Sep 22, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૩૭

શ્રીરામ કહે છે કે-મને પૂર્વ ની વાસનાઓની જાળ જેવી રીતે રાખે છે તે પ્રમાણે હું રહું છું,
હું તો વાસનાઓને વશ છું,તે આવો પરવશ હું બીજું શું કરી શકું?

વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તમારી વાસનાઓ તમને,અનુકૂળ છે,તેથી તમે પોતાના પ્રયત્નથી પુરુષાર્થ કરીને અક્ષય-સુખ ને પામી શકશો.પુરુષાર્થ વગર તે સુખ મળી શકતું નથી.
તમારી જન્મ ની વાસના “શુભ અને અશુભ” એમ બે પ્રકારની,કે બે માંથી એક પ્રકારની હોવી જોઈએ.

આ બંને માંથી હમણાં તમને જો શુભ વાસનાઓ ઉત્તમ માર્ગ પ્રતિ ખેંચી જશે તો,અનુક્રમથી ધીરે ધીરે તમે અવિનાશી પદ ને પામશો.પણ,જો અશુભ વાસનાઓ તમને અનુક્રમે સંકટમાં નાખવા ધારતી હશે,તો તેવે વખતે તમારેપ્રયત્ન કરી ને બળ થી તે અશુભ વાસનાઓ પર વિજય મેળવવો જોઈએ.

તમે જડ-દેહ-રૂપ નથી,પણ,કેવળ ચૈતન્ય-રૂપ આત્મા જ છો.તમે આત્મા થી જુદા નથી.જો તમારાથી ચૈતન્ય-રૂપ આત્મા જુદો હોય,તો તે તમને (અને તમે તેને) જાણતો નથી એમ કહેવાય,અને તેથી તે આત્મા ને સર્વજ્ઞ કહી શકાય નહિ,પણ આવું નથી,
તમારો પ્રકાશ કરનાર (તમને પ્રકાશ આપનાર) બીજો કોઈ ચૈતન્ય પદાર્થ નથી,પણ,
તમે જ (તમારો આત્મા જ) સર્વ ને પ્રકાશ કરો છે. (તમે જ ચૈતન્ય-રૂપ છો)

જો તમને બીજો કોઈ ચેતના આપતો હોય, તો તે બીજાને ચેતના આપનાર ત્રીજો હોય,
એ જ રીતે તે ત્રીજા ને ચૈતન્ય આપનાર કોઈ ચોથો હોય.......
અને આમ કરતાં -આવું માનવાથી “અનવસ્થા” (જેનો કોઈ છેડો ના આવે તેવી સ્થિતિ) નામનો
દોષ આવી પડે,અને મૂળ વસ્તુ ને સિદ્ધ કરી શકશે નહિ,પણ તેમાં હાનિ પહોચાડશે.

“વાસના-રૂપી” નદી,શુભ અને અશુભ –એમ બંને માર્ગે વહે છે.
તે વાસના-નદીને અશુભ માર્ગે જતી અટકાવી અને શુભ માર્ગે ચઢાવવી જોઈએ.
હે રામ,તમારું મન,અશુભ માર્ગમાં આસકત થયું છે
તેને તમે પુરુષાર્થ અને બળ નો ઉપયોગ કરી ને શુભ માર્ગ માં ઉતારો.
 હે,રામ,મનુષ્યનું મન બાળક જેવું છે,તેને જો અશુભ માર્ગે જતું અટકાવવામાં આવે તો તે
શુભ માર્ગે જાય છે,અને શુભ માર્ગે જતું અટકાવવામાં આવે તો તે અશુભ માર્ગે જાય છે.
માટે બળ-પૂર્વક તે મન ને અશુભ માર્ગે જતું અટકાવી શુભ માર્ગે વાળવું (જોડવું) જોઈએ.

તે મન-રૂપી બાળક ને હાલમાં તો,”સમતા-રૂપી-ધારણા” થી નિર્દોષ કરવું.અને પછી,
ઉતાવળ ના કરતાં,ધીરે ધીરે,પુરુષાર્થ કરીને તેને સારા (શુભ) માર્ગે ચલાવવું.(દોરી જવું)



     INDEX PAGE
      NEXT PAGE