કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ.
કેતિક બાત પ્રભુ જાતુધાન કી, રિપુહિ જીતિ આનિબી જાનકી.
હનુમાનજીએ કહ્યું : હે પ્રભો ! વિપત્તિ તો તે જ
(અને ત્યારે જ ) છે કે,જયારે આપનું ભજન સ્મરણ ન થાય,
હે પ્રભો ! રાક્ષસોની શું વાત છે? (તેઓ શી
ગણતરીમાં છે?) આપ શત્રુને જીતી જાનકીજીને લઇ આવશો.
સુનુ કપિ તોહિ સમાન ઉપકારી, નહિં કોઉ સુર નર મુનિ તનુધારી.
પ્રતિ ઉપકાર કરૌં કા તોરા, સનમુખ હોઇ ન સકત મન મોરા.
( શ્રીરામ બોલ્યા: ) હે હનુમાન ! સંભાળો. તમારા
સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય કે મુનિ કોઈ શરીરધારી નથી. હું તમારો પ્રતિ ર્ઉપકાર (બદલો) શું કરું?
મારું મન પણ તમારી સન્મુખ થઇ શકતું નથી.
સુનુ સુત ઉરિન મૈં નાહીં, દેખેઉકરિ બિચાર મન માહીં.
પુનિ પુનિ કપિહિ ચિતવ સુરત્રાતા, લોચન નીર પુલક અતિ ગાતા.
હે પુત્ર ! સંભાળો, મેં
મનમાં ખુબ વિચાર કરી જોયું કે, હું તમારા કરજમાંથી છુટું તેમ નથી !
દેવોના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા,
નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ
ભરાયું અને શરીર અત્યંત પુલકિત થયું.
(દોહા)
સુનિ પ્રભુ બચન બિલોકિ મુખ ગાત હરષિ હનુમંત.
ચરન પરેઉ પ્રેમાકુલ ત્રાહિ ત્રાહિ ભગવંત.(૩૨)
પ્રભુનાં વચન સાંભળી, તેમજ
તેમનું પ્રસન્ન મુખ અને પુલકિત શરીર જોઈ હનુમાનજી હર્ષિત થયા અને પ્રેમથી વ્યાકુળ બની હે ભગવાન રક્ષા કરો રક્ષા કરો,
એમ કહેતા શ્રી રામના ચરણોમાં પડ્યા.
ચોપાઈ
બાર બાર પ્રભુ ચહઇ ઉઠાવા, પ્રેમ
મગન તેહિ ઉઠબ ન ભાવા.
પ્રભુ કર પંકજ કપિ કેં સીસા, સુમિરિ
સો દસા મગન ગૌરીસા.
પ્રભુ તેમને વારંવાર ઉઠાડવા ચાહતા હતા,પરંતુ પ્રેમમાં મગ્ન હનુમાનજીને ચરણો માંથી ઉઠવું ગમ્યું નહિ !
પ્રભુના હસ્તકમળ
હનુમાનજીના મસ્તક પર હતા. તે સ્થિતિ નું સ્મરણ કરી શંકર પ્રેમ મગ્ન થયા.
સાવધાન મન કરિ પુનિ સંકર, લાગે કહન કથા અતિ સુંદર.
કપિ ઉઠાઇ પ્રભુ હૃદયલગાવા, કર ગહિ પરમ નિકટ બૈઠાવા.
પછી મનને સાવધાન કરી શંકર અતિ સુંદર કથા કહેવા લાગ્યા:
હનુમાનજીને ઉઠાડી પ્રભુએ હદય સાથે ચાંપ્યા અને હાથ પકડી અત્યંત સમીપ બેસાડ્યા.
કહુ કપિ રાવન પાલિત લંકા, કેહિ બિધિ દહેઉ દુર્ગ અતિ બંકા.
પ્રભુ પ્રસન્ન જાના હનુમાના, બોલા બચન બિગત અભિમાના.
(પછી કહ્યું કે :)
હે હનુમાનજી !કહો,રાવણ વડે સુરક્ષિત લંકા અને તેના દુર્ગમ કિલ્લાને તમે કેવી રીતે બાળ્યો?
હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તે અભિમાનરહિત વચન બોલ્યા:
સાખામૃગ કે બડ઼િ મનુસાઈ, સાખા તેં સાખા પર જાઈ.
નાઘિ સિંધુ હાટકપુર જારા, નિસિચર ગન બિધિ બિપિન ઉજારા.
સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથ ન કછૂ મોરિ પ્રભુતાઈ.
વાનરોનો ફક્ત એ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળી પરથી બીજી ડાળી પર જઈ શકે છે.
મેં સમુદ્રને ઓળંગી સોનાનું નગર (લંકા )સળગાવ્યું અને રાક્ષસગણને મારી અશોકવન ઉજ્જડ કર્યું,
તે સર્વ તો હે રઘુનાથજી !આપનો જ પ્રતાપ છે.હે નાથ !
એમાં મારી પ્રભુતા (શક્તિ કે બડાઈ )
કંઈ જ નથી.
(દોહા)
તા કહુપ્રભુ કછુ અગમ નહિં જા પર તુમ્હ અનુકુલ.
તબ પ્રભાવબડ઼વાનલહિં જારિ સકઇ ખલુ તૂલ.(૩૩)
હે પ્રભુ જેના પર આપ અનુકુળ
(પ્રસન્ન) છો,તેણે કંઈ કઠિન નથી.આપના પ્રભાવથી રૂ(એકદમ બળી જનારી વસ્તુ)
વડવાનલ ને પૂર્ણ બાળી શકે છે.અર્થાત અસંભવિત પણ સંભવિત બને છે.(૩૩)
ચોપાઈ
નાથ ભગતિ અતિ સુખદાયની, દેહુ કૃપા કરિ અનપાયની.
સુનિ પ્રભુ પરમ સરલ કપિ બાની, એવમસ્તુ તબ કહેઉ ભવાની.
હે નાથ !કૃપા કરી મને અત્યંત સુખ આપનારી (આપની)
નિશ્વલ ભક્તિ આપો.હનુમાનજીની અત્યંત સરળ વાણી
સાંભળી, હે ભવાની !
તે વખતે પ્રભુ રામચંદ્રજીએ’ ભલે એમ થાઓ ’
કહ્યું.
ઉમા રામ સુભાઉ જેહિં જાના, તાહિ ભજનુ તજિ ભાવ ન આના.
યહ સંવાદ જાસુ ઉર આવા, રઘુપતિ ચરન ભગતિ સોઇ પાવા.
હે પાર્વતી ! જેણે શ્રી રામનો સ્વભાવ જાણ્યો હોય,તેને ભજન છોડી બીજી વાત જ ગમતી નથી !
આ સ્વામી -સેવકનો સંવાદ જેના હદયમાં આવ્યો હોય, તે જ રઘુનાથજીના ચરણો ની ભક્તિ પામ્યો છે.