શુકદેવજી કહે છે કે-આ વિષય મેં પ્રથમ મારી પોતાની
મેળે જ વિવેકથી જાણ્યો હતો,પણ મેં પિતાજીને
અને આપને પૂછ્યું તો પણ જવાબ તો તે જ
મળ્યો,શાસ્ત્રોમાં પણ એ જ વાક્યાર્થ જોવામાં આવે છે,કે-
“આ દુષ્ટ અને નિઃસાર સંસાર અંતઃકરણ માંથી ઉત્પન્ન
થયો છે,
અને અંતઃકરણ નો ક્ષય થતાં તે ક્ષય પામે છે”
તત્વ-વેતાઓ નો પણ આ પ્રમાણેનો જ નિશ્ચય છે.
આ પ્રમાણે જે મેં જાણ્યું છે,તે જ સાચું હોય તો
તમે મને કોઈ સંદેહ ના રહે તેવી રીતે કહો,કે જેથી
તમારાં વચન પર વિશ્વાસ રાખીને વિશ્રામ પામું
(શાંત થાઉં) કારણ મારું મન ચારે બાજુ ભમે છે.
જનકરાજા એ કહ્યું-હે,મુનિ,આથી વધુ કંઈ પણ નિશ્ચય
કરવાનું નથી,જે નિશ્ચય કરવાનું છે,તે તમે પોતાની મેળે જ જાણ્યું છે,વળી ગુરૂ-મુખ
(વ્યાસજી) થી પણ સાંભળ્યું છે.
“અખંડ ચૈતન્ય-રૂપ આત્મા એક જ છે,એ સિવાય બીજું
કાંઇ છે જ નહિ.
એ આત્મા પોતાના સંકલ્પ ને લીધે બંધાયેલો છે અને
સંકલ્પરહિત થતાં તે મુક્ત જ છે.”
આ જાણવાનું તમે પ્રથમ થી જ જાણ્યું છે,અને જેથી તમને ભોગ ભોગવ્યા પહેલાં જ,સઘળા “દૃશ્ય પદાર્થો”થી (સંસારથી) વૈરાગ્ય થયેલો છે.
હે, બાળક હોવા છતાં,વિષયો નો ત્યાગ કરવામાં
મહાવીર,તમારી બુદ્ધિ,
લાંબા રોગ જેવા વિષયોમાંથી વિરામ પામી છે,તો હવે
તમે બીજું શું સાંભળવા ઈચ્છો છે? તમને જેવી પૂર્ણતા પ્રાપ્ત થઈ છે,તેવી પુર્ણતા,
સઘળાં જ્ઞાનો ના મોટા ભંડાર-રૂપ અને ભારે તપશ્ચર્યા પછી,તમારા પિતા વ્યાસજી ને પણ
પ્રાપ્ત થઇ નથી.વ્યાસજીએ એમની ઉદારતા થી તમને મારી પાસે ઉપદેશ
લેવા (ગુરૂ કરવા) ભલે મોકલ્યા હોય,પણ વૈરાગ્ય ની સ્થિતિમાં તો તમે મારા કરતાં પણ
અધિક છો.તમે પૂર્ણ ચિત્તવાળા છે,અને મેળવવાની સઘળી વસ્તુ
તમે મેળવી લીધી છે,તથા બહારના વિષયોમાં તમે પડ્યા જ નથી,અને મુક્ત જ
છે,માટે તમે ભ્રાંતિ (ભ્રમ) છોડી દો.
વિશ્વામિત્ર,શ્રીરામને કહે છે કે-આ રીતે જનકરાજા ના ઉપદેશ પછી,
શુકદેવજી દૃશ્ય-પદાર્થો (સંસાર)થી રહિત.એવી “પરમ
વસ્તુ” (સત્ય-બ્રહ્મ) માં જ રહેવા લાગ્યા,
અને પછી શોકથી,ભયથી,તથા પરિશ્રમ થી રહિત થયેલા
અને તૃષ્ણાથી મુક્ત થયેલા એવા શુકદેવજી કોઈ પણ જાતની ભ્રાંતિ-વિહીન થઈને
મેરુ-પર્વત ના શિખર પર સમાધિ કરવા માટે ગયા અને દશ હજાર વર્ષ નિર્વિકલ્પ સમાધિમાં
રહીને,જેમ,તેલ ખતમ થતાં,દીવો પોતાના “સ્વ-રૂપ” માં જ શાંત થાય છે,તેમ પોતાના સ્વરૂપ માં શાંત થયા.
જેવી રીતે પાણી નો કણ સમુદ્રમાં એકતા પામે છે ,
તેમ,”દૃશ્ય પદાર્થો (સંસાર) માં પ્રીતિ” અને “તેના
કારણ-રૂપ અજ્ઞાન” એ બંને ટળી જવાથી,
શુદ્ધ થયેલા તે શુકદેવજી પોતે વાસના-રહિત થઈને
પવિત્ર-પદ-રૂપ “નિર્મળ-સ્વ-રૂપ” માં એકતા પામ્યા.