(૨૯) વૈરાગ્યવર્ણન અને ઉપદેશની માગણી
રામ બોલ્યા-એ પ્રમાણે “દોષ-દર્શન” (રૂપ દાવાગ્નિ)
ને લીધે,મારા વિવેકી મનમાં,
વિષયો પરના વિશ્વાસ (રૂપ બીજ) બળી ગયો છે.અને –આથી
જેમ,સરોવરમાં ઝાંઝવાનાં પાણી બનતાં (સ્ફૂરતાં)
નથી,
તેમ,મારા મનમાં ભોગ ની આશાઓ સ્ફુરતી જ નથી.
હે મુનિ,લોકો ના મનમાં દિવસે દિવસે ભૂંડાઈ વધતી
જાય છે,ને ભલા-પણું ઓછું થતું જાય છે.
જગતમાં દિવસે-દિવસે “મર્યાદા” તૂટતી જાય છે,અને
તે તૂટે છે તે કોઈના જાણવામાં પણ આવતી નથી!!
હે,મુનિશ્વર,જેમાં કોઈ જ જાતની ચિંતા નથી-એવી (મન ની) એકાગ્રતા,એ, ચિંતાઓથી ભરેલા રાજ્ય અને રાજ્ય-વૈભવ થી ઉત્તમ છે.આ ઉદ્યાનો (બગીચાઓ) મને આનંદ આપે તેમ નથી,સ્ત્રીઓ મને સુખ આપી શકે તેમ નથી,અને ધનની પ્રાપ્તિ મને હર્ષ આપી શકે તેમ નથી.હું તો મારા મન ની સાથે (મનમાં) શાંત થવા ધારું છું.
હે,પિતા,આ લોક (જગત) અનિત્ય તથા દુઃખ-રૂપ
છે,તૃષ્ણાઓ પુરી પડે (પુરી થાય) તેવી નથી,
અને મન જો તેની ચપળતાથી ઘેરાયેલું હોય, તો ત્યારે
હું કેવી રીતે આનંદ પામી શકું?
હું જીવન કે મરણ –કોઈને અભિનંદતો નથી,હું તો જેમ
રહું છું,તેમ શાંત રહીશ.
મારે રાજ્યનું,ભોગોનું,ધનનું કે તે ધન માટે ના
ઉદ્યમ (પરિશ્રમ) નું શું પ્રયોજન (કામ) છે?
એ સઘળું તો અહંકાર ને લીધે થાય છે,પણ મારો તો
અહંકાર જ ગળાઈ (મરી) ગયો છે.
હે,મુનીન્દ્ર,સ્વચ્છ બુદ્ધિ થી,બાલ્યાવસ્થામાં જ
જો આ ચિત્ત (મન) નો ઉપાય કરવામાં ના આવે –
તો પછી તેનો અવસર (સમય) પછી પાછળથી આવશે જ ક્યાંથી?
જે વિષ (ઝેર) કહેવાય છે તે વિષ નથી,પણ “વિષયો ની
વિષમતા” – એ જ વિષ છે,
કારણકે વિષ તો એક જન્મમાં જ હાનિ પહોંચાડે
છે,જયારે વિષયો તો જન્માંતરો પણ હાનિ પહોચાડે છે.
આત્મ-જ્ઞાની ને
સુખ-દુઃખ,જીવન-મરણ,સ્ત્રી,પુત્ર,મિત્ર,બાંધવો-વગેરે કોઈ બાંધી શકતાં નથી.
હે બ્રહ્મન,હું જે ઉપદેશથી જ્ઞાની થઈને શોક,ભય
તથા પરિશ્રમ થી રહિત થાઉં તેવો ઉપદેશ મને તરત આપો. મને કરવતથી કોઈ વહોરે તો તે
કદાચ હું સહન કરી શકું,પણ,
સંસાર ના વ્યવહારથી ઉત્પન્ન થયેલાં-તૃષ્ણા તથા
વિષયો થી –વહોરાવાનું-સહન કરી શકું તેમ નથી.
“આ સારું છે” એમ સમજી તેને મેળવવામાં-અને “આ ખરાબ
છે” એમ સમજી તેને ફેંકી દેવામાં-
જે વ્યવહાર કરવો પડે છે,તેના થી જે ભ્રાંતિ
ઉત્પન્ન થાય છે,તે મનને (ચિત્તને) અસ્થિર કરે છે.
આ કાળ-રૂપી વ્યભિચારી પુરુષ કે જે સંસાર-રૂપી હાર
પહેરીને,મોહક બનીને ઉભો છે તેનાથી,
હું કાયર થઇ ગયો છું, અને સિંહ જેમ જાળ ને તોડી
નાખે તેમ,હું તેને સહેલાઈ થી તોડી નાખવા માગું છું,
હે મુનિ,મારા મનનું આ “અજ્ઞાન અને દુઃખ -રૂપી
અંધારું” જે મારા હૃદયમાં છે
તેને તમે “સુખ-રૂપી વિજ્ઞાનના દીવા” થી દૂર કરો.
જેમ ચંદ્ર ના પ્રકાશ થી નાશ ના પામે તેવાં
અંધારાં હોતા નથી,
તેમ,મહાત્માઓના સંગ થી,નાશ ના પામે તેવા
“સંસાર-ના દુષ્ટ તાપો” –આ જગતમાં છે જ નહિ.
હે મુનિ,આયુષ્ય નાશવંત છે,વૈભવો ચંચળ છે,અને
યૌવનના આનંદો-પાણી ના રેલાની જેમ ચપળતાથી,
વહી જાય છે,એવું મનમાં
વિચારી ને, હમણાં લાંબી શાંતિ માટે,જ હું મનથી અલિપ્ત થયો છું.