(૩૦) વિશ્રાંતિના ઉપદેશની માગણી
રામ બોલ્યા-ચારે બાજુથી ઉભા થયેલ,સેંકડો અનર્થો ના
ખાડામાં પડેલા જગતને જોઈને,
મારું મન તેની ચિંતા કરે છે,મન ભમતું હોય તેમ લાગે
છે ને મને ભય અને કંપારી થાય છે.
ધીરજ વગર ની વ્યાકુળ થયેલી,અને કોઈ ઠેકાણા વગરની,
મારી બુદ્ધિ,ભય પામ્યા કરે છે.
વિષયોથી ઠગાયેલી,મારી અંતઃકરણની વૃત્તિઓ-વિક્ષેપ-રૂપી
દુઃખ માં પડી છે.
બુદ્ધિ ને લાગેલી આ ચિંતા શાંત થઇ સુખ ને પામતી નથી.
મારી અવ્યવસ્થિત ધીરજ વૃત્તિએ -કેટલાક વિષયો ને છોડ્યા છે,તો કેટલાક પકડી રાખ્યા છે.કે જેથી,સંસારે પણ મને અર્ધો ત્યજ્યો છે અને અર્ધો પકડી રાખ્યો છે.
અને આવી અવ્યવસ્થા ને લીધે-મારા હાથમાંથી સંસારનાં સુખો ની સાથોસાથ પરમાર્થ નાં
સુખો પણ ખોવાઈ ગયાં છે.
તત્વ (સત્ય) ના નિશ્ચય વગરની મારી બુદ્ધિ,અનેક સંશયો
પેદા કરે છે.
આ મન અતિ-ચંચળ છે,તે અનેક પ્રકારના ભોગની વાસનાઓથી
ભરપૂર છે અને ચપળતાથી જગતમાં ફર્યા કરે છે,તેને રોકવામાં આવે તો પણ તત્વજ્ઞાન
ના આશ્રય વગર તે ચપળતા છોડતું નથી.
હે,મુનિ,
--વાસ્તવિક રીતે,જન્મ-મરણના પરિશ્રમ વગરનું,દેહ-આદિ
ઉપાધિઓ વગરનું,અને,
ભ્રાંતિ
વિનાનું—સત્ય-વિશ્રાંતિ-સ્થાન કયું છે કે-જે ને પામવાથી કોઈ પ્રકારનો શોક જ
ન રહે ?
--જનકરાજા –વગેરે સજ્જનો,સઘળાં પ્રકારનાં કર્મો કર્તા
હતા,અને વ્યવહારમાં પણ અનુકૂળ રહ્યા હતા-
છતાં તેઓ
મહાત્માની પદવી એ કેવી રીતે પહોંચ્યા હતા?
--આ દેહને પાપ-પુણ્ય રૂપી કાદવ ઘણી રીતે લાગ્યા છતાં
કેવી રીતે પુરુષ તેનાથી ના લેપાય?
--નિર્દોષ અને ઉમદા મનવાળા તમે મહાત્મા લોકો –કયો
વિચાર રાખી –જીવનમુક્ત થઇ ફરો છો?
--વિષયો-રૂપી સર્પો,અંતે તો લોકોને ખાઈ જવાને વાસ્તે
જ લલચાવે છે,તેમનાથી શી રીતે બચી શકાય?
--મોહ અને કામ-ક્રોધાદિ થી ડહોળી થયેલ બુદ્ધિ –શી
રીતે અત્યંત સ્વચ્છતા પામે ?
--આ સંસાર-રૂપી પ્રવાહમાં વ્યવહાર કરવા છતાં,મનુષ્ય
કઈ રીતે કમળ ના પાન ઉપરનાં જળની
પેઠે અલગ
રહી શકે?
--જગતને અંતર-દૃષ્ટિ થી તણખલા જેવો જોઈ,મન ની કામ-આદિ
વૃત્તિઓનો સ્પર્શ ના કરતાં,
એવો મનુષ્ય
શી રીતે ઉત્તમપણું પામે?
--આ અજ્ઞાન-રૂપી મહાસાગર ને પાર પામેલા-એવા કયા મહાપુરુષ
નું સ્મરણ કરવાથી –
મનુષ્ય દુઃખ-મુક્ત
રહે.
--કરવા યોગ્ય સાધન કયું?પામવા યોગ્ય ફળ કયું? અને
આ મેળ વગરના સંસારમાં શી રીતે વર્તવું?
હે પ્રભુ,વિધાતાએ આ જગત અવ્યવસ્થા વાળું જ બનાવ્યું
છે,તેમાં જે વડે હું,તેના આદિમાં અને અંતમાં રહેનારી વસ્તુ ને (સત્ય ને) જાણી શકું
તેવું તત્વ મને કહો.
હું અંતઃકરણમાં પૂર્ણ સંતોષ પામું,હું પૂર્ણ થાઉં,અને
ફરી શોક ના કરું,
તેવો (તેને લગતો)--તત્વ ને જાણનારા એવા તમે –અહીં
મને ઉપદેશ કરો.
હે,મહાત્મા,પામર જીવો ને સર્વોત્તમ (શ્રેષ્ઠ) આનંદમાં
વિશ્રાંતિ મળતી નથી,કારણકે
સંસાર ના સંકલ્પ-વિકલ્પો તેમને
અહીં તહીં દોડાવ્યે જાય છે.