શ્રીરામ પૂછે છે કે-આ શાસ્ત્ર બ્રહ્માએ શા
કારણથી કહ્યું હતું? અને તમને શી રીતે પ્રાપ્ત થયું હતું?
વશિષ્ઠ કહે છે કે-નિર્વિકાર પરમાત્મામાંથી
“બ્રહ્માંડ-રૂપ-વિરાટ-પુરુષ” ઉત્પન્ન થયો.
(જેમ પાણી સ્થિર હોય,અસ્થિર હોય-તરંગો હોય,પણ
તે સર્વ પાણી જ છે,
તેમ માયાના સંસર્ગ થી ક્ષોભ કે અક્ષોભ –સ્થિતિમાં
પરમાત્મા નિર્વિકાર-અખંડ સ્વરૂપ જ છે)
જે વિરાટના હૃદય-કમળમાંથી “બ્રહ્મા”
ઉત્પન્ન થયા.અને બ્રહ્માએ સર્વ પ્રાણીઓના સમૂહને ઉત્પન્ન કર્યો.
જંબુદ્વીપ (એશિયા ખંડ) ના એક ખૂણા-રૂપ આ ભરત-ખંડ માં –બ્રહ્મા એ જે પ્રાણીઓ ના સમૂહ ને પેદાકર્યો,તેમને - આધિ-વ્યાધિ,લાભ-અલાભ થી અસ્થિર મનવાળાં અને થોડા જીવનવાળાં –જોઈ ને- જેમ પિતાને પુત્રનાં આંસુ જોઈ ને કરુણા આવે તેમ-બ્રહ્મા ને પણ કરુણા આવી.અનેતેમણે લોકો ના કલ્યાણ માટે અને દુખોના નાશ માટેના ઉપાયનો એકાગ્ર ચિત્તે વિચાર કર્યો.
વિચારને અંતે તેમણે તપને,ધર્મ ને,દાન ને
અને તીર્થો વગેરેને ઉત્પન્ન કર્યા.
પણ પછી ફરીથી બ્રહ્માએ વિચાર કર્યો કે-
આ તપ-વગેરે સાધનોથી પ્રજાના સર્વ દુઃખો નો
સર્વથા નાશ થઇ જશે નહિ,પરમ સુખ તો
નિર્વાણ (મોક્ષ) થી જ મળે છે,અને આ નિર્વાણ
કેવળ “જ્ઞાન” થી જ મળે છે.
એથી તેમણે સંકલ્પ કરીને મને (વશિષ્ઠને)
ઉત્પન્ન કર્યો.
મેં તે પછી બ્રહ્મા (પિતા) ને મનુષ્યોના દુઃખ
ટાળવાનો ઉપાય પૂછ્યો-
એટલે તેમણે મને જ્ઞાન નો ઉપદેશ કર્યો.જેનાથી
હું પરિપૂર્ણ સ્વ-ભાવવાળો થયો અને
જે જાણવાનું છે,તે સઘળું જાણીને હું “બ્રહ્માત્મક
સ્થિતિ” ને પામ્યો.
પછી બ્રહ્માએ મને કહ્યું કે-હવે તું લોકો પર
અનુગ્રહ કરવા સારું,પૃથ્વી પર આવેલા ભરતખંડ માં જા.
ને ત્યાં જેઓ-કર્મકાંડ માં આસક્તિવાળા છે તેમને
ક્રમથી કર્મકાંડ નો બોધ આપજે,અને,
જેઓ વૈરાગ્યવાળા,વિચારવાળા અને ઝીણી વાત ને
સમજી શકે તેવાઓને તારે,
આનંદ આપનારા આ જ્ઞાન નો ક્રમથી બોધ આપવો.
આમ, આજ્ઞા મુજબ હું અહીં ભરતખંડ માં આવ્યો,અને બ્રહ્મા ની આજ્ઞા પ્રમાણે
જ્યાં સુધી
ભરતખંડ માં અધિકારી લોકો રહેશે,ત્યાં સુધી
હું પણ અહીં રહીશ.
અને અધિકારી ને જ્ઞાન નો બોધ આપીશ.
હે,રામ,આ સંસારમાં મારે કાંઇ પણ કર્તવ્ય નથી,હું
મનથી રહિત છું,છતાં પણ,
સંસારમાં રહેવું જ જોઈએ એમ સમજી ને શાંત-વૃત્તિ
થી સંસારમાં રહ્યો છું.
અજ્ઞાની લોકો ની દ્રષ્ટિ થી
હું કાર્ય કરું છું,પણ મારી પોતાની દ્રષ્ટિએ હું કંઈ પણ કરતો નથી.