આ જગતમાં સર્વ પદાર્થો,દેશ,કાળ,ક્રિયા,અને
દ્રવ્ય-ને આધીન રહી ને ઉત્પન્ન થાય છે,
જે મનુષ્ય પ્રયત્ન કરીને પોતાનાં પૂર્વજન્મ નાં તુચ્છ કર્મો નો નાશ કરતો નથી,તેવો અજ્ઞાની,પોતાનાં સુખ-દુઃખ ને ટાળવાને પોતે સ્વતંત્ર હોતો નથી,અને તેથી,ઈશ્વર ની પ્રેરણા થી તેને સ્વર્ગમાં કે નર્ક માં જવું પડે છે.(તેનો મોક્ષ નથી)અને તે હંમેશાં પરાધીન અને પશુ-તુલ્ય (પશુ સમાન) જ રહે છે તેમાં સંદેહ નથી.
એટલે એમાં જે પ્રયત્ન કરે તે વિજયી થાય છે.
માટે ઉત્તમ શાસ્ત્રો તથા સંત પુરુષો ના સમાગમ
(સત્સંગ) કરીને પુરુષાર્થ સંપાદન કરવો,અને
બુદ્ધિ ને નિર્મળ કરીને આ સંસાર-રૂપી સમુદ્રને
તરી જવો.
જે મનુષ્ય પ્રયત્ન કરીને પોતાનાં પૂર્વજન્મ નાં તુચ્છ કર્મો નો નાશ કરતો નથી,તેવો અજ્ઞાની,પોતાનાં સુખ-દુઃખ ને ટાળવાને પોતે સ્વતંત્ર હોતો નથી,અને તેથી,ઈશ્વર ની પ્રેરણા થી તેને સ્વર્ગમાં કે નર્ક માં જવું પડે છે.(તેનો મોક્ષ નથી)અને તે હંમેશાં પરાધીન અને પશુ-તુલ્ય (પશુ સમાન) જ રહે છે તેમાં સંદેહ નથી.
સંસારમાં જે હજારો વ્યવહારો (કર્મો) કરવાના આવે છે
અને ને જાય છે,તેમાં,હર્ષનો અને શોક નો ત્યાગ કરીને શાસ્ત્ર પ્રમાણે જ
પોતાની મર્યાદાઓ નો ભંગ ના કરતાં,તે વ્યવહારોમાં વર્તવું યોગ્ય છે ને તો જ સર્વ ઇષ્ટ
વસ્તુઓનો લાભ થાય છે.એટલે,આમ,શાસ્ત્ર-વિધિને અનુસરીને જે રીતે પોતાનો સ્વાર્થ
સિદ્ધ થાય તેવાં કાર્યો કરવાં,
તેનું નામ “પુરુષાર્થ” છે,અને તે સિદ્ધિ આપે છે,તેવું
વિદ્વાનો કહે છે.
શાસ્ત્ર ના શ્રવણ કરવાથી બુદ્ધિ સ્વચ્છ થાય છે ને
તે સ્વચ્છ બુદ્ધિ વડે,
પોતાની મેળે,પોતાના આત્મા નો ઉદ્ધાર કરવો,તેને “સ્વાર્થ-સાધકતા”
(સ્વાર્થસાધનાર પણું) કહેવાય છે.
અને અજ્ઞાનથી થયેલી વિષમતા દૂર થતાં જે આનંદ થાય છે
તેને વિદ્વાનો “પરમાર્થ” કહે છે.
(આ સ્વાર્થ માં,સ્વાર્થ સાધતાં, બીજા કોઈને કશું નુકશાન
પહોચાડવામાં આવતું નથી!!)
હે,રામ,”દૈવ” (પ્રારબ્ધ) એ સર્વ કારણોથી,અને કાર્યોથી
રહિત છે, ને,
માત્ર પોતાની કલ્પના ના બળ થી જ કલ્પી કાઢેલું છે.માટે
તે મિથ્યા (ખોટું) છે.
માટે તેની દરકાર રાખ્યા વિના તેનો ત્યાગ કરી પુરુષાર્થ
નો જ આશ્રય કરો.
દૈવ અને પુરુષાર્થ ના સંબંધમાં બહુ વિચાર કરનારા પંડિતોએ
એવો નિશ્ચય કર્યો છે-કે-
પુરુષાર્થ (શાસ્ત્રોક્ત કર્મો-ક્રિયાઓ) કરવાથી,દૈવ
(પ્રારબ્ધ) નો પરાજય થાય છે, માટે,
શમ-દમ-સંપન્ન-અધિકારી પુરુષોએ,સંત-મહાત્મા પુરુષોની
સેવા કરીને,નિત્ય શ્રવણ-મનન-દ્વારા,
તત્વ-જ્ઞાનને મેળવવા માટે
ઉદ્યમ (પુરુષાર્થ) કરવો જોઈએ.