શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
આમ પોતાને પંડિત માનતા તે તે
મતવાદીઓ એક બીજા નો વિરોધ કરીને,
પોતપોતાના મતને
અનુકૂળ,યુક્તિઓ,અનુભવો અને શ્રુતિઓમાંથી
થોડાંક વાક્યો નો આધાર લઇ,
પોતાના મત નો નિર્ણય કરેલો
છે.
પરંતુ એ સર્વ મતવાદીઓ એ
સ્વીકારેલી યુક્તિ,અનુભવો અને શ્રુતિઓ ના વાક્યો ને બાધ કરી ને,
બીજી અનેક યુક્તિઓ,અનુભવો અને
શ્રુતિઓના વાક્યો નો આશ્રય કરીને,
પંડિતો એ તે સર્વ મતો (ઉપર
બતાવેલા નવ મતો) નું ખંડન કર્યું છે.અને
પુત્ર થી માંડી ને શૂન્ય સુધી
નું –એ કોઈ જ આત્મા નથી એ સારી રીતે સિદ્ધ કર્યું છે. (૫૭૭-૫૭૯)
જે વસ્તુ નું બીજાં પ્રમાણો
થી ખંડન થયું હોય તેને મહાપુરુષો સાચાં તરીકે સ્વીકારતા નથી.
અને આ સર્વ મતો નું ખંડન
થયેલું છે એટલે તે ઉપરથી,
પુત્ર થી માંડી શૂન્ય સુધીનું
કેવળ-અનાત્મ-તત્વ- જ છે એમ સારી રીતે સ્પષ્ટ થયું છે. (૫૮૦)
શિષ્ય અહીં શંકા કરતાં કહે છે
કે-સુષુપ્તિ ના સમયે બધું વિલય પામી જાય છે,ત્યારે શૂન્ય વિના બીજું કંઈ આ જગતમાં
જણાતું નથી,અને શૂન્ય તો આત્મા હોય જ નહિ,તો પછી,
એનાથી જુદો આત્મા નામનો કયો
પદાર્થ અનુભવાય છે?જો આત્મા છે તો તે જણાતો કેમ નથી?
સુષુપ્તિમાં પણ તે આત્મા રહે
છે તેનું શું પ્રમાણ છે? એ આત્મા નું લક્ષણ શું છે?
અહંકાર વગેરે સર્વ પદાર્થો નો
સુષુપ્તિમાં બાધ અથવા લય થઇ જાય છે,
છતાં એ આત્મા કેમ લય (બાધ)
પામતો નથી?
હે ગુરુદેવ,મારા આ સંશયો નો
સમુદાય હૃદયમાં એક જાતની ગાંઠ જેવા લક્ષણ-વાળો છે તેને આપ,
યુક્તિ-રૂપી તલવારની ધારથી કૃપા
કરીને કાપી નાખો. (૫૮૧-૫૮૩)
ત્યાર ગુરુદેવ સમાધાન કરતાં
કહે છે કે-આ તારો પ્રશ્ન અતિશય સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે.
અને તે પ્રશ્ન ને હું યોગ્ય જ
માનું છું,કારણકે-સૂક્ષ્મ પદાર્થો નું દર્શન સૂક્ષ્મ બુદ્ધિ ને જ દેખાય છે (૫૮૪)
તેં જે જે પૂછ્યું છે તેના
જવાબરૂપે હું બધું જ કહું છું તે તુ સાંભળ,
આ પરમ રહસ્ય છે અને
મુમુક્ષુઓએ તે જાણવા જેવું છે. (૫૮૫)
બુદ્ધિ -આદિ બધા પદાર્થો
સુષુપ્તિ સમયે પોતાના “કારણ” એવા “અવ્યક્ત” (માયા) માં જોકે લય
પામી જાય છે,તો પણ
જેમ,વડ ના બી માં અવિકૃત
(અસ્પષ્ટ) સ્વરૂપે આખો વડ રહેલો હોય છે,
તેમ,એ બુદ્ધિ -આદિ તત્વો એ “અવ્યકત” (માયા)માં અવિકૃત (અસ્પષ્ટ)
સ્વરૂપે રહેલાં જ હોય છે.
એટલે એવા (અસ્પષ્ટ) સ્વરૂપે આ
જગત રહેલું જ હોય છે,શૂન્ય જેવું થતું નથી.
જેમ,વડ કોઈ વખતે અંકુર (કે
વડ)-રૂપે તો કોઈ વખતે બી-રૂપે રહેલો હોય
છે,
તેમ,આ જગત પણ કોઈ વખત કાર્ય
કે કોઈ કારણ-રૂપે રહે જ છે,તેનો સંપૂર્ણ વિલય થતો જ નથી.
અને તેને જ શ્રુતિ, જગત ની
અવિકૃત-અસ્પષ્ટ- અવ્યાકૃત અવસ્થા કહે છે.
સુષુપ્તિ આદિ અવસ્થાઓમાં આ
જગત એ અવ્યાકૃત રૂપે જુદાજુદા સ્વરૂપે રહ્યું હોય છે,
એમ છતાં શ્રુતિઓ અને
યુક્તિઓથી નિર્ણય કરેલા એ અર્થ ને સમજ્યા વિના,
જગતના એ “અદર્શન” ને-એ રહસ્ય ને નહિ જાણનારા એને “શૂન્ય” એમ કહે છે. (૫૮૬-૫૮૯)