શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
ઉપરના સત્તરના સમુદાય-રૂપ જે
લિંગ-શરીર નું લક્ષણ કહ્યું છે-તેને સમજવા,માટે અહીં,
મન અને બુદ્ધિ માં અનુક્રમે
ચિત્ત અને અહંકાર નો સમાવેશ સમજવો. (૩૪૬)
(મન=ચિત્ત અને બુદ્ધિ=અહંકાર)
“વિચારવું” અને સંકલ્પ-વિકલ્પ
કરવા- એ “મન” નો ધર્મ છે,
માટે “ચિત્ત” નો “મન” ની અંદર
જ સારી રીતે સમાવેશ થઇ શકે છે. (૩૪૭)
બુદ્ધિ નો જ દેહ –આદિ પર દૃઢ
અહંભાવ દેખાય છે,તેથી,
“બુદ્ધિ”માં “અહંકાર” નો
સમવેશ કરવો યોગ્ય જ છે. (૩૪૮)
આ કારણે જ “બુદ્ધિ” (અને અહમ)
એ “કર્તા” છે અને બીજાં “કરણ” છે,એમ સિદ્ધ થાય છે,
વળી આ બંને જ –આત્મા ને મોહ
નું કારણ થઇ,સંસાર નું કારણ થાય છે,એમ સમજવું. (૩૪૯)
વિજ્ઞાનમય કોશ
એ,બુદ્ધિ,જ્ઞાનેન્દ્રિયો સાથે
મળીને,વિજ્ઞાનમય કોશ બને છે,એમાં વિજ્ઞાન પુષ્કળ છે એટલે વિદ્વાનો તેને,
વિજ્ઞાનમય કોશ કહે છે,અને તે
આત્મા ને ઢાંકી છે છે તેથી તેને “કોશ” કહે છે. (૩૫૦)
વિજ્ઞાનમય શબ્દ થી કહેવતો આ કોશ
મહાન છે,અહંકાર ની વૃત્તિ વાળો છે,કર્તારૂપ લક્ષણ વાળો છે,
અને સઘળાં સંસાર ને ચલાવી રહ્યો
છે. (૩૫૧)
ચૈતન્ય ના પ્રતિબિંબ વાળો,આ જ
વિજ્ઞાનમય કોશ “જીવપણા” ના અભિમાનવાળો પુરુષ બની,
દેહ,ઇન્દ્રિયોઅને પોતાના ઘર-સંસાર-વગેરે
પર “હું-મારું”એવું સદા અભિમાન કરે છે,
અને આવો કર્તા-ભોક્તા,પોતે સુખી
અને દુઃખી થાય છે. (૩૫૨)
પોતાની સારી-નરસી વાસનાથી પ્રેરાયેલો,આ
જ નિત્ય,સારાં-નરસાં-એ બંને જાતનાં કર્મો કેરે છે,
અને જે થી ઉપજેલાં,બંને જાતનાં
ફળ-રૂપ,સુખ-દુઃખ ને આ લોકમાં અને પરલોક માં ભોગવે છે.(૩૫૩)
આવો જીવ અનેક-હજારો યોનિઓમાં વારંવાર
જન્મે છે,મરે છે ને સંસાર-ચક્ર માં ભમે છે.(૩૫૪)
મનોમયકોશ
મન,જ્ઞાનેન્દ્રિયો સાથે મળી ને
“મનોમય કોશ”બને છે.
એમાં મન ની મુખ્યતાને લીધે તેને મનોમયકોશ કહે છે. (૩૫૫)