શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
“તત્” અને “ત્વમ” પદનો
“લક્ષ્યાર્થ”
“તત્” અને “ત્વમ” પદ ના વાચ્યાર્થ માં જે વિરુદ્ધ અંશ છે તેનો
ત્યાગ કરવાથી,
“પ્રત્યક્ષ” આદિ પ્રમાણમાં
વિરોધ આવે નહિ,અને
આમ આવો -અવિરુદ્ધ અંશ ગ્રહણ
કરવાથી શ્રુતિ સાથે પણ વિરોધ થાય નહિ,
તે માટે “તત્વમસિ” એ વાક્ય ના
અર્થની સિદ્ધિ માટે “લક્ષણા” સ્વીકારવી જોઈએ.(લક્ષ્યાર્થ?)
જયારે કોઈ પદનો કે વાક્યનો
વાચ્યાર્થ ઘટતો ના હોય,ત્યારે “લક્ષણા” નો સ્વીકાર થાય છે.
અને આમ “લક્ષણા” સ્વીકારવી
તેવું પંડિતો કહે છે. (૭૩૨-૭૩૩)
(નોંધ-હવે તે લક્ષણા ના
પ્રકારોમાં (૧) જહલ્લક્ષણા અને (૨) અજહલ્લક્ષણા નો પણ સ્વીકાર
ના કરતાં, (૩) ભાગત્યાગલક્ષણાનો
સ્વીકાર કરવામાં આવે છે તે સિદ્ધ કરવામાં આવ્યું છે)
--જેમ “ગંગાયાં ઘોષ: =
ગંગામાં ઘોષ” (ગંગામાં રબારી નો નેસ)
એ વાકયમાં જહલ્લક્ષણા માની છે તેમ આ “તત્વમસિ”
વાક્યમાં જહલ્લક્ષણા ઘટતી નથી.
--ઉપરના દૃષ્ટાંત માં ગંગા એ
ઘોષ (નેસ) નો આધાર છે,અને ઘોષ (નેસ) આધેય (આધાર પર રહેનાર)
છે, એટલે આ બંને પદનો “આધાર-આધેય” નો સંબંધ છે.
--વાચ્યાર્થ પ્રમાણે –ગંગાના
જળના પ્રવાહમાં નેસડો કદી હોઈ શકે નહિ (પ્રત્યક્ષ પ્રમાણ થી વિરુદ્ધ છે)
પણ –ગંગાના કાંઠા પર રબારી નો નેસ-એવા અર્થ
વાળી જહલ્લક્ષણા મુજબ વાક્યાર્થ બંધબેસતો છે.
--આ ઉદાહરણમાં રહેલું “ગંગા”
પદ એ પોતાના સંપૂર્ણ વાચ્યાર્થ (જળ-પ્રવાહ) નો ત્યાગ કરી ને
જહલ્લક્ષણા થી જે “કાંઠો=કિનારો” –એવો અર્થ
જણાવે છે,તેમ,
--તેમ,તત્ અને ત્વમ –પણ
પોતાના મૂળ વાચ્યાર્થ નો સંપૂર્ણ ત્યાગ કરીને-જો- બીજા લક્ષ્યાર્થ ને જણાવે,
તો જ એ જહલ્લક્ષણા ની પ્રવૃત્તિ થઇ –એમ કહેવાય.
--પણ સંપૂર્ણ વાચ્યાર્થ ત્યજી
દેવામાં અહીં કંઈ ફળ નથી,કારણકે –
તત્ અને ત્વમ-પદના વાચ્યાર્થમાં પરોક્ષ અને
અપરોક્ષ પણું –વગેરે અમુક જ ભાગ વિરુદ્ધ જણાય છે.
સંપૂર્ણ વાચ્યાર્થ વિરુદ્ધ નથી.
જેમ,નારિયેળનું ફળ કઠણ હોય છે છતાં લોકો તેનો
સંપૂર્ણ ત્યાગ કરતા નથી,તેના કઠણ ભાગને જ
ત્યજી દે છે.
તેમ જહલ્લક્ષણા સ્વીકારીને તત્-ત્વમ નો સંપૂર્ણ
વાચ્યાર્થ ત્યાગ કરવો ઘટતો નથી.
એટલે જહલ્લક્ષણા ને અહીં સ્વીકારી નથી.
(૭૩૪-૭૪૧)