શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
જયારે અસત્ ન જણાય ને સત્ પણ
ના જણાય,અહંભાવ ન રહે અને અનહંભાવ પણ ના રહે,
મનન નાશ પામતાં,કેવળ અદ્વૈત
સ્વરૂપમાં રહે,અત્યંત નિર્ભય થાય,
આકાશમાં રહેલા શૂન્ય ઘડાની
પેઠે અંદર અને બહાર શૂન્ય બને,
સમુદ્રમાં રહેલા પૂર્ણ કળશની
પેઠે,અંદર અને બહાર પણ પૂર્ણ બને,
આ બધું જગત,જેમ છે તેમ જ
રહેલું હોઈ તેમાં બધો વ્યવહાર કરે, છતાં,
જેની દ્રષ્ટિએ બધું જ અસ્ત
પામ્યું હોય,અને કેવળ આકાશ જ રહેલું હોય,
તે “જીવનમુક્ત”
કહેવાય છે. (૯૬૫-૯૬૭)
જેના મનની લાગણી સુખમાં ઉદય પામતી
નથી,અને દુઃખમાં અસ્ત પામતી નથી,પણ,
જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તેમ-તેમાં
જેની એક જ સ્થિતિ હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે.(૯૬૮)
જે સુષુપ્તિમાં રહ્યો હોય,છતાં
જાગે છે,જેને જાગ્રત અવસ્થા હોતી નથી,અને
જેનું જ્ઞાન વાસના-રહિત હોય, તે
“જીવનમુક્ત” કહેવાય છે.(૯૬૯)
રાગ,દ્વેષ,ભય વગેરે ને અનુસરીને
જે વર્તતો હોય,છતાં,
અંતઃકરણ માં આકાશ જેવો સ્વચ્છ
હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૦)
જેનો ભાવ અહંકાર વાળો ન હોય અને
કંઈ કરે કે ના કરે,છતાં,
જેની બુદ્ધિ લેપાતી નથી- તે “જીવનમુક્ત”
કહેવાય છે. (૯૭૧)
જે સમગ્ર પદાર્થોમાં વ્યવહાર કરતો
હોય,છતાં,શીતળ સ્વભાવનો રહે,અને સર્વ પદાર્થો પારકા જ છે,
એમ,તે પદાર્થો વિષે દૃષ્ટિ કરી,પૂર્ણાત્મા
બને, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૨)
જેનું ચિત્ત કોઈ પણ વિષયમાં વ્યાકુળ
થયા વિના,કેવળ દ્વૈત રહિત અને પરમ પવિત્ર માત્ર-
ચૈતન્ય-રૂપ પદમાં જ વિશ્રાંતિ
પામ્યું હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૩)
જેના ચિત્તમાં આ જગત,આ પદાર્થ
કે પેલો પદાર્થ,અથવા,
અવાસ્તવિક સમગ્ર દૃશ્ય વસ્તુઓ,કદી
સ્ફૂર્તિ નથી, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૪)
“હું ચૈતન્ય-રૂપ આત્મા છું,હું
પરમાત્મા છું,હું નિર્ગુણ છું,અને પરથી પણ પર છું “
એમ માત્ર આત્મા-રૂપે જ જે સ્થિતિ
કરે - તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૫)
“હું ત્રણે દેહથી જુદો છું,હું
શુદ્ધ ચૈતન્ય જ છું,અને હું બ્રહ્મ જ છું”
એમ જેના અંતરમાં નિરંતર વહ્યા
કરે, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૫)
જેની દ્રષ્ટિએ દેહ વગેરે કંઈ છે
જ નહિ,પણ ‘બધું જ બ્રહ્મ છે’ એવો જેને નિશ્ચય થયો હોય,
તેમ જ પરમાનંદથી જે પૂર્ણ બન્યો
હોય, તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૬)
“હું બ્રહ્મ છું,હું બ્રહ્મ છું,હું
બ્રહ્મ છું,અને હું ચૈતન્ય છું,હું ચૈતન્ય છું”
આવો જેને નિશ્ચય થયો હોય તે - તે “જીવનમુક્ત” કહેવાય છે. (૯૭૮)