" એ "સુપ્ત-પાતળાં(ક્ષીણ)-દબાવેલાં (વિચ્છિન્ન) કે ફેલાયેલાં (ઉદાર)" છે
ને તેમનું ઉત્પત્તિ-સ્થાન અવિદ્યા છે.(૩)

અહંકાર-રાગ-દ્વેષ-વગેરે (સંસ્કારો) -એ બધાનું મૂળ એ "અવિદ્યા" (માયા-અજ્ઞાન) છે.
આ સંસ્કારો જુદી જુદી અવસ્થાઓમાં રહે છે.ક્યારેક તેઓ "સુપ્ત" અવસ્થામાં હોય છે.
ઘણી વાર આપણે "તે મનુષ્ય બાળક જેવો નિર્દોષ છે" એવો શબ્દ-પ્રયોગ સાંભળીએ છીએ,પણ,
તેમ છતાં તે બાળક જેવા મનુષ્ય ની "અંદર" દેવ-કે દાનવ -ની અવસ્થા (સુપ્ત) પણ હોઈ શકે-કે જે-
ક્રમે ક્રમે  બહાર આવે છે.

યોગીમાં પૂર્વ-કર્મો ના આ સંસ્કારો પાતળા પડી ગયેલા (ક્ષીણ) હોય છે.ઘણી સૂક્ષ્મ સ્થિતિમાં રહેલા હોય છે,
એટલે તે યોગી તમના પર કાબૂ રાખીને તેમણે બહાર આવતા અટકાવી શકે છે.

દબાવેલા (વિછિન્ન)  સંસ્કારોનો અર્થ એ છે કે-ક્યારેક એક પ્રકારના સંસ્કારો-તેમનાથી વધુ પ્રબળ સંસ્કારોથી,
અમુક સમય માટે દબાઈ ગયેલા હોય છે પણ એ દબાણ દૂર થતા તે બહાર આવે છે.

છેલ્લી,અવસ્થા- ફેલાયેલા (ઉદાર) સંસ્કારો ને અનુકૂળ વાતાવરણ મળવાને લીધે તેઓ પ્રબળ અને
ક્રિયાશીલ બની જાય છે,પછી-ભલે તે શુભ હોય કે અશુભ હોય.

  • अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या (૫)

અનિત્ય ને નિત્ય--અશુચિ ને શુચિ--દુખદ ને સુખદ--અને --અનાત્મ વસ્તુ ને આત્મા તરીકે -
માનવું (જાણવું)  તેનું નામ "અવિદ્યા"  (માયા-અજ્ઞાન-ભ્રમ)  (૫)

વિવિધ પ્રકારના સંસ્કારો નું એક જ મૂળ છે અને તે છે -અવિદ્યા.તો-આ અવિદ્યા શું છે?
જયારે આપણે એમ-માનીએ કે-"હું શરીર છું,હું શુદ્ધ,જ્યોતિર્મય,નિત્ય,આનંદમય આત્મા નથી"
તો આવું માનવું તેનું નામ "અવિદ્યા"-આ મોટામાં મોટો "ભ્રમ' છે.

  • दृग्दर्शनशक्त्योरेकात्मतेवास्मिता (૬)

દ્રષ્ટા (આત્મા) નું દર્શન-શક્તિ (બુદ્ધિ) ની સાથે તાદામ્યતા (એકાત્મતા)- એ જ "અસ્મિતા"  (૬)

દ્રષ્ટા એ-શુદ્ધ-અનંત અને અવિનાશી "આત્મા" છે.અને
આ દ્રષ્ટા નાં બાહ્ય જગતના અનુભવો લેવાનાં સાધનો છે-ઇન્દ્રિયો,ચિત્ત (મન) ,બુદ્ધિ (નિશ્ચય કરનાર શક્તિ)
જયારે આ આત્મા નું આ સાધનો સાથે તાદામ્ય (એક-રૂપતા) થાય ત્યારે,તેને
"અસ્મિતા" (હું-પણું)-રૂપી અજ્ઞાન કહેવામાં આવે છે.કે જેને લીધે આપણે પોતાને ચિત્ત ની સાથે એક-રૂપ
માની લઈએ છીએ અને ધારીએ છીએ કે સુખ-દુઃખ આપણને થાય છે.(આત્મા ને સુખ-દુઃખ નથી)



   PREVIOUS PAGE    
        NEXT PAGE       
     INDEX PAGE