તમે ભલે,પૂર્વે,(પૂર્વ-જન્મમાં)
અભ્યાસથી,શુભ કે અશુભ વાસનાઓનો સમૂહ દૃઢ
કર્યો હોય,
પણ હમણાં તો (હાલ) શુભ વાસનાને ગાઢી કરો.
“પૂર્વ જન્મ ની શુભ વાસના હવે ગાઢી થઇ શકે
નહિ,કે અશુભ વાસનાથી અનર્થ થશે”
આવું વિચારી તમારે મુંઝાવું નહિ,પણ યોગ્ય
વ્યવહાર કરીને સુખમાં રહેવું.
વાસનાઓના ફળ સંબંધી તમને કોઈ સંદેહ હોય,તો પણ શુભ વાસનાઓ જ એકઠી કરો.ઉત્તમ શુભ આચરણ થી શુભ વાસનાઓ વધશે તો તેનાથી હોઈ હાનિ થવાની નથી.
આ જગતમાં લોકો જેનો જેનો અભ્યાસ કરે છે તે તે વસ્તુ રૂપ જ થઇ જાય છે,આ વાત,બાળક થી માંડી વિદ્વાનો સુધીમાં સંદેહ વિના પ્રત્યક્ષ જોવામાં આવી છે.
માટે,પરમ,પુરુષાર્થ નો આધાર એવી-પાંચ
ઇન્દ્રિયો ને જીતી લઇ,ઉત્તમ-શુભ વાસનાઓ નો સંગ્રહ કરો.તમે જ્યાં સુધી તમારા “સ્વ-રૂપ” ને
જાણ્યું નથી,ત્યાં સુધી તમારું મન પણ તે વિષયને જાણતું નથી,માટે તમે જ્યાં સુધી “આત્મ-સ્વરૂપ”ને ના
જાણો-ત્યાં સુધી,શાસ્ત્રો ને મહાત્માઓ ના કહેવા મુજબ,
નિર્ણય કરીને શુભ વાસનાઓનો અભ્યાસ કરો.
અને જયારે દ્વંદો (રાગ-દ્વેષ વગેરે) શિથીલ
થઇ ને આત્મ-વસ્તુ જાણવામાં આવે ત્યારે,
તમે કશી ચિંતા રાખ્યા વિના તમારી શુભ
વાસનાઓ ના સમૂહ ને પણ ત્યજી દેજો.
આમ,શુભ વાસનાઓનો અભ્યાસ કરીને,શુભ
વાસના-વાળી,મનોહર “બુદ્ધિ” થી,શોક-રહિત એવા
“ઉત્તમ-પદ” નો સાક્ષાત્કાર કરી,તે ઉત્તમ
પદ નો પણ ત્યાગ કરી “સ્વ-રૂપ” માં જ મસ્ત રહો.
(૧૦)
પૃથ્વી પર જ્ઞાન ઉતરવાનો ક્રમ
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જે “બ્રહ્મ-તત્વ”
છે-તે-સર્વદા-સર્વ ઠેકાણે-સર્વ ના અનુકૂળ-પણા થી રહેલું છે.
પણ,તેને “ભવિષ્ય-કાળ” નો સંબધ આપી ને-લોકો-
“ભવિતવ્યતા” કહે છે.
અને આ “ભવિતવ્યતા” જ “નિયંતા-રૂપ”
(બ્રહ્મ) “કારણ” માં “નિયામક-રૂપે” રહેલી
છે.અને-
“કાર્ય” પદાર્થોમાં “નિયમ્ય-પણે” રહેલી
છે.
વળી,એવો દૃઢ સિદ્ધાંત છે કે-“કારણ”
(બ્રહ્મ) એ “કાર્ય” કરતાં પહેલું જ હોવું જોઈએ.
આથી કલ્યાણ ના અર્થે (બ્રહ્મ-કે-મોક્ષ
પામવાના અર્થે) વિષયો માં ડૂબેલી,ઇન્દ્રિયો પર,પુરુષાર્થ નો આશ્રય કરી ચિત્ત ને એકાગ્ર કરી,મન ની સમતા મેળવો.
અને તમને –જે-આ હું “સંહિતા” કહું છું તે
તમે સાંભળો.કે જે સર્વ “વેદો ના સાર” થી બનાવેલી છે,
અને મોક્ષ ના ઉપાયો થી ભરેલી છે.
સઘળાં દુઃખો નો ક્ષય કરનારું અને બુદ્ધિ
ને પરમ વિશ્રાંતિ આપનારું,આ શાસ્ત્ર,
સર્વ ને (સર્વ જીવો ને)
બનાવનારા બ્રહ્માએ કલ્પના આરંભમાં કહ્યું હતું.