જો આપણે ધારીએ કે-"મન" એ "સોય" જેવું છે.અને મગજ કે જે નરમ માખણ જેવો પદાર્થ છે,તેના પર એ મન-રૂપી સોય,જયારે જયારે નવો વિચાર કરે છે ત્યારે તે દરેકેદરેક તે મગજના પર એક કેડી કે ચીલો બનાવે છે.અને તે કેડી કે ચીલામાં મગજ-દ્રવ્યનો ભૂરો પદાર્થ (ગ્રે -એલીમેન્ટ) આવીને તેની અંદર (ચીલામાં) ભરાઈ જઈને તે ચીલાને બંધ થઇ જતો અટકાવે છે.(એટલે કે ભૂરા પદાર્થ થી ચીલા નું અસ્તિત્વ બને છે અને તે અસ્તિત્વ ત્યાં રહી જાય છે)
આ ભૂરો પદાર્થ જો ત્યાં,ના હોત તો સ્મૃતિ (યાદ-શક્તિ) ના રહેત.કારણકે-
સ્મૃતિ (યાદ-શક્તિ) એટલે આ જુના ચીલાઓમાં થઈને ચાલવું.એટલેકે-
જાણે જૂના વિચારોની પુનરાવૃત્તિ કરવી !!
આમ,હવે સમજી શકાય છે કે-જો કોઈ મનુષ્ય,એવા વિષય પર વાત કરતો હોય કે-
જે વિષયના વિચારો સૌને પરિચિત હોય,તો દરેકના મગજમાં પડેલા તે સામાન્ય-વિષયના ચીલાઓને
લીધે,તે મનુષ્યની વાતને સમજવાનું સહેલું હોય છે.કારણકે-દરેકના મગજમાં સામાન્ય વિષયના જે ચીલાઓ પડેલા હોય છે-તે ચીલાઓ પર ફરીથી ચાલવાની જ જરૂર હોય છે.
પરંતુ તે જ મનુષ્ય જયારે જયારે નવો વિષય લાવે,ત્યારે ત્યારે નવા ચીલા પાડવા પડે છે,
અને ત્યારે તે વિષય બરોબર સમજતો નથી
અને ત્યારે તે વિષય બરોબર સમજતો નથી
કારણકે-અજાણપણે-કોઈ કારણોસર મગજ (મનુષ્ય પોતે નહિ-પણ મગજ) નવા વિચારો અપનાવવાની
ના પાડે છે.તે મગજ તે નવા વિચારોનો સામનો કરે છે.
જૂના વિચારો પર જ ચાલવાની રૂઢિચુસ્તતાનું આ રહસ્ય છે.
મગજ પરની નવા વિચારોની કેડીઓ જેટલી ઓછી તેટલું મગજ વધુ રૂઢિચુસ્ત.
યોગનો જે આ વિભાગ,જગતથી પર એવા અનંતનું નિરૂપણ કરે છે,તે સર્વને (સર્વ ના મગજ ને)
તેમના મગજમાં આના કોઈ ચીલાઓ (વિચારો) નહિ હોવાને લીધે,જયારે તે મગજમાં નવા ચીલાઓ
પાડે છે ત્યારે તે આખી શરીરરચનાને પણ ખળભળાવી મૂકે છે.તેમાં પરિવર્તન લાવે છે.
અને આ જ કારણોસર યોગાભ્યાસ ચાલુ કરનાર મનુષ્ય -શરૂઆતમાં પોતાના રોજિંદા જીવનના
ચીલાઓ (અને મગજના ચીલાઓ)માંથી બહાર નીકળી ગયેલો હોય તેમ દેખાય છે.
- विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धिनी (૩૫)
સમાધિઓ દ્વારા જે અલૌકિક વસ્તુઓનો અનુભવ થાય છે,તેનાથી મનમાં ખંત આવે છે. (૩૫)
શરીરના જુદાજુદા ભાગ પર "ધારણા" ના અભ્યાસ કરવાથી મન ત્યાં એકાગ્ર થાય,તો તેનાથી,
અલૌકિક અનુભવો થાય છે -કે જેનાથી સંશય ઓછા થઇ ને અભ્યાસમાં ખંત આવે છે.
યોગીઓ કહે છે કે-નાકની અણી પર જો મન એકાગ્ર થાય તો-થોડા દિવસોમાં અદભૂત સુગંધનો
અનુભવ થવા લાગે છે,જીભના મૂળમાં એકાગ્ર થાય તો અવાજો સંભળાવા લાગે.
જીભની અણી પર એકાગ્ર થાય તો અદભૂત સ્વાદોના અનુભવ થવા લાગે.
જીભ ના વચલા ભાગ પર જો મન એકાગ્ર થાય તો કોઈ વસ્તુને અડકતા હોઈએ તેવો અનુભવ થાય.
જો,તાળવા પર એકાગ્ર કરવામાં આવે તો અદભૂત વસ્તુઓ દેખાવા લાગે.
ભલે કોઈ ચંચળ મનવાળો મનુષ્ય હોય પણ જો,યોગની આવી કોઈ ક્રિયા કરવા ઈચ્છે અને કરે-તો-
થોડા અભ્યાસ પછી અનુભવ થાય છે,અને યોગની સચ્ચાઈ માટેની તેની શંકા-શીલતા નાશ પામે છે.