યહ સપના મેં કહઉપુકારી, હોઇહિ સત્ય ગએદિન ચારી.
તાસુ બચન સુનિ તે સબ ડરીં, જનકસુતા કે ચરનન્હિ પરી.
હું પોકારીને (નિશ્વય સાથે) કહું છું કે, આ
સ્વપ્ન ચાર ( જેટલા થોડા) દિવસો પછી સત્ય થશે.
તેનું વચન સાંભળી સર્વ રાક્ષસીઓ ડરી સીતાજીના
ચરણોમાં પડી.
(દોહા)
જહતહ ગઈં સકલ તબ સીતા કર મન સોચ,
માસ દિવસ બીતેં મોહિ મારિહિ નિસિચર
પોચ.(૧૧)
પછી એ સર્વ જ્યાં-ત્યાં ચાલી ગઈ.સીતાજી મનમાં
વિચારવા લાગ્યાં કે ,
એક મહિનો વીત્યા પછી નીચ રાક્ષસ રાવણ મને મારી
નાખશે.(૧૧)
ચોપાઈ
ત્રિજટા સન બોલી કર જોરી, માતુ બિપતિ સંગિનિ તૈં મોરી.
તજૌં દેહ કરુ બેગિ ઉપાઈ, દુસહુ બિરહુ અબ નહિં સહિ જાઈ.
સીતાજી હાથ જોડી ત્રિજટા ને કહેવા લાગ્યાં કે,
હે માતા ! તું મારી વિપત્તિ માં સાથે રહેનારી છે.
તરત જ ઉપાય કર કે જેથી હું શરીર છોડી દઉં,
હવે દુ:સહ વિરહ સહી શકાતો નથી.
આનિ કાઠ રચુ ચિતા બનાઈ, માતુ અનલ પુનિ દેહિ લગાઈ.
સત્ય કરહિ મમ પ્રીતિ સયાની, સુનૈ કો શ્રવન સૂલ સમ બાની.
લાકડાં લાવી ચિતા બનાવી તૈયાર કર. પછી હે માતા !
તું એમાં અગ્નિ લગાડી દે.
હે શાણી ! તું મારી પ્રીતિને સત્ય કર.રાવણ ની શૂળ
સમાન વાણી ને કાને કોણ સાંભળે ?
સુનત બચન પદ ગહિ સમુઝાએસિ, પ્રભુ પ્રતાપ બલ સુજસુ સુનાએસિ.
નિસિ ન અનલ મિલ સુનુ સુકુમારી, અસ કહિ સો નિજ ભવન સિધારી.
સીતાજીનાં વચન સાંભળી ત્રિજટા એ ચરણો પકડી તેમને
સમજાવ્યાં અને
પ્રભુનો પ્રતાપ બળ તથા સુયશ સંભળાવ્યાં. (તેણે
કહ્યું )
હે સુકુમારી ! સાંભળો , રાતે
અગ્નિ નહિ મળે એમ કહી તે પોતાને ઘેર ગઈ.
કહ સીતા બિધિ ભા પ્રતિકૂલા, મિલહિ ન પાવક મિટિહિ ન સૂલા.
દેખિઅત પ્રગટ ગગન અંગારા, અવનિ ન આવત એકઉ તારા.
સીતાજી (મન માં) કહેવા લાગ્યાં: (શું કરું)
વિધાતા જ વિપરીત થયેલ છે.
અગ્નિ નહિ મળે અને પીડા નહિ મટે. આકાશ માં અંગારા
પ્રગટ દેખાય છે,
પણ પૃથ્વી પર એકેય તારો આવતો નથી!
પાવકમય સસિ સ્ત્રવત ન આગી, માનહુમોહિ જાનિ હતભાગી.
સુનહિ બિનય મમ બિટપ અસોકા, સત્ય નામ કરુ હરુ મમ સોકા.
ચંદ્રમા અગ્નિ-મય છે; પરંતુ
તે પણ જાણે મને હતભાગીની માની અગ્નિ વરસાવતો નથી.
હે અશોકવૃક્ષ ! મારી વિનંતી સાંભળ.
મારો શોક હરી લે અને તારું ( અશોક )નામ સત્ય કર.
નૂતન કિસલય અનલ સમાના, દેહિ અગિનિ જનિ કરહિ નિદાના.
દેખિ પરમ બિરહાકુલ સીતા, સો છન કપિહિ કલપ સમ બીતા.
તારા નવીન કોમળ પાંદડા અગ્નિ સમાન છે,
અગ્નિ દે અને વિરહ રોગ નો અંત કર. ( અર્થાત વિરહ
રોગને વધારી સીમા સુધી ન પહાંચાડ)
સીતાજીને વિરહ થી
અત્યંત વ્યાકુળ જોઈ હનુમાનજીને તે ક્ષણ કલ્પ સમાન વીતી.
(દોહા)
કપિ કરિ હૃદયબિચાર દીન્હિ મુદ્રિકા ડારી તબ.
જનુ અસોક અંગાર દીન્હિ હરષિ ઉઠિ કર ગહેઉ.(૧૨)
તે વખતે હનુમાનજીએ હૃદય માં વિચાર કરી ( સીતાજીની
સામે ) વીંટી નાખી,
જાણે અશોકે અંગારો દીધો હોય! (એમ સમજી ) સીતાજી
હર્ષિત થઇ ઉઠી તે હાથ માં લીધી.(૧૨)
ચોપાઈ
તબ દેખી મુદ્રિકા મનોહર, રામ નામ અંકિત અતિ સુંદર.
ચકિત ચિતવ મુદરી પહિચાની, હરષ બિષાદ હૃદયઅકુલાની.
તે વેળા તેમણે રામ નામ થી અંકિત અત્યંત સુંદર અને
મનોહર વીંટી જોઈ.
વીંટી ઓળખીને સીતાજી આશ્વર્યચકિત થઇ તેને જોવા
લાગ્યાં અને હર્ષ તથા ખેદ થી હદયમાં અકળાયાં.
જીતિ કો સકઇ અજય રઘુરાઈ, માયા તેં અસિ રચિ નહિં જાઈ.
સીતા મન બિચાર કર નાના, મધુર બચન બોલેઉ હનુમાના
(તે વિચારવા લાગ્યાં ) શ્રી રઘુનાથજી અજેય છે,
તેમને કોણ જીતી શકે છે?
અને માયાથી આવી ( દિવ્ય અને ચિન્મય ) વીંટી બનાવી
શકાય નહિ.
સીતાજી મનમાં અનેક
પ્રકારના વિચારો કરી રહ્યાં,ત્યારે હનુમાનજી મધુર વચનો બોલ્યા: