“આ મણિ એ દીવા જેવો છે” એવી ઉપમા કે દૃષ્ટાંત
જયારે આપવામાં આવે છે ત્યારે,
ત્યાં પણ દીવાની માત્ર પ્રભા (જ્યોત) નું અને મણિ નું સરખાપણું માનવામાં આવે છે,
પણ,એ સરખાપણા માં દીવાના “કોડિયા-તેલ-વાટ-વગેરે
નો સરખામણી માં ઉપયોગ થતો નથી.
જેમ દીવો એ માત્ર “પ્રભા (જ્યોત)” ના, (કે જે પ્રભા-દીવા નો અંશ છે-તેના) સરખાપણા થી મણિ ના સ્વરૂપ ને સમજાવે છે,
તેમ,સઘળી “ઉપમા”ઓ “એક અંશ”ના સાદૃશ્ય થી જ
“ઉપમેય” (જેને ઉપમા આપવામાં આવી છે તે) ના સ્વરૂપ
ને સમજાવે છે.
આવી જ રીતે,બધી જ ઉપમાઓ (અને દૃષ્ટાંતો) “એક અંશ” ના સાદૃશ્ય થી (સરખાપણાથી) “ઉપમેય” ના
સ્વરૂપ ને સમજાવે છે.
આમ,દૃષ્ટાંત ના એકાદ અંશથી સાદૃશ્ય (સરખાપણા) ને
લઈને સમજવાનું હોય,અને (આમ)
તે જો સમજાતું હોય તો,તે દૃષ્ટાંત નો સ્વીકાર
કરીને શાસ્ત્રોના મહાવાક્યોના અર્થ નો નિર્ણય કરવો,
પણ, કુ-તાર્કિક-પણું (ખોટી રીતે તર્કો દોડાવીને)
રાખીને,એવા ખોટા તર્કો થી અને અપવિત્ર વિકલ્પોથી,
શાસ્ત્રોમાં બતાવેલ તથા,તેમના અનુભવો નું,ખંડન
કરીને તેમના પુરુષાર્થ ને ધક્કો પહોંચાડવો નહિ.
વેદાંત-શાસ્ત્ર સંસાર નો ત્યાગ કરાવનારું છે,
તેથી તેની વાતો,”વેરી” (દુશ્મન) ની વાતો જેવી અપ્રિય
લાગે છે.
બીજાં (અમુક) શાસ્ત્રો પ્રપંચ (સંસાર) માં
પ્રવૃત્તિ કરવાનારાં હોઈ તેમની વાતો મીઠી લાગે છે.
પરંતુ, હે,રામ, તો અમે નિશ્ચય કર્યો છે કે-વેરી
(દુશ્મન) ની વાત પણ, જો,
“વિચાર થી (બ્રહ્મ નો) અનુભવ કરાવનારી હોય” તો
તેનો સ્વીકાર કરવો-અને
સ્ત્રીની (મોહક વ્યક્તિની) વાત પણ, જો “વેદોક્ત
પુરુષાર્થ ને ભ્રષ્ટ કરનારી હોય” તો
તેને બકવાદ-રૂપ (વ્યર્થ) જ સમજવી.
હે,રામ,અમારી બુદ્ધિ (વાત કે સિદ્ધાંત) એવી છે
કે-જે- જીવન-મુક્તિ (શુભ) આપનાર છે.
અને તેથી તે (અમારી) બુદ્ધિથી “અપરોક્ષ અનુભવ”
કરવાનારો પરમ પુરુષાર્થ મળે ,એવી,
સઘળાં અધ્યાત્મ-શાસ્ત્રો ની “એક-વાક્યતા” અહીં
કહી છે.
માટે,વેદ વિરુદ્ધ કેવળ પોતાના તર્કોથી જ પુષ્ટ
થયેલાં બીજા શાસ્ત્રો થી જે બની શકે નહિ,
તેવો,અપરોક્ષ-અનુભવ (સાક્ષાત્કાર) કરાવનારો પરમ
પુરુષાર્થ એ જ,
અમારા (આ) મતમાં “પ્રમાણ” (સિદ્ધાંત) છે.
(૧૯) દૃષ્ટાંતો નો અર્થ અને પરમ-તત્વ નું શોધન
વશિષ્ઠ કહે છે કે-જે અંશ નું વિશેષ કરીને
પ્રતિપાદન કરવું હોય,તે “અંશ” થી જ ઉપમાનો માં
(જેની ઉપમા આપવામાં આવે છે તેનું) સરખાપણું
લેવામાં આવે છે.પણ જો,
“સર્વ અંશો” થી સરખાપણું લેવાનું હોય તો
પછી,ઉપમાન (જેની ઉપમા આપવામાં આવે છે તે)
અને ઉપમેય (જેને ઉપમા આપવામાં આવે છે તે) માં ભેદ
જ શું રહે?
દૃષ્ટાંતો થી અદ્વિતીય એવા આત્મા નું નિરૂપણ
કરનારાં શાસ્ત્રો નો અર્થ સમજવામાં આવે છે.અને
તે દૃષ્ટાંતો થી સ્પષ્ટ જણાયેલા “બ્રહ્મ-સ્વરૂપ”
થી અજ્ઞાન અને અજ્ઞાન ના કાર્યો ની શાંતિ થાય છે.
અને આ જે શાંતિ-રૂપી “નિર્વાણ” થાય છે-તે જ
દૃષ્ટાંતો નું ફળ છે.
આથી દૃષ્ટાંતોમાં અને સિદ્ધાંતોમાં અનેક વાંધાઓ
ઉઠાવવાનું માંડી વાળવું,અને,
ગમે તે યુક્તિથી પણ
મહાવાક્યો ના (જેમ કે –તત્વમસિ) અર્થ સમજવામાં જ લક્ષ્ય રાખવું.