(૧૨) જ્ઞાન નું માહાત્મ્ય અને રામની યોગ્યતા
વશિષ્ઠ કછે છે કે-હે,રામ,તમે પરિપૂર્ણ મનવાળા છો,અને
માન આપવા યોગ્ય છો.તમે પ્રશ્ન કરવાની
રીતને જાણો છો,અને કહેલી વાત ને સમજો છો.માટે હું
તમને,આદરથી કહેવા તત્પર થયો છું.
તમે રજોગુણ અને તમોગુણથી રહિત અને શુદ્ધ સત્વગુણને
અનુસરનારી,
બુદ્ધિ ને હૃદયમાં સ્થાપન કરીને,તે અમૂલ્ય જ્ઞાન સાંભળવાને
સજ્જ થાઓ.
જે કોઈ “આરંભ” છે, અને જે કોઈ “વિચારો” છે,તે શાંત
થઇ જાય છે.
અને,આવી, (જ્ઞાનથી મળતી) વિશ્રાંતિ,જો ઉત્તમ મનવાળાને
મળતી ના હોત તો,
આ સંસારમાં કયો સાધુ પુરુષ “સાધનો” (જ્ઞાન મેળવવાના
સાધનો) ના અપાર પરિશ્રમને સહન કરે?
પરમ જ્ઞાનનો સંબંધ થતાં,મન ની સઘળી વૃત્તિઓ પીગળી
જાય છે.અને
દુઃસહ (સહન ના કરી શકાય તેવો) અને સંસાર ના ઝેરથી
થયેલો રોગ,”આત્મ-બોધ-રૂપી” મંત્ર થી શાંત થાય છે.અને એ “આત્મ-બોધ” મેળવવાનું,”ગુપ્ત
રહસ્ય” તે સજ્જનો સાથે નો “શાસ્ત્ર વિચાર” છે. “વિચાર” કરવાથી સઘળાં દુઃખોનો અવશ્ય ક્ષય થાય છે,એમ
સમજવું.
જેમ,સર્પ જૂની કાંચળી છોડી દઈ ને સંતાપ-રહિત થાય છે,
તેમ,વિચારવંત પુરુષે,સઘળી ચિંતાઓના પિંજર ને છોડી
દઈ ને સંતાપ-રહિત થવું,અને-
સદ-વિચાર થી યથાર્થ અને ઉત્તમ બ્રહ્મ-વિદ્યા ને પામવું.અને
બ્રહ્મ-વિદ્યા ને પામેલો, પુરુષ,
તે સર્વ જગતને વિનોદ થી (હસતા-હસતા) ઇન્દ્રજાળ ની
પેઠે જોયા કરે છે.
પણ જેને બ્રહ્મ-વિદ્યા પ્રાપ્ત થઇ નથી તેને આ જગત
દુઃખ-રૂપ ભાસે છે.
અત્યંત વિષમ એવો સંસાર પ્રત્યે નો રાગ (આસક્તિ)-
એ-(મનુષ્યને)
ઝેરી સર્પ ની પેઠે કરડે છે,તલવાર ની પેઠે કાપી નાખે
છે,રસ્સી ની જેમ બાંધી લે છે,
અગ્નિ ની પેઠે બાળે છે,રાત્રિ ની પેઠે અંધ કરી નાખે
છે અને
જેમ,પથરો ઓચિંતો આવી ને પડે તેમ પડી ને માનવી ને પરવશ
(અને દુઃખી) કરી નાખે છે.
તે “બુદ્ધિ” ને હરી લે છે,સ્થિતિ (સ્થિરતા) નો નાશ
કરે છે,
”મોહ-રૂપી” ઉંડી ખાઈ માં ધકેલી દે છે, અને,તૃષ્ણા
થી જર્જરિત કરી નાખે છે.
એવું કોઈ પણ દુઃખ નથી કે સંસારી-મનુષ્ય ને પ્રાપ્ત
થતું નથી.
આ સંસારના “વિષયો” ના સંગ-રૂપી ઝેરના –પરિણામો બહુ
જ માઠાં (ખરાબ) છે.
જો એનો ઉપાય ના કરવામાં આવે તો-“નરક-સ્થાનો ના ફળ-રૂપે”
એ રોગ મહા-પીડાઓ ઉત્પન્ન કરે છે.
હજારો “કષ્ટ-દાયી” ચેષ્ટાઓથી દારુણ (દુઃખી) એવા-આ-“સંસાર-રૂપી-હાલતા-ચાલતા
યંત્ર” વિષે ઉપેક્ષા
કરવી નહિ.પણ તેને વિષે અવશ્ય વિચાર કરવો,અને એવું
સમજવું કે “શાસ્ત્ર-વિચાર” જ તેનો ઉપાય છે.
નવા-નવા વિષયો ને “જોવામાં” અને “ભોગવવામાં”
ઉત્સાહ વગરના,કલ્પનાઓ થી ઉડતા,
વિક્ષેપો થી રહિત થયેલા,પરમાત્મા-રૂપી “દીપક” ને પામેલા,અને
અત્યંત “શુદ્ધ-બુદ્ધિવાળા”
એવા મહાત્મા લોકો-આ જગતમાં જેમ “બ્રહ્મ-વિષ્ણુ-મહેશ”
વગેરે દેવો – રહેલા છે,
તેવી રીતે જ જીવન-મુક્ત થઈને
રહેલા છે.