શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જેમ પાણીમાં નાખેલું મીઠું,તે
પાણીમાં ઓગળી જઈ ને (તે મીઠું) માત્ર પાણી-રૂપે જ જણાય છે,
જુદું જણાતું નથી,
તે જ પ્રમાણે,અંતઃકરણ ની
વૃત્તિ માત્ર “બ્રહ્મ-સ્વ-રૂપે” જ રહે છે,જુદીજુદી જણાતી નથી.
અને છેવટે કેવળ (એક-માત્ર)
અદ્વૈત બ્રહ્મ જ પ્રકાશે છે.
આ (નિર્વિકલ્પ) સમાધિમાં
જ્ઞાતા-જ્ઞાન ની કલ્પના હોતી નથી,તેથી તેને નિર્વિકલ્પ માની છે.
આ,રીતે-જેમાં અંતઃકરણ ની
વૃત્તિ-જ્ઞાન ના જ્ઞાતા-સ્વરૂપે હોય છે-તે સવિકલ્પ-સમાધિ.
અને જેમાં રહેતી જ નથી હોતી
તે નિર્વિકલ્પ સમાધિ.આવો ભેદ માન્યો છે. (૮૨૪-૮૨૫-૮૨૬)
સમાધિ-અને સુષુપ્તિ –એ બંને
માં એવો તફાવત છે કે-
સમાધિમાં “જ્ઞાન હોય છે”—અને--
સુષુપ્તિમાં “જ્ઞાન-હોતું નથી” (અજ્ઞાન જ હોય છે)
માટે સુષુપ્તિને સમાધિ કહિ
શકાય નહિ.
આ –સવિકલ્પ અને નિર્વિકલ્પ –બંને
સમાધિ, હૃદયમાં રહેલી વિપરીત (વિરુદ્ધ) ભાવના દૂર કરવા માટે,
મુમુક્ષુએ યત્ન-પૂર્વક કરવી
જોઈએ.
આ સમાધિ કરવાથી,દેહાદિ-વગેરે
પર ની વિપરીત (વિરુદ્ધ) આત્મા-ભાવના દૂર થાય છે,
જ્ઞાન અસ્ખલિત થાય છે અને
નિત્ય નો આનંદ સિદ્ધ થાય છે.
દૃશ્ય પદાર્થો ના સંબંધવાળી (દ્રશ્યાનુવિદ્ધ)
અને શબ્દ ના સંબંધવાળી (શબ્દાનુવિદ્ધ) –
એમ બે પ્રકારની –સવિકલ્પ
સમાધિ-માની છે, એ બંને નાં લક્ષણ હું કહું છું તે તું સાંભળ
જેમાં કામ-આદિ
(હું-મારું-આ-વગેરે કામ-ક્રોધ ની વૃત્તિઓ) “દૃશ્ય” પદાર્થો ના “જ્ઞાન” નો સંબંધ-
દ્રષ્ટા (જ્ઞાતા) ને દેખાય
છે,તે --દ્રશ્યાનુવિદ્ધ-સવિકલ્પ સમાધિ—છે.(શ્લોક ૮૨૭ થી ૮૬૫ સુધી-વર્ણન)
(ખરેખર તો અવિકારી “આત્મા” એ
સર્વ-વૃત્તિઓનો દ્રષ્ટા છે,)
આમ જે –પોતાને—સાક્ષીરૂપે—જાણે
છે,તે નિષ્ક્રિય જ રહી ને (આત્મા ની માફક) એ વૃત્તિઓને જુએ છે,
જેમ કે-હું તો
કામાદિ-વૃત્તિઓનો સાક્ષી છું,(એટલે કે સાક્ષાત જોનારો દ્રષ્ટા છું),
તેથી –મારા દ્વારા—કામાદિ-વૃત્તિઓ
દેખાય છે (એટલેકે દૃશ્ય-રૂપે પ્રગટે છે)
એમ એ –પોતાને—સાક્ષી-રૂપે ગણે
છે.
પણ પછી એ જ્ઞાની-પુરુષ,
‘પોતાના એ સાક્ષી-રૂપને” તથા “કામાદિ-વૃત્તિઓના –દ્રશ્યને”
પોતાના શુદ્ધ આત્મા માં જ લય પમાડી દે છે.
(૮૨૭-૮૩૪)