મન ની આવી વૃત્તિઓ (શાંત-પણાની) એ “આત્મ-તત્વ” ના
અવલોકન થી જ મળે છે.બીજા કશાથી નહિ.તેથી પુરુષે “આત્મા” ને જાણવો જોઈએ.અને જ્યાં
સુધી જીવે છે ત્યાં સુધી તેનું જ (આત્મા નું જ)
શ્રવણ-મનન-નિદિધ્યાસન કરવું જોઈએ.બીજાં વ્યર્થ
કર્મો કરવાં જ ન જોઈએ.
જેણે ખંત-પૂર્વક અભ્યાસથી પોતાના અનુભવની,શાસ્ત્ર
ની,અને
મહાત્માઓની-“એક-વાક્યતા” થઇ હોય,તે પુરુષ
સ્વરૂપાનંદ ભોગવે છે.
આ શાસ્ત્ર નું શ્રવણ કંઈક “સંસ્કારી બુદ્ધિવાળા” પુરુષોની “મૂર્ખતા” ને જેવી રીતે દૂર કરે છે,તેવી રીતે બીજા કોઈ શાસ્ત્ર નું શ્રવણ કરી શકતું નથી.સુખ-દાયી,યથોચિત (યથા-યોગ્ય) દૃષ્ટાંતો થી રમણીય અને “વિરોધ વગરનું”આ શાસ્ત્ર,વાક્યાર્થ પર ધ્યાન રાખી ને સાંભળવું (કે વાંચવું) જોઈએ.
આ સંસારમાં દુઃખો અનંત છે અને સુખો,ઘાસના તણખલા
જેવડા (જેટલા) જ છે.માટે,
“અંતમાં દુઃખ આપનારાં સુખો માં કદી દૃષ્ટિ બાંધવી
(રાખવી) નહિ.
સમજુ પુરુષે તો પરમ પુરુષાર્થ ની સિદ્ધિ માટે
અનંત અને (અધિક) પરિશ્રમ વિનાના.
બ્રહ્મ-પદને પ્રયત્ન-પૂર્વક સાધવું જોઈએ.
હે,રામ,દુઃખ થી સુખ નાશ પામે છે ને સુખ થી દુઃખ
નાશ પામે છે.અને,
આમ મનુષ્ય ને આવા સુખ-દુઃખ ની દશામાં કદી
વિશ્રાંતિ મળતી નથી.
આ સુખ-દુઃખ ની દશાઓ-એ વીજળી ના ચમકારા જેવી ક્ષણ
ભંગુર છે. માટે,
તમારા જેવા મહાત્મા પુરુષો જે વૈરાગ્યવાળા અને
ઉત્તમ વિવેક વાળા હોય છે,તેમને પ્રણામ કરવા,
અને,તેમને જ ભોગના તથા મોક્ષ ના મુખ્ય પાત્ર-રૂપ,
અને “યોગ્ય” સમજવા.
સારી રીતે સમજનારા વિવેકી પુરુષે-મોહ આપનારી આ
સંસાર સંબંધી રચનાઓમાં આસક્તિ
રાખવી નહિ.અને (વળી) જે મનુષ્ય આ સંસાર ને
પામીને,બેભાન ની જેમ,ઉપેક્ષાથી માત્ર બેસી જ રહે છે તે-“સળગેલા-ઘર” ની ઉપર ઘાસની
પથારી માં જ સૂતો છે. (તે બળવાનો જ છે)
જેને પામીને વિદ્વાનો,પાછા ફરતા નથી,અને જેને
પામીને મનુષ્ય ને કદી પણ શોક કરવો પડતો નથી,
તે પદ-નિઃસંશય જ્ઞાન-ભાવ થી જ મળે છે.
કદાચ તે પદ ના હોય –(એવો તમને સંશય હોય ) તો પણ
તમને શી હરકત છે?
અને જો હશે તો તેનો વિચાર કરવાથી તમે આ
સંસાર-સમુદ્ર ની પાર ઉતરી જશો.
જો “આત્મ-વિચાર” કરવામાં આવે તો,કૈવલ્યની
પ્રાપ્તિમાં કશો (બહુ) પરિશ્રમ પડતો નથી.
એ પદ ની પ્રાપ્તિ માં –ધન,મિત્રો,બાંધવો,હાથ-પગનું
ચલાવવું,પરદેશ જવું,
શરીર ને ઉપવાસ વગેરે ક્લેશો –આપીને દુઃખી થવુંકે
તીર્થક્ષેત્ર માં નિવાસ-
એમાંનું કંઈ પણ સહાયતા આપે તેમ નથી.
પણ “મનથી કલ્પેલા દૈત” નો મૂળથી ઉચ્છેદ
માત્ર-કરવામાં આવે તો તે પદ ની પ્રાપ્તિ થાય છે.
અને મૂળ થી ઉચ્છેદ કરવા
માટે-શ્રવણ -મનન-વગેરે પુરુષાર્થ થી જ સાધ્ય છે.