May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૭

જિન્હ કે જીવન કર રખવારા, ભયઉ મૃદુલ ચિત સિંધુ બિચારા.
કહુ તપસિન્હ કૈ બાત બહોરી, જિન્હ કે હૃદયત્રાસ અતિ મોરી.
વળી કોમળ ચિત્ત વાળો  બિચારો સમુદ્ર જેઓના જીવનનું રક્ષણ કરનાર બન્યો છે ! ( અર્થાત સમુદ્રે તેઓને રસ્તો દઈ  દીધો હોત તો આજ સુધીમાં તો તેઓને રાક્ષસો ખાઈ ગયા હોત.) પછી એ તપસ્વીઓની વાત કહે કે જેઓના  હૃદયમાં મારો અત્યંત ભય છે.

(દોહા)

કી ભઇ ભેંટ કિ ફિરિ ગએ શ્રવન સુજસુ સુનિ મોર.
કહસિ ન રિપુ દલ તેજ બલ બહુત ચકિત ચિત તોર.(૫૩)
તેઓ સાથે તારી ભેટ થઇ કે તેઓ કાનથી મારો ઉત્તમ યશ સાંભળી ને જ પાછા ફર્યા ? શત્રુ સેનાનું બળ અને તેજ તું કેમ નથી કહેતો ? તારું ચિત્ત ઘણું જ ભયભીત લાગેછે ! (૫૩)

ચોપાઈ 

નાથ કૃપા કરિ પૂછેહુ જૈસેં, માનહુ કહા ક્રોધ તજિ તૈસેં.
મિલા જાઇ જબ અનુજ તુમ્હારા, જાતહિં રામ તિલક તેહિ સારા.
(દૂતે કહ્યું : ) હે નાથ ! આપે જેમ કૃપા કરીને પૂછ્યું, તે જ પ્રમાણે ક્રોધ છોડી મારું કહેવું ( સત્ય ) માનજો.
જયારે આપનો નાનોભાઈ શ્રી રામને જી મળ્યો , ત્યારે તેના પહુંચતા જ શ્રીરામે  તેને રાજતિલક કર્યું છે.

રાવન દૂત હમહિ સુનિ કાના, કપિન્હ બાંધિ  દીન્હે દુખ નાના.
શ્રવન નાસિકા કાટૈ લાગે, રામ સપથ દીન્હે હમ ત્યાગે.
અમે રાવણ નાં દૂત છીએ એવું કાનથી સાંભળતાં જ  વાનરોએ અમને બાંધી ઘણું દુઃખ દીધું; તેઓ અમારાંનાક- કાન કાપવા લાગ્યા , ત્યારે શ્રીરામના સોગંધ દેવાથી (માંડ માંડ ) તેઓએ અમને છોડ્યા.

પૂછિહુ નાથ રામ કટકાઈ, બદન કોટિ સત બરનિ ન જાઈ.
નાના બરન ભાલુ કપિ ધારી, બિકટાનન બિસાલ ભયકારી.
હે નાથ આપે શ્રી રામની સેના પૂછી પરંતુ તે સો કરોડ મુખોથી પણ વર્ણવી શકાતી નથી. એ સેના અનેક રંગના રીંછ તથા વાનરોની છે ; જે ભયંકર મુખ વાળા વિશાળ શરીર વાળા તથા ભયાનક છે.

જેહિં પુર દહેઉ હતેઉ સુત તોરા, સકલ કપિન્હ મહતેહિ બલુ થોરા.
અમિત નામ ભટ કઠિન કરાલા, અમિત નાગ બલ બિપુલ બિસાલા.
જેણે (આપનું ) નગર સળગાવ્યું અને આપના પુત્રને માર્યો, તેનું બળ તો સર્વ વાનરોમાં થોડું જ છે. અસંખ્ય નામોવાળા ઘણા જ કઠોર અને ભયંકર યોદ્ધાઓ છે.તેઓમાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ મોટા કદના છે.

(દોહા)

દ્વિબિદ મયંદ નીલ નલ અંગદ ગદ બિકટાસિ.
દધિમુખ કેહરિ નિસઠ સઠ જામવંત બલરાસિ.(૫૪)
દ્વીવીદ, મયંદ, નીલ ,નલ , અંગદ , ગદ , વિકટાસ્ય , દધિમુખ, કેસરી, નિશઠ, શઠ અને  જાંબુવન -
એ બધા બળના ઢગ છે.

ચોપાઈ 

એ કપિ સબ સુગ્રીવ સમાના, ઇન્હ સમ કોટિન્હ ગનઇ કો નાના.
રામ કૃપાઅતુલિત બલ તિન્હહીં, તૃન સમાન ત્રેલોકહિ ગનહીં.
એ સર્વ વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એના જેવા એક -બે નથી.(પણ ) કરોડો છે. તે અનેકોને કોણ ગણી શકે છે ? શ્રી રામની કૃપાથી તેઓમાં અતુલિત બળ છે. તેઓ ત્રણે લોકને તણખલાં ની જેમ (તુચ્છ ) ગણે છે.

અસ મૈં સુના શ્રવન દસકંધર, પદુમ અઠારહ જૂથપ બંદર.
નાથ કટક મહસો કપિ નાહીં, જો ન તુમ્હહિ જીતૈ રન માહીં.
હે દશગ્રીવ  ! મેં કાનથી આમ સાંભળ્યું છે કે , અઢાર પદ્મ  તો વાનરોના સેનાપતિઓજ  છે ! તે સેનામાં એવો કોઈ વાનર નથી કે જે આપને રણમાં ન જીતે.

પરમ ક્રોધ મીજહિં સબ હાથા, આયસુ પૈ ન દેહિં રઘુનાથા.
સોષહિં સિંધુ સહિત ઝષ બ્યાલા, પૂરહીં ન ત ભરિ કુધર બિસાલા.
બધા અત્યંત ક્રોધથી હાથ મસળી રહ્યાછે , પણ શ્રી રઘુ નાથજી તેઓને આજ્ઞા દેતા નથી. અમે માછલાં તથા સર્પો સહીત સમુદ્રને સુકવી નાખીશું અથવા મોટા પર્વતોથી તેને ભરી દઈ પૂરી નાખીશું.

મર્દિ ગર્દ મિલવહિં દસસીસા, ઐસેઇ બચન કહહિં સબ કીસા.
ગર્જહિં તર્જહિં સહજ અસંકા, માનહુ ગ્રસન ચહત હહિં લંકા
અને રાવણને મસળી ધૂળમાં મિલાવી દઈશું. સર્વ વાનરો એવા જ વચનો કહી રહ્યા છે. બધા સ્વભાવથી જ  નિશંક(નિર્ભય ) છે અને એવી ગર્જનાઓ અને તર્જનાઓ કરે છે કે જાણે લંકાને ગળી જવા ઇચ્છતા હોય !


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE