શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
આ પ્રત્યગાત્મા (આત્મા)
સ્વયંપ્રકાશ,અવયવરહિત,સંગરહિત,શુદ્ધ,સર્વદા એક
સ્વભાવનો,નિત્ય,અખંડ,આનંદરૂપ,ચેષ્ટારહિત,સાક્ષી,ચેતન,કેવળ અને નિર્ગુણ છે. (૪૫૮)
વળી આ પ્રત્યગાત્મા
(આત્મા),જન્મતો નથી,વધતો નથી,ઘટતો નથી,અને નાશ ને પણ પામતો જ નથી.
એ તો નિત્ય, સનાતન,અને પુરાણો
(જૂનામાં જુનો) અનાદિ કાળનો છે.
શરીર નાશ પામે છે પણ તેનો નાશ
થતો નથી. (૪૫૯)
જન્મવું,હોવું,વધવું,પરિણામ
પામવું,ઘટવું અને નાશ પામવું-આ છ વિકારો દૃશ્ય જગતના જ થાય છે.
તેમ જ અનેક જાતના
રોગો,સ્થૂળતા-કૃશતા,કાળાશ-ધોળાશ,પરિમાણ-માપ,અને વર્ણ તથા આશ્રમ-
આદિ ની પ્રસિદ્ધિ એ બધું
સ્થૂળ શરીર માં જ દેખાય છે,આત્મા તો તે તે વિકારો નો માત્ર સાક્ષી જ છે.’
તેથી તેને તેમાં નું કંઇ પણ
નથી. (૪૬૦)
આ આત્મા માં અનાત્મ-પણું અને
અનાત્મા (દેહાંદિ) માં આત્મા-પણું,
અતિ મોહ ને લીધે વિપરીત ભાવે
માની લઈને જ મનુષ્યો સંસારમાં ભટકયા કરે છે. (૪૬૧)
તેમ જ “હું મનુષ્ય છું,હું
બ્રાહ્મણ,ક્ષત્રિય કે વૈશ્ય છું,હું તે જાણનારો હ=છું,હું અજ્ઞાની છું,હું અત્યંત
પાપી છું,હું ભ્રષ્ટ છું,હું સજ્જન છું,હું સુખી છું,હું દુઃખી છું” આવું બધું
ભ્રાંતિ થી અતિશય મોહ પામીને લોકો
તેને આત્મા માં કલ્પી લે
છે. (૪૬૨)
જન્મ,મરણ,ઘડપણ,ભૂખ,તરસ,સુખ,દુઃખ,અને
ભય આદિ ધર્મો અનાત્મા –દેહાદિ ના છે.
આત્મા તો તે ધર્મો થી રહિત
છે,છતાં લોકો બુદ્ધિ ના દોષ થી,ઉલટું સમજી ને
આ આત્મામાં તે તે ધર્મો નો
આરોપ કરે છે. (૪૬૩)
જે કોઈ મૂળ વસ્તુમાં ભ્રાંતિ
ને લીધે,જે કોઈ કલ્પિત વસ્તુ નો આરોપ થાય છે,તેમે તે આરોપિત વસ્તુએ
કરેલો ગુણ કે દોષ, લેશ-માત્ર
પણ કોઈ કાળે સંબંધ પામતો નથી. (૪૬૪)
વાયુ શું ઝાંઝવાના જળ થી ભીનો
થાય છે?
આંખમાં કમળાના રોગ થી રહેલી પીળાશ થી શું શંખ પીળો બને છે? (૪૬૫)