આ સંહિતા (યોગ-વાશિષ્ઠ) માં “યુક્તિ-યુક્ત અર્થો”
થી ભરેલાં વાક્યો વાળાં અને શ્રેષ્ઠ દ્રષ્ટાંતોવાળી,
કથાઓ (આખ્યાયિકો) વાળાં-જુદાંજુદા છ પ્રકરણો છે.
તેમાં પહેલું “વૈરાગ્ય-પ્રકરણ” છે.
જેમ,નિર્જળ પ્રદેશમાં પાણી રેડવાથી,ઝાડ-પાન વધે
(થાય) છે, તેમ,”અભ્યાસ” થી “વૈરાગ્ય” વધે છે.વળી,
જેમ,મણિ ને સારી રીતે લુછી નાખવાથી,મણિની શુદ્ધતા
ઝળકી ઉઠે છે,(ચમકી ઉઠે છે),
તેમ,તેમ એ પ્રકરણ ના દોઢ હજાર શ્લોકો નો “વિચાર”
કરવાથી,હૃદયમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે.
વૈરાગ્ય પ્રકરણ પછી એક હજાર શ્લોકો નું,અને
યુક્તિઓ ની રચનાથી સુંદર,
“મુમુક્ષુ” નામનું બીજું પ્રકરણ છે,જેમાં
મુમુક્ષુ મનુષ્યોના સ્વભાવનું વર્ણન કર્યું છે.
કે જેમાં વિજ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે.તેમાં
સાત હજાર શ્લોકો છે.
ઉત્પત્તિ પ્રકરણમાં “હું અને આ” એવા
“રૂપ-વાળી-જગત-સંબંધી” દ્રષ્ટા ની,તથા,દ્રશ્યોની,”વિચિત્રતા” (ખરેખર) ઉત્પન્ન થઇ જ નથી,પણ “ભ્રાંતિ” ને લીધે
તે ઉત્પન્ન થયેલી દેખાય છે,એ વિષે વર્ણન કર્યું છે.
એ પ્રકરણ સાંભળવાથી,શ્રોતા (મનુષ્ય) આ સઘળાં
જગતને પોતાની અંદર જ કલ્પાયેલું સમજે છે.
દ્રષ્ટા (જોનાર) અને દૃશ્ય ના પરસ્પર અધ્યાસ
(આરોપ) વાળું,અનંત બ્રહ્માંડો ના વિસ્તાર-વાળું,
અને પ્રત્યેક બ્રહ્માંડ માં
“લોક-આકાશ-પર્વતો-વગેરે-વાળું” જગત,
“કોઈ-અમુક રીતે” નિરૂપણ (વર્ણન) કરવાને અશક્ય
છે,(એટલેકે કોઈ અમુક રીતે તેનું વર્ણન શક્ય નથી)
એ ઉત્પત્તિ, પ્રકરણ પછી,ચોથું “સ્થિતિ” પ્રકરણ
છે.
તેમાં ત્રણ હજાર શ્લોકો છે, અને,”દ્રષ્ટા અને
દૃશ્ય ના ક્રમ” ને પામેલું “બ્રહ્મ”
જે રીતે “ભોગ્ય તથા ભોક્તા” રૂપે સ્થિતિ પામેલું
છે,તેવો
અને “જગત-રૂપી” ભ્રમ,જે રીતે વૃદ્ધિ પામ્યો
છે,તેની રીતનું ઘણું વર્ણન કર્યું છે.
તે પછી પાંચ હજાર શ્લોક નું પાંચમું “ઉપ-શમ”
પ્રકરણ છે,
તેમાં,”આ જગત,હું,તું અને તે” એવી રીતે ઉઠેલી
ભ્રાંતિ (ભ્રમ)જે પ્રકારથી શાંત થાય-તે પ્રકાર કહ્યો છે.
જે સાંભળવાથી જીવન-મુક્ત થયેલા પુરુષનો જન્મ-મરણ-રૂપી સંસાર શાંત થઇ જાય છે.
છઠ્ઠું પ્રકરણ “નિર્વાણ પ્રકરણ” છે.જેમાં સાડા
ચૌદ હજાર શ્લોકો છે.
અને તે,”જ્ઞાન-રૂપી” મહાન પુરુષાર્થ ને આપનારું છે.એ
પ્રકરણ યથાર્થ સમજાયાથી,
“મૂળ-અવિદ્યા” નો પણ નાશ થાય છે.અને તેથી સઘળી “કલ્પનાઓ
ની શાંતિ”વાળું,
પરમ કલ્યાણ રૂપ “નિર્વાણ” (બ્રહ્મ-રૂપ) પ્રાપ્ત થાય
છે.
બ્રહ્મરૂપ થયેલા,એ “જીવન-મુક્ત” પુરુષનાં કરોડો રૂવાંડા
માંના “એક-રૂવાંડા”જેવી “અવિદ્યા (માયા) ના
“એકાદ-ભાગમાં” આ જગતનું સૌન્દર્ય વાસ કરીને રહે છે.
જે, “વ્યાપક-ચૈતન્ય-રૂપ-પરબ્રહ્મ” ના ઉદરમાં એક એક
પરમાણુ જેટલા ભાગમાં
હજારો બ્રહ્માંડો ની રચનાઓ બનાવીને જુએ છે. તે,”પર-બ્રહ્મ-જીવનમુક્ત”
ના “સ્વ-રૂપ-ભૂત” જ છે.
આવા જીવનમુક્ત થયેલા “મહા-મતિ” (મહા-બુદ્ધિશાળી)
પુરુષના હૃદયની વિશાળતાનું માપ,
સેંકડો-કે લાખો,વિષ્ણુઓ,શિવ કે બ્રહ્મા થી કરી શકાતું
નથી.
કારણકે-સર્વોત્તમ-“બ્રહ્મ-રૂપ”
થયેલા જીવન-મુક્ત ના હૃદય ની વિશાળતા અપાર જ છે.