આશ્ચર્યની વાત એ છે કે-યોગ-દર્શનના જનક પતંજલિએ અહીં આ પ્રાણાયામ વિષે-કોઈ ઘણી-બધી વિવિધ સૂચનાઓ આપી નથી.કે પ્રાણાયામના પ્રકારો બતાવ્યા નથી.પણ પાછળથી બીજા યોગીઓએ પોતાના અનુભવથી પ્રાણાયામ વિષે વિવિધ બાબતો ખોળી કાઢી અને પ્રાણાયામને એક મહાન વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું છે.
અહીં,પતંજલિના મત પ્રમાણે તો,પ્રાણાયામ એ એ ચિત્ત-વૃત્તિ પર કાબુ મેળવવા માટેના અનેક ઉપાયો,
માંહેનો માત્ર એક ઉપાય છે.પણ તે તેના પર બહુ ભાર મૂકતા નથી.પણ,
અહીં તેમના કહેવાનો અર્થ એવો છે કે-શ્વાસ ને બહાર કાઢો-(અમુક સમય સુધી) રોકી રાખો (નિરોધ)
અને શ્વાસ લો....બસ એટલું જ....(કે જેનાથી મન શાંત થશે અને તેના પર ધીરે ધીરે કાબુ આવશે)
પણ પાછળથી આ તેમની (પ્રાણાયામની) રીતનો વિકાસ થઇ તેનું એક ખાસ વિજ્ઞાન થઇ ગયું.
તે પછીથી થઇ ગયેલા યોગીઓ પોતાના અનુભવથી આ બાબતમાં શું કહેવા માગે છે તે-પણ જાણવા જેવું છે.
પ્રથમ તો એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે-આ "પ્રાણ" તે "શ્વાસ" નથી.પણ,
"શ્વાસ" ને જે "ગતિ" આપે છે,શ્વાસની જે "ચેતના-શક્તિ" છે તે......"પ્રાણ" છે.
જો કે,"પ્રાણ" શબ્દ બધી ઇન્દ્રિયો અને "મન" માટે પણ વપરાય છે.અને
તેથી આપણને લાગે છે કે-પ્રાણ (ઇન્દ્રિયો-મન) એ "બળ" છે.કારણ કે બળ એ માત્ર પ્રગટ સ્વરૂપે છે.
એટલે કે-"બળ-રૂપે" અને "ગતિ-વાળા" બીજા સર્વ કંઈ રૂપે-જે "અભિવ્યક્તિ પામે છે" તે "પ્રાણ" છે.
ચિત્તનું મૂળ દ્રવ્ય (કેમિકલ) એ તો માટે "એન્જીન-રૂપ" છે.કે જે,
આસ-પાસ ના બધામાંથી,પ્રાણ ને અંદર લે છે,અને તે પ્રાણમાંથી વિવિધ પ્રકારની "જીવન-શક્તિ"ઓ,
જેવી કે -શરીર ને સાચવનારી શક્તિ-વિચાર શક્તિ-ઈચ્છાશક્તિ-વગેરે શક્તિઓને બનાવે છે.
આમ,પ્રાણાયામની પ્રક્રિયાથી આપણે શરીરમાંની જુદી જુદી ગતિઓ અને શરીરમાં વહેતા જ્ઞાનતંતુઓના
વિવિધ પ્રવાહો પર કાબૂ મેળવી શકીએ છીએ.
સૌ પ્રથમ તો આપણે તેને પિછાનતા થઈએ છીએ,અને પછી ધીરે ધીરે તેમના પર કાબૂ આવતો જાય છે.
પતંજલિ પછીના થયેલા યોગીઓ કહે છે કે-માનવશરીરમાં રહેલી આ પ્રાણ-શક્તિ ના ત્રણ મુખ્ય પ્રવાહ છે.
ઈડા,પિંગલા અને સુષુમ્ણા. તેમના મત મુજબ-મેરુદંડ (કરોડ-રજ્જુ) ની જમણી બાજુએ પિંગલા અને
ડાબી બાજુએ ઈડા ને વચમાં પોલી નળીમાં સુષુમ્ણા છે.
ડાબી બાજુએ ઈડા ને વચમાં પોલી નળીમાં સુષુમ્ણા છે.
ઈડા અને પિંગલા -એ દરેક મનુષ્યના શરીરમાં કાર્ય કરી રહેલા જ્ઞાન-તંતુઓના પ્રવાહો છે.અને
આ બે પ્રવાહો દ્વારા,આપણે જીવનનાં બધા કાર્યો કરી રહેલા છીએ.
સુષુમ્ણા પણ સૌ કોઈમાં રહેલી તો છે જ-પણ તે અપ્રગટ-રૂપે છે.તે પ્રગટ-રૂપે છે-માત્ર યોગીઓમાં જ......
અહીં એ યાદ કરવું જરૂરી બને છે કે-યોગ-સાધના શરીરમાં પરિવર્તન લાવે છે.
જેમ જેમ યોગ-સાધના થતી જાય તેમ તેમ શરીરમાં ફેરફારો થાય છે.
સાધના શરૂ કરતાં પહેલાં જે શરીર હોય છે તે સાધના પછી તેવું શરીર રહેતું નથી.
સાધના શરૂ કરતાં પહેલાં જે શરીર હોય છે તે સાધના પછી તેવું શરીર રહેતું નથી.
આ બાબત તર્ક-શુદ્ધ છે અને તર્કથી સમજાવી કે સમજી શકાય તેવી છે.
જે જે નવો "વિચાર" આપણા મનમાં ઉઠે છે તે-મગજમાં જાણે એક નવો "ચીલો" (ટ્રેક) પાડે જ છે.
અને આપણને પણ,માનવ-સ્વભાવથી, આવા પડી ગયેલા ચીલાઓ પર ચાલવાનું જ ગમે છે,કારણ કે
તે ચીલા પર ચાલવું સહેલું છે.(માનવ-સ્વભાવ કેમ રૂઢિ ચુસ્ત છે? તે આનાથી સમજાય છે)