(૨૮) સર્વમાં “ફેરફાર થનાર” સ્વભાવનું વર્ણન
રામ બોલ્યા-જેમ,સ્વપ્નમાં “સભા” મળેલી હોય (એકઠી
થઇ હોય) તે ખોટી અને અસ્થિર છે,
તેમ,આ જે કંઈ સ્થાવર-જંગમ જગત જોવામાં આવે છે તે
“અસ્થિર” છે.(જગત સ્થિર નથી)
હે,મુનિ,આજે જે ખાડો જોવામાં આવે તે,કોઈ દિવસે (વખતે)
પહાડ બની જાય છે,અને
તે જ પહાડ કોઈ વખતે પૃથ્વીની બરોબર કે કૂવો બની
જાય છે.
જે શરીર આજે,રેશમી વસ્ત્રો,માળા-મોતી મેં ચંદન થી શણગારાયું હોય તે –જ શરીર,કોઈ વખત દિગંબર (નગ્ન) અવસ્થામાં દૂર ખાડામાં જોવામાં આવે છે.
આજે જે વિવિધતાથી ને વસ્તીથી ભરપુર નગર છે તે કોઈ
વખતે ઉજ્જડ રણ જેવું થઇ જાય છે.અનેઆજે જે રણ કે વન છે તે કાલે વસ્તીથી ભરપૂર નગર
બની જાય છે.
હે,મુનિ,આજે જે પુરુષ,અધિક ધન નો અધિપતિ (માલિક) થઇ
ગયો હોય છે તે એક વખત રાખ ના ઢગલા-રૂપ થઇ જાય છે.અને આમ,જગતમાં -જળ ની જગ્યાએ સ્થળ
તો સ્થળ ની જગ્યાએ જળ થઇ જાય છે.આખું જગત એ દિવસો જતાં વિપરીત (ઉંધુ-જુદું) થઇ જાય
છે.
યુવાની,બાળપણ,ઘડપણ-પામતા શરીર અને દ્રવ્યો (વસ્તુઓ)
ના સમુહો –અનિત્ય છે અને,
તેઓ તરંગો ની પેઠે,નિરંતર એક સ્વભાવ ને છોડી બીજા
સ્વભાવ ને પ્રાપ્ત થયા કરે છે.
જેમ,પવનમાં(વાયુમાં) નાના દીવા ની જ્યોત ચંચળ (હાલતી)
રહે છે,
જેમ,વીજળી ના ચમકારા માં,આ ત્રણે લોક ની શોભા (ક્ષણિક)
દેખાય છે,અને
જેમ,”જુદાં જુદાં બીજ” પાણી ના સંસર્ગથી ફેરફાર પામ્યા
કરે છે-
તેમ.આ સઘળાં જીવો-કર્મો ની ગતિથી,નિરંતર ફેરફાર પામ્યા
કરે છે.
આપણને જેમ,તે જુના દિવસો,તે ગુજરી ગયેલા વડીલો,તે
જુની વધુ કે ઓછી સંપત્તિઓ,અને
તે જુની થઇ ગયેલી ક્રિયાઓ-વગેરે માત્ર સ્મરણમાં (યાદમાં)
જ રહ્યું છે,
તેમ આપણે પણ થોડા સમય પછી (આપણા ચાલ્યા ગયા પછી)
લોકો ના સ્મરણમાં જ રહીશું.
જે,ધન,બંધુ,મિત્ર,સ્ત્રી,પુત્ર,ઘર,ચાકર,વૈભવ-એ બધું
એક વખત વિનાશ પામવાનું છે,
એ જે સમજ્યો છે તેને એ ભયના લીધે,એ બધું રસ વગરનું
લાગે છે.
અને-જે નથી સમજ્યો તેને તે સઘળું રસ-વાળું લાગે છે.
આ પ્રમાણે જગતની રચના ક્ષણિક સ્થિતિ-વળી અને ક્ષણિક-નાશવાળી
છે,અને
ક્ષણે ક્ષણે તે આવ-જા કરે છે.
આ સંસારમાં-- જેનો ફેરફાર થતો નથી—એવો કોઈ પણ પદાર્થ
જોવામાં આવતો નથી.
(૧) વધવું (૨) રૂપાંતર પામવું (૩) ઘટવું (૪) નાશ થવો
(૫) પુનર્જન્મ થવો-
આ પાંચ વિકારો-રાત-દિવસની પેઠે-પ્રાણી ને અનુક્રમે
નિરંતર લાગ્યા કરે છે.
સંસારમાં પડેલ મનુષ્ય,ક્ષણે-ક્ષણે ઉદય-અસ્ત ને પામ્યા
કરે છે.
નથી તેની આપત્તિઓ સ્થિર રહેતી કે નથી તેની સંપત્તિઓ
સ્થિર રહેતી.
સમર્થ લોકો ને પણ સપાટામાં લઈને મોટે ભાગે વિપત્તિઓ
જ દેનાર કાળ (સમય)
પોતાની યથેષ્ટ ક્રિયાઓ-પોતાની
રીતે - કરતો રહે છે.