Aug 23, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૭

‘સંપત્તિ હોય તો પણ શું?વિપત્તિ હોય તો પણ શું?ઘરમાં શો સાર છે?મનોરથ કરવાથી શું વળે?
એ તો સઘળું મિથ્યા છે.’એમ બોલી ને તે (રામ) ગુમ-સુમ એકલા બેસી રહે છે.
જોઈતી વસ્તુઓ ના ગ્રહણમાં વિમુખતા સેવી,અને જાણે સંન્યાસ ધર્મ પાળનારા તપસ્વીઓને અનુસરતા,
એવા,તે રામ,પદ્માસન વાળી ને શૂન્ય મનથી,કેવળ ડાબા હાથની હથેળી ગાલ ને ટેકવી રાખે છે.
અમે સર્વ સેવકો,તથા ભાઈઓ અને માતાઓ તેમને વારંવાર તેમણે પૂછીએ તો એ ‘કંઈ જ નથી’
એમ કહીને કોઈ સૂચક ચેષ્ટા વિના મૂંગા રહે છે.

‘અનાયાસે મળે એવા  પદને નહિ મેળવતાં,મેં બહારની પ્રવૃત્તિઓ કરીને આટલાં વર્ષો ને પાણીમાં નાખ્યાં’
એમ વારંવાર મધુર ધ્વનિથી મનમાં ગુનગુનાયા કરે છે.
કોઈ તેમની પાસે ધન માગવા આવે ત્યારે
‘ધન તો આપદાઓના મુખ્ય સ્થાન-રૂપ છે,તેને તું શા માટે ઈચ્છે છે?’ એમ કહી સઘળું ધન આપી દે છે.

‘સંપત્તિ એ તો આપત્તિ છે,તેનો મોહ માત્ર કલ્પનાથી ઉભો થાય છે’ એવા અર્થના શ્લોકો ગાયા કરે છે,
વળી બોલ્યા કરે છે કે-‘હાય,હું માર્યો ગયો,હાય,હું,અનાથ છું!!” એવી રીતે જે લોકો રોયા કરે છે,
છતાં તે લોકો ને વૈરાગ્ય કેમ પ્રાપ્ત થતો નથી ? તે આશ્ચર્ય છે.

રામના અનુચરો કહે છે કે-હે,રાજા,રામ આવી સ્થિતિમાં અને આવી રીતે વર્તે છે,તે જોઈ અમે પણ અત્યંત
ખેદ પામ્યા છીએ,અને આ વિષયમાં હવે આપ જ અમારા આધાર છે.
એ પોતે,વિવેકી છે એટલે એમને મૂઢ કહી શકાય તેમ નથી અને એમને વિશ્રાંતિ મળતી નથી,
એટલે એમને મુક્ત પણ કહી શકાતા નથી.

(૧૧) રામનું દશરથ રાજાએ અને મુનિઓએ કરેલું સાંત્વન

વિશ્વામિત્ર બોલ્યા-હે,અનુચરો,તમે રામને અહીં લઇ આવો,તેમણે જે આ મોહ થયો છે તે કોઈ આપત્તિથી કે કોઈ રોગ થી થયો નથી,પણ તે ‘વિવેક અને વૈરાગ્ય’ થી થયો છે. એ ‘મોહ’ નથી પણ ‘બોધ’ છે.
અને તેનું ઉત્તમ ફળ આવશે.તે અહીં આવે એટલે અમે તેમનો આ મોહ, યુક્તિ-પૂર્વક દૂર કરી નાખીશું,
એટલે રામ, અમારી પેઠે સર્વોત્તમ પદમાં વિશ્રાંતિ પામશે.

વિશ્વામિત્ર નાં આવા વચનો થી દશરથ રાજાનું મન આનંદ થી ભરાઈ ગયું,અને રામને બોલાવવા,
ફરીવાર,દૂતો ઉપર દૂતો મોકલ્યા.
એટલે છેવટે રામ,પોતાના આસન પરથી ઉઠીને,બે ભાઈઓની સાથે,પિતાની સભામાં આવ્યા.
સભામાં આવી, તેમણે પિતાજી,ગુરુજનો અને સર્વ ને વંદન કર્યા.
દશરથરાજાએ રામનું માથું સૂંઘ્યું ને ચુંબન કરી કહ્યું કે-હે,પુત્ર,મારા ખોળામાં,મારી પાસે બેસો.
પણ તેટલી વારમાં તો, રામ,પૃથ્વી પર પાથરેલા વસ્ત્ર પર બેસી ગયા.

રાજા બોલ્યા-હે,પુત્ર,તું વિવેકી છે,તારે મૂરખની માફક,શિથિલ બુદ્ધિ થી તારા આત્માને ખેદ ને સ્વાધીન
ના કરવો જોઈએ.વૃદ્ધો,વડીલો અને ગુરુઓ નું કહેલું કરવાથી પુણ્ય-પદ સાંપડે છે.મુંઝાયા કરવાથી નહિ.
જ્યાં સુધી મોહ ને પ્રસરવાનો અવકાશ આપવામાં આવે નહિ,ત્યાં સુધી જ આપત્તિઓ દૂર રહે છે.

વશિષ્ઠ બોલ્યા-હે,રાજકુમાર,તમે શૂરા છો,અને જે,ભારે દુઃખદાયી છે,તથા ઘણી મુશ્કેલી થી જીતી શકાય છે,
તેવા વિષયો રૂપી શત્રુઓને પણ તમે જીતી લીધા છે,તો પછી,અજ્ઞાનીઓ ને જ યોગ્ય,એવા,આ,
અનેક તરંગોથી ભરેલા અને જડ એવા,મોહ-રૂપી સમુદ્રમાં તમે,કેમ, અવિવેકીઓ ની જેમ ડૂબકાં ખાઓ છો?

વિશ્વામિત્ર બોલ્યા-હે,રામ,તમારા ‘ચિત્તની ચપળતા’ છોડીને કહો કે તમે શા માટે મુંઝાઓ છો?
ચિંતા,તમારા મન ને બગાડી નાખશે.તો,તમને તે ચિંતા કયા કારણથી થઇ છે?
તમારો કયો મનોરથ સિદ્ધ થાય તો,તે ચિંતા દૂર થાય તેમ છે?
તે ચિંતાઓ કેટલી છે?કેવી છે? અને ક્યાં રહી છે?

જેને કષ્ટ હોય કે દરિદ્ર હોય ,તેણે ચિંતા થવા સંભવ છે,પણ ચિંતાઓ તમને પ્રાપ્ત થવી સંભવિત નથી.
માટે,તમારા મન નો જે અભિપ્રાય હોય તે તમે ઝટ કહો,તો તમને જે જોઈતું હશે તે સઘળું તમને મળશે,
અને જેથી,પછી તે ચિંતાઓ ફરી તમારા મનનું ભેદન કરશે નહિ,

બુદ્ધિમાન વિશ્વામિત્રે,આ પ્રમાણે જયારે ‘યોગ્ય-વસ્તુ નો પ્રકાશ પાડનારાં’, તાત્પર્ય-વાળા વચનો કહ્યાં,
એટલે,રામે ‘પોતાનું કાર્ય સિદ્ધ થશે’ એવું ‘અનુમાન’ કર્યું,અને પોતાનો ખેદ છોડી દીધો.

    INDEX PAGE
     NEXT PAGE