Sep 15, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૩૦

(૪) જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ

વશિષ્ઠ બોલ્યા-જેમ સમુદ્ર ની અંદર,સ્થિર પાણી અને તરંગ રૂપે હાલતું પાણી –એ બંને પાણી એક જ છે,
તેમ વિદેહ-મુક્ત અને જીવનમુક્ત માં “મુક્તિ-પણું” તો સરખું જ છે.
કોઈ પણ મુક્તિ,વિષયો ને આધીન નથી.
અને જેઓ (જીવનમુક્ત અને વિદેહમુક્ત ) વિષયોનો,(”તે વિષયો છે” એમ જાણીને-તેનો)
ઉપભોગ કરતા નથી તેમને વિષયો નું જ્ઞાન (બોધ) ક્યાંથી હોય?

આવા જીવનમુક્ત મુનિ વ્યાસજીને, આપણે,આપણા, મુખ આગળ,આપણી જ કલ્પનાથી,એક દેહધારી તરીકે-જોઈએ છીએ,
પણ એમના (વ્યાસજીના) મનનો નિશ્ચય (તેમના વિચાર) આપણે જાણતા નથી.(જાણી શકતા નથી)
(એમના સામાન્ય વર્તન ને જોઈ આપણે તેમને,તે ભલે જીવનમુક્ત હોય,તો પણ આપણે તેવું માનતા નથી)

જીવનમુક્ત હોય કે વિદેહમુક્ત હોય,પણ છેવટે તો તે બંને બોધ (જ્ઞાન) રૂપે જ રહે છે,માટે તે બંને માં સત્યમાં,કોઈ ભેદ નથી.
જેમ, સ્થિર પાણીમાં અને તરંગ-રૂપે હાલતા પાણીમાં –પાણી-પણું એકજ છે,
જેમ, સ્થિર વાયુ માં અને હાલતા વાયુ માં વાયુ તો એક જ છે,બંનેમાં ભેદ નથી,
તેમ,વિદેહમુક્ત અને જીવનમુક્ત માં જરા પણ ભેદ નથી.(ભલે સામાન્ય નજર ને તે જુદા દેખાય)

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,અમારી અથવા વ્યાસની જીવનમુક્તિ કે વિદેહમુક્તિ પર ખરો વિચાર કરવાનો નથી,પરંતુ આત્મા ના દ્વૈત-પણા થી રહિત થઇ, આત્મા ની એકતા (અદ્વૈત) પર ખરું ધ્યાન આપવાનું છે.

આ સંસારમાં સૌ મનુષ્ય સારી રીતે પુરુષાર્થ (ઉદ્યોગ) કરે છે તો તેમને સર્વ વસ્તુઓ મળે છે.
શાસ્ત્રોક્ત કર્મો (ક્રિયાઓ-પુરુષાર્થ) કરવાથી,મન શુદ્ધ થાય છે,અને તે દ્વારા જ્ઞાન ની પ્રાપ્તિ થવાથી,
હૃદયમાં ચંદ્ર ના જેવું શીતળ “જીવન-મુક્તિ”નું સુખ ઉદય પામે છે.
આ સુખ પુરુષાર્થ થી જ મળે છે,બીજી કોઈ પણ વસ્તુ (દૈવ-પ્રારબ્ધ) થી નહિ,
ક્રિયા કરવાથી ફળ આપનારો પુરુષાર્થ (ઉદ્યોગ) પ્રત્યક્ષ જોવામાં આવે છે (દેખાય છે),પણ,
દૈવ (પ્રારબ્ધ) પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. (દેખાતું નથી)

મોહ પામેલા મૂર્ખ માણસોએ “દૈવ” (પ્રારબ્ધ) ને કલ્પી કાઢેલું છે,
પરંતુ એ “દૈવ” (પ્રારબ્ધ) પોતે કંઈ વસ્તુ છે જ નહિ.(એટલે કે-પ્રારબ્ધ જેવું કશું છે જ નહિ)

જે મનુષ્ય જે વસ્તુ ની ઈચ્છા કરે,અને ક્રમ પ્રમાણે તે માટે પ્રયત્ન કરે,વળી પ્રયત્ન કરતાં કરતાં જો અર્ધે થી પાછો ના ફરી જાય તો-તેને તે વસ્તુ અવશ્ય મળે જ છે.

જો કોઈ ઐશ્વર્ય થી ભરેલી ઇન્દ્રની પદવી,પામ્યો છે તો તે તેના પુરુષાર્થ થી જ પામેલો છે.
ચૈતન્ય નો કોઈ એક તરંગ કમળ ના આસન પર બેઠેલા બ્રહ્મા ની પદવી પામ્યો છે,
કે,કોઈ શંકર ની તો  કોઈ વિષ્ણુ ની પદવી પામેલો છે, તો તે પણ તે પોતાના પુરુષાર્થથી જ પામેલો છે.

એ પુરુષાર્થ ના બે વિભાગ છે. એક પૂર્વજન્મનો પુરુષાર્થ  અને બીજો આ જન્મનો પુરુષાર્થ.
તેમાં આ જન્મના પુરુષાર્થ થી પૂર્વ જન્મના પુરુષાર્થ ને ઝટ જીતી લઇ શકાય છે.
પ્રયત્ન કરવાવાળા,દૃઢ અભ્યાસ કરવાવાળા,અને ઘણા ઉત્સાહ વાળા,અધિકારી પુરુષો,
મેરુ પર્વત ને પણ ગળી જાય છે,તો પૂર્વ જન્મ ના પુરુષાર્થ ને ગળી જાય તેમ શું આશ્ચર્ય?

પુરુષ શાસ્ત્રની નીતિ ને અનુસરીને જે પુરુષાર્થ કરે છે,તે પુરુષાર્થ જ અનેક ધાર્યા (ઈચ્છિત) ફળો આપે છે,પણ જે પુરુષાર્થ શાસ્ત્ર ની નીતિ વિરુદ્ધ  હોય છે,તેનાથી તો અનર્થ જ નિપજે છે.ને દુર્દશા લાવે છે.



     INDEX PAGE
      NEXT PAGE